કોપી કેસના દોષિત વિદ્યાર્થીઓને છેલ્લી તક:યુનિ.માં કોપીકેસના દંડ માટે અંતિમ તક
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે,મેં 2025માં લેવાયેલી પરીક્ષાઓમાં થયેલા કોપી કેસના દોષિત જાહેર થયેલા વિદ્યાર્થીઓને થયેલા દંડની રકમ ભરવાની તારીખ પહેલી જુલાઈથી 30 જુલાઈ હતી. જે વિદ્યાર્થીઓ દ્વારા દંડની રકમ આ નિયત સમયગાળામાં ભરવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓના હિતમાં તારીખ 8 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ સુધી દંડની રકમ ભરવા માટે એક અંતિમ તક આપવામાં આવી છે જે સંબંધિત વિદ્યાર્થીઓએ ધ્યાને લેવા કાર્યકારી કુલ સચિવ ભાવેશભાઈ જાનીએ જણાવ્યું છે.

What's Your Reaction?






