પર્યાવરણ જાગૃતિ માટે રેલી અને વૃક્ષારોપણનું આયોજન:દાહોદમાં બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ પ્લાસ્ટિક વિરોધી રેલી યોજી
દાહોદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી છે. આ વર્ષની થીમ "જગતભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો" હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. બેંક ઓફ બરોડાના કર્મચારીઓએ દાહોદ નગરમાં પ્લાસ્ટિક વિરોધી રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના કારણે થતા નુકસાન અંગે લોકોને જાગૃત કર્યા હતા. પ્લાસ્ટિક પ્રદૂષણથી પર્યાવરણ, પશુઓ અને માનવ આરોગ્યને થતા નુકસાનને રોકવા નાગરિકોને અપીલ કરી હતી. રેલી બાદ બેંકના કર્મચારીઓએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં રિજનલ મેનેજર રામ નરેશ યાદવ, ડેપ્યુટી રિજનલ મેનેજર પ્રવીણ ગાંધી, લીડ બેંક મેનેજર જીજ્ઞેશ પરમાર અને આર.બી.ડી.એમ. અમિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા દાહોદના નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક પ્રદૂષણથી વધતા પર્યાવરણીય જોખમો અને કુદરતી આફતોને રોકવા માટે લોકોને ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

What's Your Reaction?






