બોલો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCAના પ્રેકટિકલ વિષયની લેખિતમાં પરીક્ષા લીધી!:6091 માંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થતા KCG પર ઠીકરું ફોડાયું, એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને 0 માર્ક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ BCA સેમેસ્ટર-4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેતા 6091માં 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમાં સુરેન્દ્રનગરની એક જ કોલેજના 11 વિદ્યાર્થીઓને તો 0 માર્ક આવતા યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિને લઈ સવાલ ઉઠ્યા છે. રાજ્યની એકપણ યુનિવર્સિટી આ રીતે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં નથી લઈ રહી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી KCG ( નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇનને આગળ ધરી બચાવ કરી રહી છે. જો કે, હવે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય બદલે તેવી વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો આશા રાખીને બેઠા છે. દિવ્ય ભાસ્કરે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીસી, સિન્ડિકેટ મેમ્બર, કોલેજ સંચાલકો અને અધ્યાપકો સાથે વાત કરી અને સમગ્ર સમસ્યા અને તેનો ઉકેલ જાણવાનો પ્રયાસ કર્યો હતો. BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં ટોપર પણ નાપાસ થયા! તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BCA સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માઇનોર 3 પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 વિષયમાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. એટલે કે પ્રેક્ટિકલ બેઝડની પ્રોગ્રામિંગ માટેની પરીક્ષા વિદ્યાર્થીઓએ લેખિતમાં આપી હતી. જેમાં કુલ 6091 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજનું પ્રોગ્રામિંગ વિદ્યાર્થીઓને પ્રશ્નોમાં પૂછવામાં આવ્યા હતા. આ વિષય પ્રેક્ટિકલનો છે. પરંતુ આમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક વિભાગની હઠ અને અણઘડ વહીવટના કારણે ન છૂટકે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ પરીક્ષા લેખિતમાં આપવી પડી છે. કોલેજ સંચાલકોની રજૂઆતો પર પણ ધ્યાન ન અપાયું સામાન્ય રીતે પ્રશ્ન નંબર 1 અને તેમાં એ,બી,સી ઉપક્રમે 3,2,5 માર્ક્સ મળી કુલ 10 માર્ક્સનો એક એવા 5 પ્રશ્ન પૂછવા બદલે પેપર સેટર દ્વારા 10 માર્ક્સનો એક પ્રશ્ન તેના અથવામાં 10 માર્કસનો એક પ્રશ્ન મળી કુલ 5 પ્રશ્ન સાથે 50 માર્ક્સનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. આ પણ એક મોટી ભૂલ કહેવાય અને તેના માટે પ્રશ્નપત્ર આવતાની સાથે જ કેટલીક કોલેજના સંચાલકોએ તુરંત જ આ ભૂલ અંગે પરીક્ષા વિભાગનું ધ્યાન દોર્યું હતું. જો કે એ સમયે હવે કશું ન થાય કહી વાત ઉડાવી દેવામાં આવી હતી અને આ પરિણામ ભોગવવાનો વારો વિદ્યાર્થીઓને આવ્યો છે. એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ શા માટે નાપાસ થાય તે સવાલ યુનિવર્સિટીના સત્તાધીશોને સતાવી નથી રહ્યો કારણકે વિદ્યાર્થીઓ પાસ થાય કે નાપાસ તેનાથી તેમને કોઈ લેવા દેવા નથી. 'અમારી કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝ્ડ ઓન વિષયમાં 0 માર્ક આવ્યા' દિવ્યભાસ્કર દ્વારા સુરેન્દ્રનગરની સી.યુ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશનના પ્રિન્સિપાલ આર.આર.હર્ષાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તો તેમણે જણાવ્યું હતું કે અમારી કોલેજમાં BCA સેમેસ્ટર 4માં કુલ 130 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તાજેતરમાં જ આ પરીક્ષાનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવેલુ છે. જેમાં અમારી કોલેજના 11 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝડ ઓન CS-22, CS-23, CS-24 (24) વિષયમાં 50 માંથી 0 માર્ક આવ્યા છે. જયારે અન્ય વિદ્યાર્થીઓને 3થી લઇ 12 સુધી માર્ક આવ્યા હોવાના પુરાવા દિવ્યભાસ્કર પાસે આવ્યા છે. એટલે કે આ કોલેજના કુલ 30થી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ પરીક્ષામાં નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે અને તેમાં પણ નવાઈની વાત એ છે કે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓ અન્ય વિષયમાં સારા માર્ક્સ ધરાવે છે પરંતુ માત્ર પ્રેક્ટિકલ પરીક્ષામાં જ તેઓ નાપાસ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે 11 વિદ્યાર્થીઓને 0 માર્ક આવતા કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમા જણાવ્યું છે કે, એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે જેથી વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે. અમારી કોલેજમાં BCAના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાની પૂરતી પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. BCA સેમેસ્ટર-4ની પરીક્ષામાં 24 ટકા વિદ્યાર્થીઓ નાપાસ આ પછી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીને મળ્યા અને BCA સેમેસ્ટર- 4ની પરીક્ષામાં સુરેન્દ્રનગરની એક કોલેજમાં પ્રેક્ટિકલ બેઝડ ઓન CSના જ એક જ વિષયમાં 32 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી BCA સેમેસ્ટર 4ની પ્રેક્ટિકલ વિષયમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેની વિગત માંગી હતી. જેમાં કુલપતિના કહેવાથી ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. મનીષ શાહ પાસેથી વિગત મળી તો આ આંકડો સૌ કોઈને આશ્ચર્ય ચકીત કરી દે તેવો હતો કારણ કે 6091 વિદ્યાર્થીઓએ આપેલી પ્રેક્ટિલ પરીક્ષામાં 24% એટલે કે 1450 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું સામે આવ્યું છે. KCGની ગાઈડલાઈનનું અર્થઘટન કરી પરીક્ષા લેવામાં આવી યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ મંથન કરવામાં ન આવતા દિવ્યભાસ્કરની ટિમ દ્વારા આ વાતને ગંભીરતા પૂર્વક સમજી ઇન્વેસ્ટીગેશન કરવામાં આવતા માલૂમ પડ્યું કે KCG ( નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત)ની એક ગાઇડલાઇન છે જે મુજબ કોઈપણ પેપરમાં 50 માર્કની થીયરી અને 50 માર્કની પ્રેક્ટિકલ પરીક્ષા ફરજીયાત છે. જેને આધાર બનાવી યુનિવર્સિટીના એકેડેમીક ઓફિસર ચંદ્રેશ કાનાબાર દ્વારા પ્રેક્ટિકલના વિષયમાં પણ થિયરી પેપર લેવાનું નક્કી કર્યું. જેને કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીના ડીન સી. કે. કુંભારાણાએ સહમતી આપી. જોકે તેમાં આ જ ફેકલ્ટીના કેટલાક સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને દલીલ કરી હતી કે પ્રેક્ટિકલ વિષયની પરીક્ષાનું પેપર પ્રેક્ટિકલમાં જ હોવું જોઈએ. પ્રેક્ટિકલ પરીક્ષાનું થિયરી પેપર લેવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડે તેમ છે. જોકે તે વખતે એકેડેમીક ઓફિસર દ્વારા આ બાબતને નજર અંદાજ કરવામાં આવી જેના કારણે જ હાલ આ વિષયમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થઈ રહ્યા છે. રેન્કર સ્ટુડન્ટ્સ પણ નાપાસ થતા પરીક્ષા પદ

What's Your Reaction?






