સાઇકિયાટ્રિક ક્વિઝ કોમ્પિટીશન:ઝોનકક્ષાની સાઇકિયાટ્રિક ક્વિઝ કોમ્પિટીશનમાં ભાવનગર ટીમ વિજેતા

ઇન્ડિયન સાઇકિયાટ્રિક સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચના ઉપક્રમે સૌરાષ્ટ્ર કચ્છ ઝોન, સેન્ટ્રલ નોર્થ ઝોન અને સાઉથ ગુજરાત ઝોન કક્ષાની યુજી સાઇકિયાટ્રિક ક્વિઝ-2025 કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છ ઝોન કક્ષાની કોમ્પિટીશનમાં ભાવનગર સરકારી મેડિકલ કોલેજ સહિત 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ભાવનગર સર.ટી. હોસ્પિટલના નર્સિંગ કોલેજ ઓડિટોરિયમ ખાતે આજે ચાર ટીમની ઝોન કક્ષાની કોમ્પિટિશનમાં ભાવનગર સરકારી મેડિકલ કોલેજના ફાઈનલ યરની ટીમ વિજેતા બની હતી. માનસિક રોગના એમ.બી.બી.એસ. કક્ષાના અભ્યાસક્રમ આધારિત ઝોન કક્ષાની કોમ્પિટીશનમાં ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ઉપરાંત રાજકોટ, જામનગર અને મોરબીની ટીમોએ ભાગ લીધો હતો. યુજી સાઇકિયાટ્રિક ક્વિઝ-2025ની ઝોન કક્ષાની કોમ્પિટિશનમાં વિજેતા બનેલી ભાવનગર સરકારી મેડિકલ કોલેજની ટીમ આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનારી પશ્ચિમ ઝોન (ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર) કક્ષાની કોમ્પિટીશનમાં ભાગ લેવા જશે. યુજી સાઇકિયાટ્રિક ક્વિઝ-2025ની ઝોન કક્ષાની કોમ્પિટીશન પ્રસંગે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ના ડીન ડૉ. ચિન્મયભાઈ શાહ, સર.ટી જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.અશોકભાઈ વાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow