ભાસ્કર એક્સક્લૂસિવ:લોકોને 15 દિવસ CCTV રાખવા કહેતી પોલીસે હવે 30 દિવસ જાળવવા પડશે

મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ સેન્ટર, હોટેલ, ટોલપ્લાઝા, બહુમાળી બિલ્ડિંગ વગેરે જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવા માટે પોલીસ જાહેરનામું બહાર પાડે છે. તેમજ 15 દિવસ સુધી રેકોર્ડિંગ રાખવા સૂચના આપે છે. જો કે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવાની સૂચના છતાં મોટાભાગના કિસ્સામાં પોલીસ સ્ટેશનની અંદરના ફૂટેજ આપવાનું પોલીસ યેનકેન પ્રકારે ટાળે છે. શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ સાથે ફોન છીનવી ગેરવર્તન કરાયું હતું. જેની સામે વ્યક્તિએ સીસીટીવી ફૂટેજ મેળવવા ગુજરાત માહિતી આયોગમાં રજૂઆત કરી હતી. પોલીસે ટેકનિકલ કારણ આપી ફૂટેજ નહીં આપતા આયોગે આ મામલે ગંભીર અવલોકન કરીને ફૂટેજનો નાશ થાય તો ખાતાકીય તપાસ અને દંડની કાર્યવાહી કરવા તેમજ સામાન્ય વહીવટી વિભાગના સીસીટીવી ફૂટેજના પરિપત્રનો અમલ કરવાની પોલીસ વિભાગને સૂચના આપી હતી. તેમજ ઘટના બન્યાથી 30 દિવસની અંદર આરટીઆઈ દાખલ થાય તો ફૂટેજ યોગ્ય રીત સાચવી રાખવાનો પણ હુકમ કર્યો છે. આ કેસમાં પોલીસે ટેકનિકલ ફોલ્ટના લીધે રેકોર્ડિંગ ડિલીટ થયું હોવાથી ફૂટેજ આપી શકાય નહીં તેવી રજૂઆત કરી હતી.આ મામલે આયોગે સુનાવણી હાથ ધરી ચુકાદો આપ્યો હતો. સામાન્ય વહીવટી વિભાગ (જીએડી) દ્રારા પરિપત્ર જારી કરી આરટીઆઈ થાય તો ફૂટેજ બીજી અપીલનો નિકાલ આવે નહીં ત્યાં સુધી સાચવવા જોઈએ તેમ જણાવ્યું હોવા છતાં પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી કોઈપણ કારણો આગળ ધરીને ફુટેજ આપતા નથી તે અયોગ્ય છે તેમ જણાવીને આમ નહી થાય તો આરટીઆઈની કલમ 20 હેઠળ દંડ, શિક્ષાની કાર્યવાહી કરાશે. આયોગે કહ્યું, હવે ચૂક થઈ તો ખાતાકીય કાર્યવાહી 30 દિવસ ફૂટેજ સાચવી રાખવા પડશે. આયોગે સ્પષ્ટ જણાવ્યું કે ઘટના બન્યાના 30 દિવસની અંદર આરટીઆઈ અરજી મળે તો સીસીટીવી ફૂટેજ સાચવી રાખવાના થાય છે. તેમ કરવામાં ચૂક થશે તો આયોગ કલમ 20 હેઠળ ખાતાકીય તપાસ અંગેની કાર્યવાહી હાથ ધરશે અને ગુજરાત રાજય સેવા( શિસ્ત અને અપીલ)નિયમો 1971 નીચે કાર્યવાહી કરવા હુકમ કરશે. પોલીસને પુન: પરિપત્ર કરવા આયોગે સૂચના આપી આયોગે ચુકાદામાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સુચના આપી છે કે અગાઉ આપેલી સૂચનાઓ પુન: પરિપત્ર કરવામાં આવે અને તમામ અધિકારી-કર્મચારીઓને જાણ કરવામાં આવે .

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow