રિમાન્ડ:નવસારીમાં ડ્રગ્સ કેસના આરોપીના બે દિવસના રિમાન્ડ
નવસારીમાં દરગાર રોડ પર 76 હજારના ડ્રગ્સ કેસમાં આરોપી શોએબ શેખ ફરાર થઈ જતા તેની સુરતથી પોલીસે અટક કરી નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો. આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નવસારીના દરગાહ રોડ પર ભાડાના મકાનમાં રહેતા શોએબ શેખ ડ્રગ્સ લાવી વેચાણ કરતા હોવાની બાતમી એસઓજીને મળતા તેઓએ રેડ કરી હતી અને બંધ ઘરમાં તપાસ કરતા 76 હજારનો નાર્કોટિક્સનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પણ શોએબ શેખ ફરાર થઇ ગયો હતો. જેને એસઓજી ટીમે સુરતથી ઝડપી પાડ્યો હતો અને નવસારી ટાઉન પોલીસને સોંપ્યો હતો. નવસારી પોલીસે કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તે બાબતે ટાઉન પીએસઆઇ તપાસ કરી રહ્યાં છે. નવસારીમાં ડ્રગ્સના કેસો અટકાવવા માટે SOG ટીમ જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યાં છે.

What's Your Reaction?






