પુલની હાલત ખખડધજ:કુંડલા-મહુવા સ્ટેટ હાઇવે પર જામવાળી નદીનો પુલ જોખમી

સાવરકુંડલા-મહુવા સ્ટેટ હાઇવે પર ખડસલી ખાતે આવેલ જામવાળી નદીનો પુલ અત્યંત ખરાબ અને જોખમી સ્થિતિમાં છે. આ પુલના ઊભા કોલમ અને આડા બીમમાં ગંભીર તિરાડો દેખાઈ રહી છે, જેમાં સળિયા ખુલ્લા પડી ગયા છે. અમુક જગ્યાએ પુલની છતમાં ગાબડાં પડી ગયા છે અને આખા પુલ પર પીપળાના વૃક્ષો ઊગી નીકળ્યા છે, આ પુલ પરથી દરરોજ અસંખ્ય વાહનો પસાર થાય છે. વાહનો સામસામે આવે ત્યારે અહીં વિકટ પરિસ્થિતિ સર્જાય છે, જે ગંભીર અકસ્માતનું જોખમ વધારે છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો ગંભીરા પુલની જેમ આ પુલ પણ ધરાશાયી થઈ શકે છે, જેનાથી જાનહાનિ અને મોટું નુકસાન થઈ શકે છે.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow