સિટી એન્કર:સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રોત્સાહન -વિકાસ માટે સેમિનાર યોજાયો

કચ્છની અગ્રણી વેપાર ઉદ્યોગ સંસ્થા ગાંધીધામ ચેમ્બર લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રનાં પ્રમોશન, ધિરાણ માટેની સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક (સીડબી) અને સી.એ. એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે ચેમ્બર ભવન ખાતે લઘુ ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજનાઓ અને તેને લગતી સબસીડીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા એક મહત્વપૂર્ણ સેમીનાર યોજાયો હતો. ચેમ્બર પ્રમુખ મહેશ પુજે સૌને આવકારતા, સીડબી, CA-WIRCને સેમીનારના આયોજન બદલ આભાર વ્યક્ત કરી કહ્યું કે, MSME સેક્ટર દેશના ઉદ્યોગ જગતની કરોડરજજુ છે. દેશના વિકાસમાં MSME નો 65% અને દેશની કુલ નિકાસમાં 48% હિસ્સો ધરાવે છે, વળી દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલર સુધી પહોંચાડવામાં MSME ક્ષેત્રનો મહત્વનો રોલ છે. વિકાસની નવી ક્ષિતિજોને પામવા અને MSME ને કાર્યક્ષમતામાં વૃધ્ધિ કરવા માટે બેંકોની અગત્યની ભુમિકા છે. ત્યારે સીડબી દ્વારા વ્યાજબી વ્યાજર દરથી લોન આપવાથી ઉદ્યોગોની નાણાકીય ક્ષમતામાં વધારો થશે તથા ડી.પી વર્લ્ડ, ગ્રીન હાઇડ્રોજન અને સોલાર જેવા પ્રોજેક્ટોથી સહાયક MSME ઉદ્યોગોના વિકાસની અપાર સંભાવનાઓ વધી રહી છે, તેમ જણાવી વેપાર ઉદ્યોગના વિકાસમાં ગાંધીધામ ચેમ્બર હંમેશા પ્લેટફોર્મ પુરું પાડતી રહેશે, તેમ જણાવ્યું હતું. ત્યારબાદ, સીડબીના રોહિત પ્રસાદે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સીડબીની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પાઠવી હતી. દેશની જીડીપીના 30% જેટલો હિસ્સો ધરાવનાર MSME નાં ફાયનાન્સ માટે સીડબીનો મુખ્ય ધ્યેય સરળ ધિરાણનું છે નહિં કે, પ્રોટિ ક્માવવાનું તેમ જણાવી તેઓએ જરૂરી ડોક્યુમેન્ટેશન વિશે માહિતી પુરી પાડી હતી. સૂક્ષ્મ ઉદ્યોગ માટે રૂા. 2.5 થી 10 કરોડ, નાના ઉદ્યોગ માટે રૂા. 25 થી 100 કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે રૂા. 100 થી 500 કરોડ સુધીની લોન મળી શકે છે. તેઓએ સીડબીની દસેક વિવિધ યોજનાઓની સૂક્ષ્મ અને તલસ્પર્શી માહિતી પાઠવી હતી. સી.એ. વિરાજ આચાર્યએ સીડબીની યોજનાઓ અંતર્ગત ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સબસીડીઓની વિગતવાર માહિતી પ્રસ્તુતીકરણ ધ્વારા પાઠવી હતી જેમાં વિવિધ યોજનાની શરતોનું પાલન તથા કરવામાં આવતી ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા જણાવી હતી. ત્યારબાદ પ્રશ્નોત્તરીકાળમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના જવાબો સીડબીના જનરલ મેનેજર ઋિષી પાંડ અને ડીજીએમ ચિરાગ ધોળકિયાએ વિગતવાર જણાવ્યું હતું. WIRC ગાંધીધામ બ્રાંચના પ્રમુખ મહેશ લિંબાણીએ સીડબી અને ગાંધીધામ ચેમ્બરનો તથા ઉપસ્થિત ઉદ્યમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન સીડબીના ગાંધીધામ બ્રાંચના એ.જી.એમ. અસીમ વૈદ્યએ સંભાળ્યું હતું. આ કાર્યક્રમમાં તેજા કાનગડ, મહેશ તિર્થાણી, અનિમેશ મોઠી, કૈલેશ ગોર, દામજી ભાનુશાળી, રોહિત પ્રસાદ, સમીર મહેતા તથા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, વ્યાપારીઓ, મહિલાઓ, યુવા ઉદ્યોગ સાહસિકો તથા સી.એ. ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. MSME ઉદ્યોગો માટે ધિરાણની યોજનાઓ અમલમાં સીડબીના રાજકોટ રીજનના જનરલ મેનેજર ઋષિ પાંડેએ તેમના જણાવ્યું હતું કે, ગાંધીધામ રાજ્યનું પોર્ટ સીટી અને આયાત-નિકાસ ક્ષેત્રનું ગેટ-વે છે ત્યારે સૂક્ષમ, મધ્યમ ઉદ્યોગો થકી ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિક માટે વિકાસની અનેક તકો પ્રાપ્ત કરવા સીડબી ધિરાણ માટે અનેક યોજનાઓ સાથે વિકાસમાં સહભાગી થવા તત્પર છે તથા ફાયનાન્સ ઉપરાંત તેને લગતી સ્પોર્ટ સીસ્ટમ ધરાવે છે. સીડીબીએ MSME ઉદ્યોગો માટેના સરળ ધિરાણ માટે ઘણી યોજનાઓ મુકેલ છે જેથી ઉદ્યોગોને નાણાકીય સધ્ધરતા પ્રાપ્ત થઇ શકે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow