મનોવિકલાંગ બાળકો દ્વારા સુંદર રાખડી:મનોવિકલાંગના બાળકો દ્વારા થાય છે રૂપિયા બે લાખની રાખડીઓનું વેચાણ
ભાવનગરમાં એક વિશિષ્ટ સેવાકીય ઉપક્રમ અંતર્ગત મનોવિકલાંગ બાળકોની શાળા અંકુર દ્વારા દર વર્ષે રાખડીનું નિર્માણ કરવામાં આવે છે અને દર વર્ષે બે લાખની કિંમતની રાખડીઓનું વેચાણ થાય છે આ વખતે પણ આ રીતે રાખડીઓ તૈયાર કરવામાં આવી છે અને વેચાણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં મંદ બુદ્ધિના બાળકો દ્વારા કલાત્મક રાખડીઓ બનાવવામાં આવી છે. બહેનો ભાઈઓ માટે આ રાખડી લઈને એક રીતે રક્ષાનું કાર્ય તો કરે જ છે અને સાથે એક સેવાકીય કાર્ય પણ બચાવે છે. અંકુર શાળા ખાતે મંદબુધ્ધિ બાળકો બનાવવામાં આવેલ વિવિધ આકર્ષક રાખડીઓનુ ઓનલાઇન વેચાણ થઇ રહ્યુ છે. 2 લાખ સુધીની રાખડીઓનુ વેચાણ કરવામાં આવે છે. અને આ તમામ રકમ મંદબુધ્ધિના બાળકોને આપી દેવામાં આવે છે. આ માટે નેહલબેન ગઢવી, વોકેશનલ વિભાગની ટીમ પ્રયત્નશીલ રહે છે. શાળા ખાતે મંદબુધ્ધિના બાળકોને રાખડીના, અલગ સ્ટોન, મોતી, દોરી, ચિત્ર સહિતની વસ્તુઓ અપાવી દેવામાં આવે છે. તેઓ પોતાની સંવેદના અને સ્પર્શ સાથે રાખડીઓ તૈયાર કરી રહ્યા છે. રાખડીનુ ઓનલાઇન વેચાણ કરવામાં આવે છે અંકુર શાળા સરદારનગર ખાતે સવારનાં 12 થી સાંજનાં 4 દરમ્યાન તેમજ મોબાઈલ નંબર 8238999090 /8238989090 પર રાખડીઓનું ઓનલાઈન વેચાણ શરૂ છે ઓનલાઈન માટે બહેનો જ્યા કહેશે તે શહેરમાં રાખડી પહોચાડી આપવામાં આવશે.

What's Your Reaction?






