બેઠક યોજાઈ:પાલિતાણામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

આગામી તા.15મી ઓગષ્ટ-2025 સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પાલિતાણા ખાતે કરવામાં આવશે. આ ઉજવણીને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓને અનુલક્ષી ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.જિલ્લા કલેકટરના દિશાનિર્દેશ મુજબ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમના સુચારુ આયોજન અંગે પૂર્વ તૈયારીઓ શરુ કરવામાં આવી છે. કાર્યક્રમના આયોજન માટે કલેકટરે વિવિધ વિભાગો પાસેથી માહિતી મેળવી હતી. તેમજ બેઠક વ્યવસ્થા, પ્રાથમિક સુવિધા, વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા, સરકારી કચેરીઓ ખાતે રોશની અને રંગ રોગાન કરવા, સાફસફાઈ, સ્થળ પર મેડિકલ ટીમ સહિતની તમામ કામગીરીની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન. ડી. ગોવાણી, પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષ મિહિર બારૈયા, પાલિતાણા પ્રાંત અધિકારી, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow