માર્કેટ વોચ:રાખડીની અવનવી 300 ડિઝાઈન વેચાણમાં આવી
ભારતીય હિંદુ ધર્મ સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વની પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે પરાંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. રક્ષાબંધન પર્વમાં બહેનના પ્રેમ અને આશિર્વાદ તથા ભાઈના રક્ષણના વચનના પ્રતિક સમાન રાખડીનું અનેરૂં મહત્વ છે. આગામી તા.9મી ઓગસ્ટ-2025 શનિવારે રક્ષાબંધનના પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાવનગર શહેરમાં રક્ષાબંધન પર્વને લઈ રાખડીની અવનવી 300 નવી ડિઝાઈન વેચાણમાં આવવાની સાથે અંતિમ દિવસોમાં રાખડીનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. રક્ષાબંધન પર્વના એક પખવાડિયા પહેલાથી શહેરના વાઘાવાડી રોડ, મેઈન બજાર સહિતના મોટાભાગના વિસ્તારોમાં નાના-મોટા મળી 300થી વધુ વિક્રેતાઓ દ્વારા રાખડીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાખડીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં મનમોહક અને કલાત્મક રાખડીનું વેચાણ થઇ રહ્યું છે. જેમાં રાખડીની 300 નવી ડિઝાઈન સાથે હાલ 1000 જેટલી ડિઝાઈનમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. રાખડીનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં અવનવી ડિઝાઈનની રૂ.10થી લઈને રૂ.700 સુધીની રાખડી ઉપલબ્ધ છે. શહેરમાં રક્ષાબંધન પર્વમાં રાખડી ઉપરાંત છેલ્લા બે વર્ષથી રક્ષા કાર્ડ અને રોલી ચાવલ (કંકુ-ચોખા)નું વેચાણ થઇ રહ્યું છે. તેમજ રક્ષાબંધનમાં ભાભી રાખડીની સાથે બ્રેસલેટનું તો ભુલકાઓ માટેની લાઈટીંગવાળી, મ્યુઝિકવાળી અને કાર્ટૂનવાળી રાખડીની પણ વેચાણ સારી માત્રામાં થઇ રહ્યું છે. રક્ષાબંધનમાં દર વર્ષની માફક સુખડ અને રૂદ્રાક્ષની સાદી રાખડીનું પરંપરાગત રીતે વેચાણ યથાવત રહ્યું છે ત્યારે રક્ષાબંધન પર્વને લઈ અનેક વિક્રેતાઓ તરફથી 5 થી 10 8ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. રક્ષાબંધનમાં આ વર્ષે જર્મન સિલ્વર રાખડીની ડિમાન્ડ ભાવનગરમાં રક્ષાબંધન પર્વને લઈ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી રાખડીનું વેચાણ કરીએ છીએ. જેમાં રક્ષાબંધનમાં આ વર્ષે જર્મન સિલ્વર રાખડીની ડિમાન્ડ વધારે પ્રમાણમાં છે. > પિયુષભાઈ સોમાણી, રાખડી વિક્રેતા

What's Your Reaction?






