કાર્યવાહી:મુન્દ્રા પંથકમાં જાહેર માર્ગો પર ગેરકાયદેસર નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓ પર તવાઈ
તાજેતરમાં સ્થાનિકેના વિવિધ હિન્દુ સંગઠનોએ પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષીને મામલતદાર કચેરી મધ્યે આવેદનરૂપે જાહેરમાં માંસ મચ્છીનું વેંચાણ કરતા ધંધાર્થીઓ પર રોક લગાવાની પ્રબળ માંગ કરતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. અને પ્રાંત અધિકારીના આદેશથી પોલીસને સાથે રાખી ગેરકાયદેસર નોનવેજનું વેંચાણ કરતા ધંધાર્થીઓ પર તવાઈ બોલાવી પચીસ વધુ દુકાનોના શટર પાડ્યા હતા. પ્રાથમિક તબક્કે ધ્રબના ઝીરો પોઇન્ટ નજીક શક્તિ નગર વિસ્તારમાં ફૂડ કંટ્રોલ વિભાગ સાથે પોલીસે ત્રાટકીને બંસીધર હોટલ પાછળ વાછરા દાદા અને હુનુમાન મંદિરની નિયત ત્રિજીયામાં મટનનું વેંચાણ કરતા 15 ધંધાર્થીઓની દુકાનો બંધ કરાવી હતી. તથા મોટી ભુજપુરમાં નમરાવાસ પાછળ પાંચ સમાઘોઘામાં જિંદાલ સો પાઇપ એકમની લાઈનમાં બે અને ટુંડામાં અદાણી માર્કેટ નજીક પંદર મળીને કુલ 25થી વધારે દુકાનો બંધ કરાઈ હતી. વિશેષમાં પરવાનો ન ધરાવનાર વિક્રેતાઓને લાયસન્સ પ્રાપ્ત કર્યા પછી દુકાનો ચાલુ કરવાની છૂટછાટ અપાઈ હોવાના અહેવાલ સાંપડ્યા છે. ઉપરોક્ત કામગીરીમાં ફુડ ઇન્સ્પેકટર એમ એમ પટેલ, વી એમ બરંદા વિસ્તરણ અધિકરી નીલકંઠ ગોસ્વામી સાથે મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ સૂચિત ગામોના તલાટી તથા સરપંચો અભિયાનમાં જોડાઈને સહયોગી રહ્યા હતા. હિન્દૂ સંગઠનોએ આવેદન આપ્યા બાદ પ્રશાસન જાગ્યું

What's Your Reaction?






