દર્શકોનો પ્રેમ જોઈ 'સૈયારા' સ્ટાર્સ ગદગદ થઈ ગયા:અહાને સફળતાનો શ્રેય દિવંગત દાદીને આપ્યો; અનીતે ફેન્સને કહ્યું- 'હું તમને ખૂબ પ્રેમ કરું છું'
'સૈયારા' ફિલ્મે વિશ્વમાં ₹500 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ અણધારી સફળતાએ ફિલ્મના 'સ્ટાર્સ' અહાન પાંડે અને અનીત પડ્ડાના નામે ડેબ્યૂ ફિલ્મથી દેશમાં ₹300 કરોડની કમાણી કરવાનો રેકોર્ડ બનાવી દીધો છે. 'સૈયારા'ની સફળતા બાદ રાતોરાત સ્ટાર બની ગયેલા અહાન અને અનીત, બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે. અહાને તેની સફળતાનો શ્રેય તેના દિવંગત દાદીને આપ્યો છે. અહાને દિવંગત દાદીને સફળતાનો શ્રેય આપ્યો અહાન પાંડેએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 'સૈયારા'માં પોતાના પાત્ર 'ક્રિષ કપૂર'ના ફોટો શેર કરીને એક ઇમોશનલ મેસેજ લખ્યો છે. એક્ટરે લખ્યું, 'ક્યારેય વિચાર્યું નહોતું કે મને આટલો બધો પ્રેમ મળશે, દાદી હંમેશા મને રાજ કહીને બોલાવતી હતી, કાશ તે આજે ક્રિષને જોઈ શકતી. હું ભગવાનને હંમેશા કહેતો કે, જો આખી દુનિયામાં મને કોઈ પણ પસંદ ન કરે, પણ મને ખબર છે..સિતારોં મેં સિતારા, એક મારી તારા-દાદી...ત્યાંથી મને જોઈને હસતી હશે. આ માત્ર તમારા માટે જ છે દાદી.' 'કાશ હું તમને બધાને ગળે લગાવી શકું' તેણે દર્શકોને ઉદ્દેશીને ઉમેર્યું, 'મને ખબર નથી કે ભવિષ્યમાં હું શું કરીશ, પણ અત્યારે હું માત્ર પ્રેમ અનુભવી રહ્યો છું, હું તમારા દરેક વ્યક્તિ માટે એ પ્રેમ અનુભવી રહ્યો છું અને હંમેશા હંમેશા અનુભવતો રહીશ.' અહાને લખ્યું, 'હું વચન આપું છું કે, હું બમણી મહેનત કરીશ, બમણો સારો માણસ બનીશ અને આ બધું તમારા માટે તો કરીશ જ પણ મારા અંદરના બાળક માટે પણ કરીશ, જે પોતાના કામ કરવામાં થોડો કાચો છે. એ બાળક માટે, જે સ્ટેજ પર જતાં પહેલાં ગભરાઈ જતો હતો, એ બાળક માટે, જેને હંમેશા કહેતો કે તું આ કરી નહીં શકે. આપણા બધાની અંદર એવું એક બાળક હોય છે. હું આશા રાખું છું કે તમે બધા એ બાળકને ખુશ રાખતા રહેશો, કારણ કે તમારી અંદર રહેલો એ બાળક આ બધાનું હકદાર છે. આ ચમત્કાર માટે તમારો ખૂબ ખૂબ આભાર. કાશ હું તમને બધાને ગળે લગાવી શક્યો હોત; 'તેરે બિના તો કુછ ના રહેંગે'.' 'મને ભવિષ્યનો ડર લાગી રહ્યો છે' 'સૈયારા'ની બીજી સ્ટાર અનીત પડ્ડાએ પણ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી. તેણે પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પાત્ર 'વાણી બત્રા'ના ફોટો શેર કરીને લખ્યું, 'ઘેન ઊતરી રહ્યું છે અને મારે બસ એટલું જ કહેવું છે કે, હું તમને પ્રેમ કરું છું. હું તમને ઓળખતી નથી, પરંતુ હું જાણું છું કે હું તમને પ્રેમ કરું છું. તમે મને જે આટલો બધો પ્રેમ આપ્યો છે, તેનાથી મારું હૃદય ભારે થઈ ગયું છે, અને મને તેને પાછો આપવા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. મને આગળ શું થશે તેનો ડર લાગે છે, ડર લાગે છે કે હું પૂરતી સારી નહીં હોઉં, પરંતુ મારી પાસે જે કંઈ છે, મારામાં રહેલો એક નાનો અંશ પણ, હું તે બધું જ તમારી સમક્ષ રજૂ કરીશ.' તેણે ઉમેર્યું, 'જો તે તમને હસાવે, રડાવે, અથવા કંઈક એવું યાદ અપાવે, જે તમે ભૂલી ગયા હો, જો તે તમને થોડું ઓછું એકલતાનો અનુભવ કરાવે, તો કદાચ હું આ માટે જ અહીં છું. અને હું પ્રયાસ કરતી રહીશ. ભલે હું પર્ફેક્ટ ન હોઉં, પણ મારી પાસે જે કંઈ છે, તે બધું જ હું આપીશ. કારણ કે હું તમને પ્રેમ કરું છું.' 'સૈયારા'ની વાત કરીએ તો, આ ફિલ્મથી અહાન પાંડે (અનન્યા પાંડેનો કઝીન) અને અનીત પડ્ડાએ ડેબ્યૂ કર્યું હતું. મોહિત સૂરીના ડિરેક્શનમાં બનેલી YRFની આ ફિલ્મે 18 દિવસમાં જ વિશ્વભરમાં ₹507 કરોડની કમાણી કરી લીધી છે. તેની સાથે આ ફિલ્મ ડેબ્યૂ એક્ટર્સ સાથે સૌથી વધુ કમાણી કરનારી લવસ્ટોરી ફિલ્મ બની ગઈ છે.

What's Your Reaction?






