હવામાન વિભાગની આગાહી:આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ, ભારે વરસાદ માટે કોઈ એલર્ટ નહીં

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. અને આગામી 7 દિવસ માછીમારો માટે પણ કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. ટ્રફ ઓછો થતાં વરસાદ સામાન્યથી મધ્યમ ગઈકાલે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી લઈને પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના કચ્છના ઉત્તરી ભાગો સુધી દરિયાની સપાટીથી સરેરાશ 3.1 અને 4.5 કિમી ઉપરનો ટ્રફ ઓછો નોંધાયો છે. અને મોન્સુન ટ્રફ હવે ફિરોઝપુર, ચંદીગઢ અને ત્યાંથી પૂર્વ દક્ષિણપૂર્વ તરફ હિમાલયની તળેટીની નજીકથી ઉત્તરપૂર્વ અરુણાચલ પ્રદેશ તરફ પસાર થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

Aug 8, 2025 - 07:04
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow