કાર્યવાહી:ભરૂચમાં બે પેટ્રોલપંપ પર 3 લાખની લૂંટનો આરોપી અઢી દાયકા બાદ સકંજામાં આવ્યો

ભરૂચમાં બે પેટ્રોલપંપ પર 3 લાખથી વધુની લૂંટ ચલાવનાર આરોપી અઢી દાયકા બાદ સકંજામાં આવ્યો છે. આશરે 25 વર્ષ પહેલાં ભરૂચ જિલ્લામાં સનસનાટીપૂર્ણ ધાડ અને લૂંટની બે ઘટનાઓ બની હતી. ગુનેગારોએ દેરોલ સ્થિત એક પેટ્રોલપંપ અને નેશનલ હાઈવે નંબર 8 પર આવેલી ન્યાયમંદિર હોટલ પાસેના પેટ્રોલપંપને નિશાન બનાવ્યા હતા. આ લૂંટ દરમિયાન કુલ 3.09 લાખના મુદ્દામાલની ઉઠાંતરી થઇ હતી. ધાડ અને લૂંટના ગુનામાં દાહોદના ઇટાવાના રહેવાસી શોભાન સંગાડાની સંડોવણી બહાર આવી હતી. પોલીસે છેલ્લા અઢી દાયકાથી શોભાન સંગાડાને શોધી રહી હતી. પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ આર.એસ. ચાવડાના નેતૃત્વ હેઠળની ટીમે ટેકનોલોજી અને આધુનિક તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ટીમે ગુનાની જૂની વિગતો અને આરોપીઓના સંભવિત ઠેકાણાં પર ઊંડાણપૂર્વક કામગીરી શરૂ કરી હતી. શોભન સંગાડાને શોધવા માટે દાહોદ અને વડોદરામાં તપાસ કરવામાં આવી હતી. ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી પોર જીઆઇડીસી વિસ્તારમાં હોવાની માહિતી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી. આરોપીને પોરથી ઝડપી પાડી તેને વધુ તપાસ માટે ભરૂચ તાલુકા પોલીસના હવાલે કરાયો છે. આરોપી અઢી દાયકાથી પોલીસને ચકમો આપી ફરાર હતો.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow