લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક:29 ઓગસ્ટે મળનારી લેન્ડગ્રેબિંગની બેઠકમાં 50થી વધુ કેસોની ચર્ચા થશે
લાંબા સમય પછી 29 ઓગસ્ટે યોજાનારી લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં પુન: વિચારના કેસો અને નવીન સહિત અંદાજે 55 જેટલા કેસોની ચર્ચા કરવામાં આવશે. જિલ્લામાં કમિટી દ્વારા નિર્ણય ન કરાતા છેલ્લા ઘણા સમયથી લેન્ડગ્રેબિંગનો એક પણ કેસ નોંધાયો નથી. ભુમાફિયા ઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ મહેસાણા જિલ્લામાં કાર્યવાહી કરવા લાંબા સમય પછી આગામી 29 ઓગસ્ટના રોજ કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળવાની છે. જેમાં ગત બેઠકમાં જે 39 કેસો હતા. તે પૈકી 14 કેસોના લેન્ડ ગ્રેબિંગ થતું ન હોવાથી તેને દફતરે કરવામાં આવ્યા હતા. જ્યારે 25 કેસોનો તપાસ અહેવાલ મંગાવવાનો હોય તે કેસો પણ આ બેઠકમાં પણ ચર્ચાશે. નવા આવેલા 30 કેસો મળી અંદાજે કુલ 55 જેટલાકેસો ઉપર ચર્ચા કરીને નિર્ણય કરાશે.

What's Your Reaction?






