ભાસ્કર એક્સક્લુઝિવ:દયાપરમાં કોલેજની નવી ઇમારતને વનવિભાગ નડયું, અભ્યારણ્યની જમીન કહી કામ અટકાવ્યું

લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં 9 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી કોલેજના મકાન માટે જમીનની ફાળવણી બાદ બે વર્ષ અગાઉ ખાતમુહર્ત કરાયું હતું અને બાંધકામ શરૂ કરાતા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલા વન વિભાગે આ જમીન ચિંકારા અભ્યારણમાં આવતી હોવાનું જણાવીને કોલેજનું કામ અટકાવ્યુ છે. દયાપરમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ સ્કૂલમાં હાલે મહારાવો લખપતજી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાર્યરત છે. કોલેજના પોતીકા મકાન માટે અનેક રજૂઆતો બાદ કલેકટર દ્વારા તા.27-12-2019 ના દયાપરથી બે કિલોમીટરના અંતરે દોલતપર માર્ગ નજીક 8 એકર જમીન મંજૂર કરાઈ હતી ત્યારબાદ મંજૂર થયેલી આ જમીન પર કોલેજના મકાનનું બાંધકામ થાય તે માટે રજૂઆતો બાદ સરકારે 9 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરતા તા. 8/4/2023 ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારાના હસ્તે ખાતમુહર્ત કરાયું હતું. જોકે, નવાઈની વાત એ કહેવાય કે જમીન અને રકમની ફાળવણી થઈ, કોલેજના બાંધકામ માટેનું ખાતમુહૂર્ત થયું અને જમીન સમથળની કામગીરી શરૂ થતાની સાથે જ નિંદ્રામાંથી જાગેલા વનતંત્રએ આ કામગીરી અટકાવી દીધી અને દયાપર ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા તારીખ 8/5/23 ના નાયબ વન સંરક્ષકને કાગળ લખી દયાપરમાં સ.ન. 569અ 1/ પૈકી 60/ પૈકી 10 ની કુલ 3.2375 હેક્ટર જમીન સરકારી કોલેજ માટે ફાળવાઈ છે આ જમીન નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ વિસ્તારમાં આવે છે અને તે અંગે નારાયણ સરોવર સેન્ચ્યુરીની કોઈપણ પ્રકારની એનઓસી લેવાઇ નથી. આ મુદ્દે માર્ગ અને મકાન વિભાગ નખત્રાણાના નાયબ કાર્યપાલક ઇજનેરે દ્વારા તા.12/5/23 ના દયાપર કોલેજના આચાર્યને પત્ર લખીને જણાવ્યું કે,બાંધકામ માટે વર્ક ઓર્ડર અપાયો છે જે અંગે સ્થળ પર કામગીરી શરૂ કરતાં તે કામ વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યું છે સક્ષમ કક્ષાએથી કામ કરવા મંજૂરી મેળવ્યા બાદ કામ શરૂ થશે તેમ જણાવી દેવાયું છે.કોલેજનું કામ.વનવિભાગ દ્વારા અટકાવવામાં આવ્યું છે જેથી લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. અભ્યારણ્યમાં પવનચક્કીના ગોડાઉન, પંપના બાંધકામો હટાવો ગામના આગેવાન રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે, અનેક રજૂઆતો બાદ તાલુકાને કોલેજ મળી અને પોતાના મકાન માટે જમીન તેમજ સરકાર દ્વારા ગ્રાન્ટ અપાઈ પરંતુ વન વિભાગે કામ અટકાવી શિક્ષણ પ્રત્યે અન્યાય કર્યો છે. લખપત તાલુકા એબીવીપીના ઉદયસિંહ જાડેજાએ જણાવ્યું કે,શિક્ષણ માટે મંજૂર કરવામાં આવેલ જગ્યાએ કોલેજના બાંધકામ માટે વનતંત્રને અભ્યારણ નડે છે પરંતુ અભ્યારણ વિસ્તારમાં જ બનેલ પવનચક્કીના ગોડાઉન,પેટ્રોલપંપ સાથે અનેક બાંધકામો છે તેને કેમ અભ્યારણ નથી નડ્યું તેવો વેધક સવાલ કરવામાં આવ્યો છે. અન્યત્ર આપવામાં આવતી જગ્યા મંજૂર નથી કોલેજ ઉભી કરવા દયાપરથી અંદાજે અઢી ત્રણ કિલોમીટર દૂર પાનેલી જતા માર્ગ પર 8 એકરને બદલે 12 એકર જેટલી જમીનની ફાળવણી કરાઈ છે જેનું નિરીક્ષણ કલેકટર અમિત અરોરા કરી ગયા હતા અને નવી જગ્યાએ કોલેજ બનાવવા જણાવ્યું હતું પરંતુ આ વિસ્તારના લોકોને નવી જમીન મંજૂર નથી. જમીન આપનાર અધિકારીને ખ્યાલ કેમ ન રહ્યો જે તે વખતે જમીન ફાળવવામાં આવી તે વખતે જમીન ફાળવણી કરનાર અધિકારીને ખબર નહોતી કે, આ જમીન અભ્યારણમાં આવે છે તેવો સવાલ પણ કરવામાં આવી રહ્યો છે. બીજી વખત મળેલી ગ્રાન્ટ લેપ્સ જવાની ભીતિ સેવાઇ રહી માતાનામઢથી થોડાક કિલોમીટર બાદ દયાપર નજીક વન વિભાગની નર્સરી સુધીનો વિસ્તાર અભ્યારણ હેઠળ છે. આ વિસ્તારમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, પ્રા.શિક્ષકોને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર તેમજ પોલીસ મથક, પેટ્રોલ પંપ, પવનચક્કીની કંપનીના ગોડાઉન આવેલ છે વનતંત્ર દ્વારા તેઓને મંજૂરી આપવામાં આવી હોય તો દયાપરમાં કોલેજને કેમ મંજૂરી આપવામાં ન આવી તેવો સવાલ કરાઈ રહ્યો છે.કોલેજ શરૂ થયા બાદ જે તે વખતે નવા મકાન માટે ગ્રાન્ટ અપાઈ હતી પરંતુ તે વખતે જમીનની ફાળવણી થઈ ન હોવાથી ગ્રાન્ટ લેપ્સ ગઈ હતી હવે જમીનની ફાળવણી બાદ જમીન અભ્યારણ હેઠળ હોવાથી બીજી વખત 9 કરોડની ગ્રાન્ટ લેપ્સ ગઈ છે. ગાંધીનગર સુધી રજુઆતો થઈ પણ પરિણામ નહીં ગામના આગેવાનો, તાલુકા ભાજપ આગેવાનો તેમજ એબીવીપી દ્વારા વન વિભાગ દ્વારા અટકાવવામાં આવેલ કોલેજનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવા અનેક વખત રજૂઆતો કરાઈ અને ધારાસભ્ય દ્વારા તાજેતરમાં સંકલનની બેઠકમાં પણ રજૂઆત કરાઈ હતી.જોકે પરિણામ મળ્યું નથી ગાંધીનગર ખાતે તા.11/4/25 ના સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની મળેલી બેઠકમાં દયાપર ખાતે સરકારી કોલેજની જમીન નારાયણ સરોવર અભ્યારણ વિસ્તારમાં હોવાથી જમીનની દરખાસ્ત કમિટીના સભ્યો દ્વારા નામંજુર કરાઈ હતી આગળની કોઈ કાર્યવાહી કરવાની થતી નથી તેમ જણાવી દેતા શિક્ષણ જેવા વિકાસલક્ષી કામમાં વન તંત્ર આડખીલી બન્યું હોવાનો તાલ સર્જાયો છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow