દીકરીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી, પ્રિન્સિપાલ પિતાનું દર્દ છલકાયું:અમે મોબાઇલ-વાહનની જીદ ન જાણી શક્યા, તમે મિત્ર બનીને સમજજો; બાળકને સ્ક્રીન એડિકશનથી બચાવવા આટલું કરો

અત્યારનાં બાળકો મોબાઈલ માટે જીવ આપવા સુધી તૈયાર થઈ જાય છે, જેનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઇલ અને વાહનની જીદમાં મા-બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. કિશોરીની 2 દિવસની સારવાર બાદ મોત થયું હતું. આ ઘટના બાદ કિશોરીના પ્રિન્સિપાલ પિતા પ્રવીણસિંહનું ભાસ્કર સમક્ષ દર્દ છલકાયું છે. તેમને દર્દભરી અપીલ કરતાં કહ્યું હતું કે તમારા બાળક ક્યાં મુદ્દે અને એ મુદ્દાને લઈને કેમ જીદ કરે છે એ જાણવાનો હંમેશાં પ્રયત્ન કરજો, મેં મારી દીકરીની જીદમાં દીકરી જ ખોઈ દીધી છે, અમે અમારી દીકરીની મોબાઈલ-વાહનની જીદ ન જાણી શક્યા, પણ તમે મિત્ર બનીને ચોક્કસથી સમજજો. પ્રિન્સિપાલને 14 વર્ષની દીકરી સાથે વધુ લાગણી હતી અમદાવાદના વસ્ત્રાલમાં પ્રવીણસિંહ નામના આચાર્ય રહે છે જે વર્ષોથી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પ્રવીણસિંહના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો હતાં, જેમાં 9 વર્ષનો પુત્ર અને 14 વર્ષની કિશોરી હતી. પ્રવીણસિંહ શિક્ષક હોવાના કારણે તેઓ નિયમિત સ્કૂલેથી ઘરે આવતા અને બાળકોના અભ્યાસ પર ધ્યાન આપતા હતા. ખાસ તેમને તેમની 14 વર્ષની દીકરી સાથે વધુ લાગણીઓ હોવાથી તેને વધુ વહાલ કરતા હતા. તેઓ હંમેશાં પરિવાર સાથે જમતા અને દિનચર્યાની ચર્ચા કરતા હતા. 30 મિનિટમાં જ ત્રીજા માળેથી કૂદીને મોતની છલાંગ લગાવી 1 જુલાઈના રોજ તેઓ સાંજે પરિવાર સાથે જમ્યા હતા. આ દરમિયાન 14 વર્ષની કિશોરીએ મોબાઇલ તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ અને વાહન લઈ જવાની જીદ કરી હતી. આ જીદમાં જ કિશોરીએ આત્મહત્યા કરી લીધી હતી. આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે, કારણ કે આ કિશોરી પોતાનાં મા-બાપ સાથે સારી રીતે જ રહેતી હતી, પરંતુ અચાનક જ કિશોરીના મગજમાં કંઈક આવ્યું અને તેણે વાહન લઈ જવાની, મોબાઇલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની જીદ પકડી હતી, જેને મા-બાપે મનાઈ કરતાં આ કિશોરીએ 30 મિનિટમાં જ ત્રીજા માળેથી કૂદીને મોતની છલાંગ લગાવી હતી. એક્સેસ ચલાવવાની અને મોબાઇલમાં ઈન્સ્ટાગ્રામ વાપરવાની જીદ કરી કિશોરીના પિતા પ્રવીણસિંહે જણાવ્યું હતું કે બનાવના દિવસે મારી દીકરીનું વર્તન રાબેતા મુજબનું હતું. ઘરે આવીને હોમવર્ક કર્યું હતું. મારી દીકરીની કોઈ જીદ હતી જ નહીં. એ દિવસે માત્ર અડધા કલાકમાં એક્સેસ ચલાવવાની અને મોબાઇલમાં ઈન્સ્ટાગ્રામ વાપરવાની જીદ કરી અને ઘરમાંથી ચાવી લઈને નીકળી ગઈ હતી. એ બાદ એક્સેસ ચાલુ કરી હતી, પરંતુ મારી પત્નીએ નીચે જઈને રોકી લીધી હતી. મારી દીકરી ગુસ્સામાં ચાવી ફેંકીને ત્યાંથી જતી રહી હતી. દીકરીએ મારી પત્નીનો હાથ છોડાવીને ત્રીજા માળેથી છલાંગ લગાવી એ બાદ મારી પત્ની તેને લઈને આવી રહી હતી ત્યારે મારી દીકરીએ કહ્યું કે તે સીડીથી આવશે, જેથી મારી પત્ની તેને સીડીથી લઈને આવી રહી હતી. આ દરમિયાન અચાનક મારી દીકરીએ મારી પત્નીનો હાથ છોડાવીને ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી હતી. એમાં તેને ઇજા થતાં નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી એલ.જી હોસ્પિટલ અને ત્યાથી SVP હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. માથામાં હેમરેજ અને ફેક્ચર થયું હોવાના કારણે દીકરીનું 2 દિવસની સારવાર બાદ અવસાન થયું હતું. વાલીએ આ શીખ લેવાની જરૂર બાળક ગુમસૂમ રહેતું હોય અથવા વધારે જીદ કરતું હોય તો કારણ શોધીને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. માતા-પિતાએ બાળકના મિત્ર બનીને રહેવું જોઈએ, જેથી બાળક સહેલાઈથી શું ઈચ્છા છે એ કહી શકે. બાળક પર ગુસ્સો ના કરવો જોઈએ, પ્રેમથી વાત કરવાથી હકીકત ખબર પડશે. આ પણ વાંચો: અમદાવાદની સોમ લલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું મોત, CCTV અમે દીકરીને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો મારી દીકરીની ડિમાન્ડ હતી કે મને સ્કૂલે લઈ જવા એક્સેસ આપો. મોબાઈલ કાયમ માટે આપો. સોશિયલ મીડિયા પણ ઉપયોગ કરવા દો. અમારું માનવું છે કે સોશિયલ મીડિયાના ઉપયોગના કારણે અભ્યાસ પર અસર પડશે અને સંસ્કાર પણ બગડે એવી શક્યતા છે, જેથી સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો હતો. આવા બનાવમાં મુખ્ય કારણ સ્ક્રીન એડિક્શન સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતું કે આ બનાવમાં મુખ્ય કારણ સ્ક્રીન એડિક્શન લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અન્ય લોકો સોશિયલ મીડિયા પર છે, જેથી અમારી પણ સોશિયલ મીડિયામાં હાજરી હોવી જોઈએ. વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયામાં ખરેખર કઈ કામ હોતું નથી. કેટલાક ગેમ રમતા હોય છે, કેટલાક માત્ર પોસ્ટ કરતા હોય છે. દેખાદેખી અને મનમાં એકલતા લાગે ત્યારે અને ઘરમાં માતા-પિતાનું વર્તન પણ યોગ્ય ન હોય ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે બાળકને આવું થાય ત્યારે તેને સાઇકોથેરાપી લેવી જોઈએ. આ પણ વાંચો: વિદ્યાર્થીઓ આપઘાત કેમ કરે છે? વાલીઓ-શિક્ષકો શું કરી શકે? એક્સપર્ટ પાસેથી જાણો ખતરાની નિશાની અને રેડ ફ્લેગ્સ

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow