પાલક પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતા સગીર પુત્રી ગર્ભવતી બની:માતાની ફરિયાદ બાદ પિતાની ધરપકડ, રાજકોટના ધોરાજી તાલુકાનો બનાવ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. ધોરાજીના એક ગામમાં પાલિક પિતા સાથે રહેતી 15 વર્ષીય કિશોરી પર વારંવાર દુષ્કર્મ આચરાતા ગર્ભવતી બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલે તપાસ કરાવતા પિતાનો ભાંડો ફૂટ્યો હતો. માતાએ આ અંગે ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હૃદય કંપાવનારા બનાવનો ઘટનાક્રમ ધોરાજી તાલુકાના નાનકડા ગામમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરીના જીવનમાં અચાનક જ અંધકાર છવાઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. જોકે પરિવારજનોએ તેની આ તકલીફને સામાન્ય માની હતી, પરંતુ જ્યારે પીડા અસહ્ય બની, ત્યારે તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસ દરમિયાન જે હકીકત સામે આવી તેણે તો સૌના પગ નીચેથી જમીન સરકાવી દીધી હતી. આ કિશોરી ગર્ભવતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. એક સગીર, શાળાએ જતી દીકરી ગર્ભવતી હોય, તે વાત પરિવાર માટે આઘાત સમાન હતી. તેની માતા જે પોતાની પુત્રીની પીડાથી ભાંગી પડી હતી, તેણે હિંમત કરી પુત્રીને વિશ્વાસમાં લીધી હતી. તેમાં ધીમે ધીમે માતાએ પુત્રીને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું? ડર, શરમ અને આઘાતથી થરથરતી કિશોરીએ જે હકીકત જણાવી, તે સાંભળીને માતા સ્તબ્ધ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ સુકાઈ ગયા તેમજ હૃદય ધબકારો ચૂકી ગયું હતું. આ કિશોરીએ માતાને જણાવ્યું કે, તેનો પાલક પિતા જ છેલ્લા કેટલાક સમયથી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. જે પિતા પર તેને સૌથી વધુ ભરોસો હતો, જેણે તેને પાળીપોષી મોટી કરી હતી, તે જ નરાધમ તેના શરીર અને આત્માને પીંખી રહ્યો હતો. પોલીસે દુષ્કર્મી પિતાને ઝડપી પાડ્યો આઘાતજનક ખુલાસાથી ભાંગી પડેલા પરિવારજનોએ હિંમત દાખવીને ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પીડિતાની માતાએ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે પાલક પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પાટણવાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અને નરાધમ પિતાને ઝડપી પાડી આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી ડિવિઝનના ASP સિમરન ભારદ્વાજે આ કેસની ગંભીરતા સમજાવતા જણાવ્યું કે, પાટણવાવ પોલીસ મથકમાં આરોપી પાલક પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 64(2)(F), 64(2)(I), 64(2)(M), 65(1) તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. આ કલમો બળાત્કાર અને સગીર પરના યૌન શોષણ જેવા ગંભીર અપરાધો માટે કડક સજાની જોગવાઈ કરે છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પાલક પિતાની ધરપકડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow