આરોપીને સજા કરવાની માગણી કરવામાં આવી‎:આંગણવાડી બહેનોને જે નંબરથી ફોન આવી રહ્યાં છે તે પંજાબનો નીકળ્યો

ભરૂચમાં આંગણવાડી બહેનોને જે નંબરથી ફોન આવી રહયાં છે તે પંજાબનો નીકળ્યો હોવાની વિગતો સામે આવી છે. જિલ્લાની આંગણવાડી ચલાવતી 40 જેટલી બહેનોને કોઈ માનસિક વિકૃત વ્યક્તિ ન્યુડ વિડીયો કોલ કરી હેરાન કરી રહ્યો છે. જેને લઈને આજે ગુરુવારે તમામ પીડિત મહિલા અને આંગણવાડી સંઘટન પ્રમુખે ભરૂચ સાઇબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ કરી છે. જેથી જલ્દીથી આ આરોપીને પકડવામાં આવે અને કડક સજા કરવામાં આવે માગણી પણ કરવામાં આવી છે. છેલ્લા એક એક સપ્તાહ જેટલા સમયથી એક જ અજાણ્યા નંબર પરથી આંગણવ ાડીના બહેનોને આપવામાં આવેલા આઇસીડીએસ નંબર પર અશ્લીલ વિડિયો કોલ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 40 થી વધુ આંગણવાડી બહેનોને આવા કોલ આવી ચૂક્યા છે. જેના કારણે ગૃહકલેશ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવા માનસિક વિકૃત વ્યક્તિને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે આજે ગુરુવારે આંગણવાડીની 30થી વધુ બહેનોએ ભરૂચ સાઇબર ક્રાઇમ વિભાગ માં ફરિયાદ કરવા માટે પહોચી હતી. સાથે આ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિને જયા પણ હોય ત્યાંથી તેને જલ્દીથી પકડી કાઢવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ નંબર પંજાબનો હોવાથી તે દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. ન્યુડ કોલ કરનારને પકડી કડક સજા કરવી જોઈએ આઇસીડીએસ ને આપવામાં આવેલા મોબાઈલ હાલ બંધ હાલતમાં છે જેનો સીમકાર્ડ અંગત ફોનમાં નાખેલા છે. જે નંબર પર ન્યુડ કોલ આવી રહ્યા છે. એનાથી બહેનો ઘબરાઈ ગઈ છે ગ્રુપમાં બહેનોને કહી દેવામાં આવ્યું છે કે આ નંબર પરથી વિડીયો કોલ આવે તો ઊચકવો નહીં. છતાં પણ 50 થી 60 જેટલી બહેનો આની ભોગ બની છે. આના પાછળ જે પણ વ્યક્તિ હોય જે પણ ખૂણામાં હોય તેને પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ.> રાગિણી પરમાર, આંગણવાડી સંગઠન પ્રમુખ ભરૂચ

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow