ગણપતિ બાપા મોરિયા!!:નેશનલ એવોર્ડ વિજેતા રાની મુખર્જી સિદ્ધિવિનાયકના શરણે, 30 વર્ષના કરિયરમાં પહેલો એવોર્ડ મળ્યો

બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી હાલ ખૂબ જ ખુશ છે. એક્ટ્રેસે તેના 30 વર્ષના કરિયરમાં પહેલીવાર નેશનલ એવોર્ડ જીત્યો છે. 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ખુશીની ક્ષણમાં તે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી અને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. રાની મુખર્જી બાપ્પાના શરણે! રાની મુખર્જીની આ તસવીરો સિદ્ધિવિનાયક મંદિરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. જેમાં એક્ટ્રેસ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેણે બ્લૂ સૂટ પહેર્યો છે. એક્ટ્રેસના ખભા પર શાલ અને કપાળ પર તિલક છે. તસવીરોમાં, રાની ગણપતિ બાપ્પા સામે હાથ જોડીને ઊભેલી જોવા મળી રહી છે. આ પોસ્ટ પર, એક્ટ્રેસના ફેન્સ તેને એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' OTT રિલીઝ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' વિશે વાત કરીએ તો, જેના માટે રાનીને નેશનલ એવોર્ડ મળ્યો છે, તેમાં તેણે દેબિકા ચેટર્જીની ભૂમિકા ભજવી હતી. તેમાં અનિર્બાન ભટ્ટાચાર્ય, નીના ગુપ્તા અને જીમ સર્ભ પણ હતા. આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. તમે તેને OTT પર જોઈ શકો છો. તે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. શાહરુખ ખાનને 'જવાન' માટે મળ્યો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. શાહરુખ ખાને પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કાર મળતાં ખુશી વ્યક્ત કરી છે. તેણે પોતાના દિગ્દર્શકો, ટીમ અને પરિવારનો પણ આભાર માન્યો અને આ સન્માનને અમૂલ્ય સિદ્ધિ ગણાવી. રાની મુખર્જીની અપકમિંગ ફિલ્મો રાની મુખર્જીએ 1996માં બંગાળી ફિલ્મ 'બિયેર ફૂલ'થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે તે જ વર્ષે 'રાજા કી આયેગી બારાત'થી સ્ટારડમ હાંસલ કર્યું હતું. ત્યારબાદ તે 'ગુલામ', 'કુછ કુછ હોતા હૈ', 'મહેંદી', 'હેલો બ્રધર', 'ચોરી ચોરી ચૂપકે ચુપકે', 'કહીં પ્યાર ના હો જાયે', 'હમ તુમ', 'બંટી ઔર બબલી', 'કભી અલવિદા ના કહેના', 'તલાશ' અને 'હિચકી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. હવે તે 2026માં 'કિંગ' અને 'મર્દાની 3'માં જોવા મળશે.

Aug 4, 2025 - 12:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow