રાજકિય દાવપેચ માટે સાયબર ક્રાઇમનો ઉપયોગ:શહેર ભાજપના પૂર્વ પ્રમુખનું ફેસબુક એકાઉન્ટ હેક થયુ
સાઈબર ક્રાઈમમાં માત્ર આર્થિક છેતરપિંડીના બનાવો જ નથી બનતા પણ રાજકિય દાવપેચ માટે પણ સાઈબર ક્રાઈમનો ઉપયોગ થાય છે. શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેમાં બીજેપી હટાવો દેશ બચાવોની પોસ્ટ મુકવામાં આવી હતી. જો કે એકાઉન્ટ હેક થયાની ખબર પડતા જ આ પોસ્ટ ડીલીટ કરી હતી અને આ અંગે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે યોગેશ બદાણીએ જણાવ્યુ હતુ કે, હું શહેર ભાજપમાં પ્રમુખ અને મહામંત્રી હતો ત્યારથી મારા સોશિયલ મીડિયા એકાઉન્ટના આઈડી પાસવર્ડ ઘણા કાર્યકરોને આપેલા છે. કદાચિત કોઈ દ્વારા આપ પોસ્ટ મૂકવામાં આવી હશે. આ સંદર્ભે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટનું પણ માર્ગદર્શન લઈ તપાસ કરવામાં આવશે. ભાજપના આંતરિક જુથવાદને કારણે બનતા બનાવો ભારે ચર્ચામાં રહ્યા છે.

What's Your Reaction?






