ભાજપના સિનિયર નેતાના ફેસબુક પર પોસ્ટ- 'ભાજપ હટાવો, દેશ બચાવો':વિવાદિત પોસ્ટ મુદ્દે ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખે કહ્યું-'મારા FB એકાઉન્ટનો દુરુપયોગ થયો'

ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક એકાઉન્ટ પરથી ભાજપ વિરોધી પોસ્ટ થયા બાદ ડિલિટ થઈ જતા રાજકારણ ગરમાયું છે. યોગેશ બદાણીના એકાઉન્ટ પર 'BJP હટાવો, દેશ બચાવો'ના સ્લોગન સાથે પોસ્ટ કરવામાં આવી હતી અને 13 મિનિટમાં જ ડિલિટ મારી દેવામાં આવી હતી. વિવાદ થતા યોગેશ બદાણીએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ફેસબુક એકાઉન્ટનો દુરૂપયોગ કરાયો છે. મને મારા સમર્થક દ્વારા જાણ કરાતા મેં પોસ્ટ ડિલિટ કરી હતી. વિવાદિત લખાણ સાથે પોસ્ટ થઈ અને 13 મિનિટમાં ડિલિટ કરવામાં આવી ભાવનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક એકાઉન્ટ પરથી 'BJP હટાવો, દેશ બચાવો'ના સ્લોગન સાથે પોસ્ટ થઈ હતી. જે 13 મિનિટમાં જ ડિલિટ કરી દેવામાં આવી હતી. જો કે, આ સમયે તેના સ્ક્રીન શોટ લઈ વાઈરલ થતા ભાવનગર ભાજપના વર્તુળોમાં યોગેશ બદાણીની ફેસબુક પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની હતી. મારા ફેસબુક એકાઉન્ટનો દુરુપયોગ થયો- યોગેશ બદાણી યોગેશભાઈ બદાણીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું જ્યારે પ્રમુખ હતો ત્યારે મારા એકાઉન્ટના યુઝર પાસવર્ડ ઘણા પાસે હોઈ શકે છે અને મારા કાર્યકર દ્વારા ખ્યાલ આવ્યો એટલે તરત મેં પોસ્ટ ડીલીટ કરી. મને શંકા છે કે મારા ફેસબુક એકાઉન્ટ હેક થયું હોય અથવા મારા એકાઉન્ટનો કોઈ એ દૂર ઉપયોગ કર્યો હોય. આ અંગે ભાવનગર શહેર ભાજપના વર્તમાન પ્રમુખ કુમારભાઈ શાહે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પૂર્વ પ્રમુખ યોગેશભાઈ નું facebook એકાઉન્ટ હેક થયું છે તેમ પોતે જ પોસ્ટ માં લખ્યું છે. 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે બદાણી યોગેશ બદાણી છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. 27 વર્ષ સુધી તેઓ ભાવનગર શહેર ભાજપના સંગઠનમાં સક્રિય રહ્યા છે અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઈન્ચાર્જની ભૂમિકા પણ ભજવી છે. વર્ષ 2004થી 2007 દરમિયાન તેઓ ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે કહ્યા હતા. આ ઉપરાંત બે ટર્મ મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow