અકસ્માતનું જોખમ વધ્યું:નવસારી શહેરમાં ઢોરોના અડીંગાએ ટ્રાફિકજામ સર્જ્યુ
નવસારી શહેરી વિસ્તારમાં ઢોરોનો ત્રાસ ઓછો નથી થઇ રહ્યો. એકતરફ પાલિકા ઢોર પકડવાની કામાગીરી ચાલી રહી છે. તેમ છતાં પણ શહેરમાં ઢોર ઓછા નથી થઇ રહ્યા. જેના કારણે શહેરીજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. નવસારીના લાયબ્રેરીથી સેન્ટ્રલ બેંક સુધીના રોડ પર મોટી સંખ્યામાં ઢોરોએ અડીંગો જમાવ્યો હતો. જેના કારણે લાંબો ટ્રાફિકજામ થયો હતો. તો બાજુમાં જ શાળા હોય બાળકો પર અકસ્માતનું જોખમ વધ્યું હતું.

What's Your Reaction?






