વીજકંપનીની બેદરકારી સામે પરિવારે રોષ ઠાલવ્યો:ઝરવાણી ગામે ખેતરમાં તૂટેલા વાયરને અડી જતાં યુવતી દાઝી
ઝરવાણી ગામે ખેતરમાં તૂટેલા વાયરને અડી જતાં યુવતી દાઝી ગઇ હતી. ગરુડેશ્વર તાલુકાના જુનારાજ ઉપલા ફળીયાના મૂળ વતની અને 23 વર્ષીય કહારી તેની મોટી બેનના ઘરે ઝરવાણી ગામે ગઇ હતી. ઝરવાણી ગામમાં તે સવારે 8 વાગ્યે ખેતરમાં નિંદામણ માટે ગઇ હતી. આ દરમિયાન ખેતરમાં વીજવાયર તૂટેલી હાલતમાં પડેલો હતો. કહારીને વીજવાયરનો ખ્યાલ નહિ રહેતાં તે વીજવાયરને અડી જતાં તે દાઝી ગઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ગરૂડેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી. જયાં તેની સારવાર ચાલી રહી છે. વીજકંપનીની બેદરકારી સામે પરિવારે રોષ ઠાલવ્યો હતો.

What's Your Reaction?






