દુ:ખદ બનાવ:દાદરાની કંપનીમાં મશીન પડતાં યુવકનું મોત નિપજ્યું
દાદરા નગર હવેલીના દાદરા ગામે બે અલગ અલગ કંપનીમાં બનેલી અકસ્માત મોતની ઘટનામાં એક સફાઈ કામદાર મહિલા અને ટેક્નિશિયન પુરુષનું મોત થયું હતું. દાદરા નક્ષત્ર ગ્લોબલ ઈમપેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં નવા મશીન ફિટિંગ કરવા આવેલા ચંદન પાંડે ઉ.વ.27 મુળ રહેવાસી બિસવા,ઉત્તરપ્રદેશ જે મશીન ઇંસ્ટોલિંગ કરી રહ્યો હતો તે સમયે કોઈક કારણસર મશીન એમના ઉપર પડતા એને ગંભીર ઇજા થઇ હતી જેના કારણે એનું મોત થયું હતું. બીજી ઘટનામાં વિષ્ણુલક્ષ્મી પોલીપેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતી એક મહિલા સફાઈકર્મી ઝાડુ પોતુ કરી રહી હતી તે સમયે અચાનક ચાલુ મશીનની ચપેટમાં આવી ગઈ હતી જે પણ ગંભીર રીતે ઘાયલ થતા ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.આ બન્ને ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ દાદરા પોલીસ કરી રહી છે. ઘટનામાં કંપની સંચાલકોની બેદરકારી અંગે તંત્ર તપાસ કરી કડક કાર્વાહી કરે અને મૃતકના પરિવારોને યોગ્ય વળતર સાથે ન્યાય મળે તેવી લોકોની માગ છે. સંઘપ્રદેશ દાનહની આવેલી કંપનીઓમાં છાસવારે અકસ્માતમાં લેબરના મોત થતા હોય છે. જે ગંભીર બાબત છે.

What's Your Reaction?






