સ્તનપાન સપ્તાહ:પણીયાદરા ગામમાં સ્તનપાનના મહિમા અનુલક્ષીને જનજાગૃતિ કાર્યક્રમ
હિંડાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બિરલા કોપર કંપની અને આતાપી સેવા ફાઉન્ડેશન દ્વારા ચાલતા મોબાઈલ હેલ્થ યુનિટ જીવન સંજીવની દ્વારા સ્તનપાન સપ્તાહ અંતર્ગત સ્તનપાનના મહિમા અનુલક્ષી પણીયાદરા ગામમાં જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટાફનર્સ સાવરીંગા રાઠવા દ્વારા ધાત્રી માતાઓ અને ગર્ભવતી મહિલાઓને સ્તનપાન બાળક અને માતા માટે કેટલું ફાયદાકારક છે તે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું તેમજ સ્તનપાનની ઉત્તમ રીત શીખવવામાં આવી હતી.

What's Your Reaction?






