સન્માન સમારોહ:ભાવનગર નાગરીક બેન્ક દ્વારા તેજસ્વીતા સન્માન સમારોહ
ભાવનગર નાગરિક સહકારી બેંકના સભાસદોના સંતાનો જેઓએ શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 10 અને 12 તમામ ફેકલ્ટી તેમજ ડિપ્લોમા અને ડિગ્રી ફાઈનલ વર્ષમાં પાસ કર્યા હોય તથા ગ્રેજ્યુએશન તમામ ફેકલ્ટી તથા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત માટે ફાઇનલ પરીક્ષાઓમાં 60% કે તેથી વધુ ગુણાંક મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાશે. આથી આ માટેના ફોર્મ બેંકની કોઈપણ શાખામાંથી સભાસદ ઓળખકાર્ડ બતાવીને તા.11 ઓગસ્ટથી તા.30 ઓગસ્ટ સુધીમાં મેળવી લેવા અને ફોર્મમાં તમામ વિગત ભરી પહેલી સપ્ટેમ્બર સુધીમાં જે શાખામાંથી ફોર્મ મળ્યા હોય ત્યાં જ પરત આપવા જણાવાયું છે. ધોરણ 10 - 12થી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ 60ટકા કે તેનાથી વધુ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન ભાવનગર નાગરિક બેંક દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે.

What's Your Reaction?






