સોના ઉપર ઘડામણ મોંઘી:બહેનોની લાગણીનું માર્કેટિંગ, રાખડી મોકલવાના ભાવ આસમાને
તા.9 ઓગસ્ટને શનિવારે ભાઇ બહેનના નિર્વ્યાજ પ્રેમની ગાથા વર્ણવતું પર્વ રક્ષબંધન ઉજવાશે ત્યારે બહેન બહારગાર રહેતી હોય તો ભાઇને રાખડી મોકલવાનું ભુલતી નથી આ તકને રૂપિયા રળવાનો એક મોકો ગણીને કુરિયર સર્વિસવાળા રક્ષાબંધન પૂર્વે જાણે બહેનોની લાગણીનું માર્કેટિંગકરી રહ્યાં હોય તેમ વ્હાલા ભાઇને મોકલવાની રાખડીના ભાવ આસમાને પહોંચી ગયા છે. તાજેતરમાં જ ભાઈ બહેનના પવિત્ર સંબંધો માટેનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. બહેનો બહારગામ રહેતા વ્હાલસોયા ભાઈઓને રાખડી કુરિયર કે પોસ્ટ દ્વારા મોકલવા મજબૂર છે ત્યારે કુરિયર સર્વિસમાં કેટલાક તો ના જ કહી દે છે અને મોટા ભાગના કુરિયર સર્વિસ વાળા મન ફાવે તેવા ભાવ લઈને લૂંટે છે. વડોદરા તમારે રાખડી લીધી હોય રૂ.40ની પણ તે રાખડી મોકલવાના કુરિયરવાળા રૂ.210 વસૂલી રહ્યાં છે. આની સામે ભાવનગરમાં એક સારી બાબત એ પણ છે કે તન્ના ટ્રાવેલ્સ વર્ષોથી દવા અને રાખડી તેમની ટ્રાવેલ્સની લકઝરી બસોમાં ફ્રી મોકલી આપે છે. તે બિરદાવવું રહ્યુ. પણ આ બસ જ્યાં જાય તે મથકોએ જ રાખડી પહોંચે તે મર્યાદા ગણાય. કુરિયરવાળાઓએ રૂ.30થી 50નો ભાવ ધારીને રૂ.80 સુધી કરે તો પણ ચાલે પણ આ તો રૂ.150થી રૂ|.250નો ભાવ લે છે. કુરિયર સર્વિસ દ્વારા સૌરાષ્ટ્ર, ગુજરાત અને આઉટ ઓફ ગુજરાત એમ ત્રણેય સ્તરે ભાવનો વધારો કરી દેવાયો છે. સૌરાષ્ટ્ર, ગુજરાત માટે સામાન્ય ભાવ જે રૂ.30થી 50 સુધીનો હોય તેમાં ધરખમ વધારો કરી દઇને આ ભાવ રૂ.રૂ.150થી 250 સુધીનો થઇ ગયો છે. સોના ઉપર ઘડામણ મોંઘી ગ્રાહકોના જણાવ્યા અનુસાર સોના કરતા ઘડામણ મોંઘુ હોય તેમ 15 રૂપિયાની રાખડીને બહારગામ શહેરોમાં મોકલવાનો ખર્ચ રૂ.75 થાય છે. આમ, ગરજના ભાવ વસૂલવામાં આવી રહ્યા છે.

What's Your Reaction?






