બેરિકેટ વાહનચાલકો માટે મોટી અસુવિધા:નવસારી પૂર્ણા બ્રિજે તૂટેલી બેરિકેટ હજુ જૈસે થે હાલતમાં

નવસારી શહેરના પૂર્ણ નદીના બ્રિજ પર 28 જુલાઈના રોજ વાહન અથડાતા તૂટી ગયેલી મેટલ બેરિકેટ હજુ સુધી તંત્ર દ્વારા ફરીથી સરખી કરવામાં આવી નથી. પથ્થરની જેમ માર્ગે પડી રહેલી આ બેરિકેટ વાહનચાલકો માટે મોટી અસુવિધા અને જોખમ ઉભું કરી રહી છે. રોજિંદા ટ્રાફિક વચ્ચે વાહનચાલકો માટે આ તૂટી ગયેલી બેરિકેટ ખતરાની ઘંટી સમાન છે. માર્ગના કાંઠે પડેલી લોખંડની આ બેરિકેટ ગમે ત્યારે અકસ્માતને આમંત્રણ આપી શકે તેવો ભય લોકોમાં વ્યાપી રહ્યો છે. સ્થાનિકોની માગ છે કે તંત્ર તરફથી તાત્કાલિક અસરથી બેરિકેટને દૂર કરવામાં આવે અથવા ફરીથી યોગ્ય રીતે ફીટ કરવામાં આવે, જેથી આવનારા દિવસોમાં કોઇ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow