લોકોએ રાહતનો શ્વાસ લીધો:શુક્લતીર્થના આંબાવાડીના એક તળાવમાંથી મગર પાંજરે પૂરાયો

શુકલતીર્થના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં બુધવારના રોજ એક મગર જોવા મળતાં સ્થાનિક રહીશો ગભરાઈ ગયાં હતાં. તેમણે તાત્કાલિક રીતે રહેવાસી પરેશ પટેલે આ માહિતી વનવિભાગને આપતા આરએફઓ ડાભી તથા તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. વન વિભાગની ટીમ તથા નેચર પ્રોટેકશન ટ્રસ્ટના સભ્યોએ ભેગા મળીને તળાવમાંથી મગરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. તળાવના કિનારે પિંજરૂ મુકવામાં આવ્યું હતું. પિંજરામાં મગર પુરાઇ ગયાં બાદ તેને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. મગરની વેટરનરી તબીબ પાસે તપાસ કરાવવામાં આવી હતી જેમાં તે તંદુરસ્ત હોવાનું જણાતાં તેને સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મગર પાંજરે પુરાઇ જતાં તળાવ ફરતે રહેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow