કાર્યવાહી:દે.બારિયામાં ઘર આગળ જુગાર રમતાં ચાર ઝડપાયા
દેવગઢ બારિયામાં જુના બારીયા ગામે હવેલી ફળિયામાં દિલીપ ધના બારીયાના મકાનની આગળ ભાગે લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા થઇ ગોળ કુંડાળુ રચી પાના પતાનો રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી પેટ્રોલીંગમાં દેવગઢ બારિયા પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે જુગારની રેઇડ કરતાં કેટલાક લોકો લાઇટના અજવાળે જુગાર રમતા હતા. પોલીસે કોર્ડન કરી શંકર અમરા બારીયા, પ્રતિક ઉર્ફે પોન્ગોમ કિશોર બારીયા, સરકાર દેસીંગ બારીયા તથા ભયલા અમરા બારીયા ચારે રહે. જુના બારિયા હવેલી ફળિયાનાને પકડી પાડ્યા હતા. અંગઝડતીમાંથી રૂપિયા રોકડા અને પાના પતા જપ્ત કરી ઝડપાયેલા ચારે જુગારીઓ સામે દેવગઢ બારિયા પોલીસે જુગારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

What's Your Reaction?






