''ભાગ મિલ્ખા ભાગ' માત્ર ખેલાડીની નહીં પણ ભારતના ભાગલાની કહાણી':ડિરેક્ટર રાકેશ મહેરાએ પડદા પાછળની વણકહી વાર્તા વાગોળી; 8 ઓગસ્ટે રી રિલીઝ થશે
ભારતીય ઈતિહાસના મહાન ઍથ્લીટ મિલ્ખા સિંહની કહાણીને ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાએ વર્ષ 2013માં તેમની બાયોપિક 'ભાગ મિલ્ખા ભાગ' દ્વારા મોટા પડદા પર કંડારી હતી. 12 વર્ષ બાદ આ ફિલ્મ ફરી એકવાર રિલીઝ થઈ રહી છે. પહેલા તે 18 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે 8 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રાકેશ ઓમપ્રકાશ મહેરાએ જણાવ્યું કે, આ ફિલ્મ માત્ર એક સ્પોર્ટ્સ પર્સનના જીવનની કહાણી નથી, પરંતુ તે ભારતના ભાગલાને પણ દર્શાવે છે. ખાસ વાત એ છે કે મિલ્ખા સિંહે પોતાની બાયોપિક માટે માત્ર એક રૂપિયો લીધો હતો. આ વાતચીત દરમિયાન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ ફિલ્મના નિર્માણ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી. અહીં તેના કેટલાક મહત્વપૂર્ણ અંશો... 'ભાગ મિલ્ખા ભાગ' માત્ર એક ફિલ્મ ન હતી પરંતુ એક ક્રાંતિ, એક પ્રેરણા હતી. આ માટે તમારા અને ફરહાન અખ્તરના વખાણ કરીએ તેટલા ઓછા હશે. અમે તો આ ફિલ્મની એક નાનકડી કડી છીએ, વાર્તા તો મિલ્ખાજી વિશે છે. અમે કહાણીથી પ્રેરિત થયા અને તેને પડદાં પર લાવવાનો પ્રયાસ કર્યો. બધાએ તેમાં દિલ લગાવીને કામ કર્યું. આ માત્ર એક સ્પોર્ટ્સ પર્સનની વાર્તા નથી, પરંતુ ભારતના ભાગલાની વાર્તા છે. તમે સૌપ્રથમ મિલ્ખા સિંહની આત્મકથા ગુરુમુખીમાં વાંચી, તે સમયની તમારી પાસે કેવા પ્રકારની યાદો છે? મને ગુરુમુખી (પંજાબી ભાષાની લિપિ) કેવી રીતે વાંચવી તે આવડતું ન હતું. મારા એક કાકા છે. ભાગલા પછી તેઓ ભારત આવ્યા. તેમણે ગુરુમુખીમાં આત્મકથા વાંચી અને કહ્યું કે દીકરા, આ બહુ ઊંડી વાર્તા છે. હું મિલ્ખાજી વિશે જાણતો હતો. મેં તેમના વિશે વિકિપીડિયા પર વાંચ્યું હતું, પરંતુ તે પૂરતું ન હતું. હું એક મિત્ર દ્વારા મિલ્ખાજીને મળ્યો. જ્યારે હું તેમને ચંદીગઢમાં પહેલીવાર મળ્યો, ત્યારે હું ભૂલી ગયો હતો કે, સાંજે મારી રિટર્ન ફ્લાઈટ છે. મને લાગ્યું કે, હું મારા પોતાના ઘરે પાછો આવી ગયો છું. હું એક અઠવાડિયું ચંદીગઢમાં રોકાઈ ગયો. મિલ્ખાજીની બાયોપિક માટે ઘણા લોકો મને પહેલા પણ મળ્યા હતા. મિલ્ખાજીના દીકરા જીવે કહ્યું કે, રાકેશ જ ફિલ્મ બનાવશે અને અમે માત્ર એક રૂપિયો લઈશું. સ્ક્રીન પર કોઈનું જીવન બતાવવું એ માત્ર એક કામ નથી પણ એક મોટી જવાબદારી છે. બાકીની ફિલ્મો હિટ અને સુપરહિટ થાય છે. આ ફિલ્મ પણ જબરદસ્ત હિટ બની હતી અને તેને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. આ બધી બાબતો એક બાજુ હતી, પરંતુ જો કોઈ ફિલ્મ લોકોના જીવનનો ભાગ બની જાય, તો મને લાગે છે કે ફિલ્મ બનાવવી સાર્થક છે. તમારી ફિલ્મમાં ક્યારેય હાર ન માનવાનો જે જુસ્સો બતાવવામાં આવ્યો છે, તે લોકોને ઘણો પ્રેરિત કરે છે. તમે બહુ ઊંડી વાત કહી દીધી. જ્યારે આપણે કોઈ સ્પર્ધામાં ભાગ લઈએ છીએ, ત્યારે જ આપણે જીતીએ છીએ કે હારીએ છીએ. હું માનું છું કે આપણી સ્પર્ધા ફક્ત આપણી જાત સાથે જ હોવી જોઈએ. આ આપણને વધુ સારી અને મજબૂત વ્યક્તિ બનાવી શકે છે. મિલ્ખાજીની વાર્તા પણ એવી જ છે. તે પોતાની સામે જ જીતે છે. આવી પીરિયડ ફિલ્મ બનાવવાથી લઈને કાસ્ટિંગ સુધી, તમારે કેવા પડકારોનો સામનો કરવો પડ્યો? પડકાર જેટલો મોટો હોય છે, તેટલો જ વધારે આનંદ મળે છે. પડકારો તો હતા, પણ હું તેમાંથી ઘણું શીખ્યો. જ્યારે આ વાર્તા એ સમયની છે, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો. મેં મારી પોતાની આંખોથી ન જોઈ હોય, તેવું દર્શાવવાનું હતું. મારે તેમાં ઘણું સંશોધન કરવું પડ્યું. રમતગમતની બાબતમાં મારે આટલી મહેનત કરવી પડી નથી, કારણ કે હું પોતે એક સ્પોર્ટ્સમેન હતો. હું દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરતો હતો. હું મિલ્ખા સિંહ અને દારા સિંહની વાર્તાઓ સાંભળતો હતો. મિલ્ખાજી ટ્રેનિંગ દરમિયાન બેભાન થઈ જતા હતા. તેમને લોહીની ઊલટી થતી હતી. એ લોકો અમારા સમયમાં હીરો હતા. તે સમયે મિલ્ખા સિંહજીનું લક્ષ્ય હતું કે, તેઓ દોડશે તો તેમને એક ગ્લાસ દૂધ અને બે ઈંડા મળશે. તેમનું ધ્યેય દુનિયા બદલવાનું ન હતું, પણ પેટ ભરવાનું હતું. ક્યાંકને ક્યાંક વ્યક્તિ પોતાનું આખું જીવન બે સમયનું ભોજન કમાવામાં વિતાવી દે છે, પરંતુ મિલ્ખા સિંહજીએ તેને એવી રીતે બદલી નાખ્યું કે ઈતિહાસ રચાઈ ગયો. શું આ ફિલ્મ માટે ફરહાન અખ્તરને બદલે અક્ષય કુમાર અને રણબીર કપૂર પહેલી પસંદગી હતી? હું પહેલા સ્ક્રિપ્ટ લખું છું, પછી કાસ્ટિંગ કરું છું. એકવાર પાત્ર સમજાય જાય, પછી અમે એક્ટર્સનો સંપર્ક કરીએ છીએ. જ્યારે પાત્રનો ઉદય થયો, ત્યારે ઘણા નામો સામે આવ્યા, પરંતુ એક કહેવત છે ને કે, દાને દાને પર લિખા હૈ ખાને વાલે કા નામ. તેના પર તો ફરહાનનું નામ જ લખેલું હતું. તેમણે એવી છાપ છોડી કે, આપણે તે ભૂમિકામાં અન્ય કોઈ એક્ટરની કલ્પના પણ કરી શકતા નથી. શું ફરહાન અખ્તરનું ટ્રાન્સફોર્મેશન જોઈને ખરેખર મિલ્ખા સિંહના દીકરી સોનિયા બેભાન થઈ ગયાં હતાં? અમે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં શૂટિંગ કરી રહ્યા હતા. મિલ્ખાજીના દીકરી સોનિયાજી આવ્યાં. મેં કહ્યું, હું તમને કોઈની સાથે પરિચય કરાવીશ. જ્યારે તેમણે ફરહાનને જોયો, તો તેમને આશ્ચર્ય થયું. તેણીએ કહ્યું, 'અરે પપ્પા,તમે!' જ્યારે ફરહાન અખ્તર પહેલીવાર મિલ્ખા સિંહને મળ્યો, ત્યારે શું બંને વચ્ચે કોઈ ચેલેન્જિંગ રેસ થઈ હતી? અમે સવારે 6 વાગ્યે પ્રિયદર્શિની પાર્કમાં ટ્રેનિંગ માટે પહોંચી જતા. એકવાર મિલ્ખા સિંહજી કેનેડા જઈ રહ્યા હતા. તેમની ફ્લાઈટ મુંબઈથી હતી. મેં તેમને કહ્યું કે, સવારે અમારી ટ્રેનિંગમાં આવો, જો તમે ફરહાન સાથે 400 મીટરનો રાઉન્ડ લગાવશો, તો સારું લાગશે. 80 વર્ષની ઉંમરે તેમણે ફરહાનને દોડવાની સ્ટાઈલ શીખવી હતી. તે રેસ કે ચેલેન્જ નહોતી. તે એક નાની ક્ષણ (મોમેંટ) હતી, જે અમે જીવી રહ્યા હતા. બીજી અદ્ભુત ક્ષણ તો એ પણ હતી, જ્યારે ફિલ્મની રિલીઝ બાદ મિલ્ખા સિંહજીએ ફરહાનને પોતાના ઑલિમ્પિકમાં પહેરેલા શૂઝ ભેટ કરી દીધા હતા. તેની પાછળની કહાણી ખૂબ પ્રેમાળ છે. જ્યારે મને ખબર પડી કે સ્પાઇક્સ શૂઝની હરાજી થઈ રહી છે, ત્યારે હું તેને લેવા ગયો અને 20 લાખમાં ખરીદી લીધા. હું પ્રેસ કોન્ફરન્સ માટે ચંદીગઢ ગયો હતો. મેં તે શૂઝ મિલ્ખાજીને આપી દીધા. મિલ્ખાજીએ અગાઉ તે સ્પાઇક્સ શૂઝ ચેરિટી માટે દાનમા

What's Your Reaction?






