અમરેલીમાં પરિણીતાની હત્યાના 2 મહિના બાદ નવો ઘટસ્ફોટ:પત્નીના નહીં પણ પતિના આડાસંબંધ કારણે હત્યા, બે મોબાઈલ નંબરની તપાસમાં ખુલાસો

અમરેલીના તાલુકાના વાંકીયા ગામમાં બે મહિના પહેલા પરિણીતાની હત્યા નિપજાવવામાં આવી હતી. પરિણીતાના અન્ય પુરુષ સાથેના આડાસંબંધના કારણે પતિએ જ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. જો કે, પોલીસને આ કારણ ગળે ન ઉતરતા અને તપાસ આગળ ધપાવતા પતિના જ અન્ય એક યુવતી સાથે આડાસંબંધ હોવાનો ખુલાસો થયો છે. આરોપી પતિએ અન્ય વ્યકિતના નામે મોબાઈલ નંબર લઈ યુવતીને આપ્યો હતો અને વાતચીત કરતો હતો. જે બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતા હત્યા નિપજાવી હતી. જો કે, પોલીસને પતિના મોબાઈલમાં બે શંકાસ્પદ નંબર મળ્યા બાદ તેની તપાસ કરતા ચોક્કસ કારણ સામે આવ્યું છે. 6 જૂને પતિએ જ પત્નીની હત્યા નિપજાવી હતી અમરેલીના વાંકિયા ગામે 6 જૂનના રોજ એક મહિલાની લાશ મળી હતી. જે મામલે પત્નીના અન્ય પુરૂષ સાથે સંબંધ હોવાનું કારણ આપી આરોપી પતિ સંજય મોહનીયા (મધ્યપ્રદેશ)એ પત્ની રેખાબેનની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે, પોલીસને પોલીસને આ અંગે કોઈ પુરાવા મળ્યા ન હતા. તાલુકા પી.આઈ. ઓમદેવ સિંહ જાડેજાએ ટેક્નિકલ સોર્સની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રેખાબેન મોબાઈલ રાખતા ન હતા અને પતિ સંજય મોબાઈલનો ઉપયોગ કરતો હતો. પોલીસને સંજયના મોબાઈલમાંથી બે શંકાસ્પદ નંબર મળ્યા હતા. આડાસંબંધથી જાણ થતાં દંપતી વચ્ચે ઝઘડો થયો આગળની તપાસમાં ખુલાસો થયો કે, સંજયે અમરેલીમાંથી મોબાઈલ ખરીદી એક યુવતીને આપ્યો હતો અને તેની સાથે સંબંધ રાખતો હતો. જ્યારે રેખાબેનને આ વાતની જાણ થઈ ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ સંજયે પત્નીની હત્યા કરી નાખી હતી. બે મહિનાની સઘન તપાસ બાદ પોલીસે આ હત્યા પાછળનું સાચું કારણ શોધી કાઢ્યું છે. હાલ આરોપી સંજય મોહનીયાની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. પતિ સંજયે ગળું દબાવી હત્યા કરી અમરેલી ડીવીઝન DYSP ચિરાગ દેસાઈએ જણાવ્યું કે, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકીયા ગામમાં 6 જુનના રોજ એક હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં રેખાબેનને તેમના જ પતિ સંજયે ગળું દબાવી હત્યા કરી હતી. જેતે સમયે આરોપી સાંજયે જણાવ્યું હતું કે, તેમની પત્ની રેખાને કોઈ સાથે પ્રેમસંબંધ હોય, તે ઈન્સ્ટાગ્રામમાં કોઈ સાથે વાત કરતા પકડાઈ ગઈ હતી, ત્યારબાદ ઘરે ઝગડો થયો હતો, જેથી આવેશમાં આવી તેની હત્યા કરી હતી. તપાસમાં આવા કોઈ પુરાવા મળ્યા ન હતા. સંજય કોઈ યુવતી સાથે વાત કરતો હતો વધુમાં જણાવ્યું કે, ટેક્નિકલ એનાલિસિસથી તપાસ શરૂ કરતા પત્ની રેખાબેન પોતે મોબાઈલ રાખતા ન હતા. સંજયભાઈ પાસે એક જ મોબાઈલ હતો, જેમાં 2 શંકાસ્પદ નંબરો મળ્યા હતા. જેમાં એક નંબરમાં પતિ આરોપી સંજય કોઈ યુવતી સાથે વાત કરતો હતો. જેમાં ઊંડાણ પૂર્વક તપાસ કરતા નરેશ નામના વ્યક્તિના નામે સિમ લીધું હતું તે વાપરવા માટે આપ્યું હતું. તપાસ દરમિયાન સાચી હકીકત જાણવા મળી વધુમાં જણાવ્યું કે, છોકરી સાથે વાત કરતા સંજય પકડાઈ ગયો હતો. તેમની પત્ની રેખાબેનને આ વાતની ખબર પડી ગઈ હતી. જેથી ઝગડો થયો હતો. ત્યારબાદ સંજયે આવેશમાં આવીને તેની પત્નીની હત્યા કરી હતી. તપાસ દરમિયાન સાચી હકીકત જાણવા મળી છે. તપાસ દરમિયાન ટેક્નિકલ પુરાવા મળ્યા ન હતા, જેના કારણે તાલુકા પીઆઇએ ફરીથી રીમાન્ડ મેળવી સાચી હકીકત બહાર લાવ્યા છે. આ સમાચાર પણ વાંચોઃ અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત સુરત બાદ અમદાવાદમાં પણ લગ્નેતર સંબંધનો કરુણ અંજામ આવ્યો છે. મૂળ રાજકોટ જસદણના અને હાલમાં દાણીલીમડા પોલીસલાઇનમાં રહેતા પોલીસકર્મચારી મુકેશભાઈ પરમારનું મહિલા પોલીસકર્મચારી સાથે અફેર ચાલતું હતું. તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા. આ બાબતે મૃતક પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. આ મામલે આજે(4 ઓગસ્ટ) મામલો ઉગ્ર બનતાં તેમને પહેલા પત્ની સંગીતાબેનને હેલ્મેટ માર્યું, બાદમાં પત્નીએ પતિને ઘોડિયાનો પાયો મારતાં તેમનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ પત્નીએ સુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઈ લીધો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) ​​​​​​​

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow