પ્રિયંકાએ રેખાના નામ સાથે બચ્ચન લખ્યું?:એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરતા ફેન્સ મૂંઝવણમાં મૂકાયા
બોલિવૂડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરા ઘણીવાર પીઢ એક્ટ્રેસ રેખા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે. તે પોતાને રેખાની ફેન ગણાવે છે. તાજેતરમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક રેખાનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો અને તેના પર લખેલા કેપ્શનને લઈને યુઝર્સમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, રેખાનો 'ક્લિયોપેટ્રા' પ્રેરિત ફોટો ક્રાઉન ધ બ્રાઉન નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. તે ફોટો પરના કેપ્શનમાં લખ્યું છે 'બેટર અ બિચ ઘેન અ બીચારી'. આ રેખાનો એનિમેટેડ ફોટો છે, જેમાં તે ગોલ્ડન ક્રાઉન પહેરેલી જોવા મળી રહી છે. પ્રિયંકાએ આ જ ફોટો તેની ઇન્સ્ટા સ્ટોરીમાં ઐશ્વર્યા રાયની ફિલ્મ 'તાલ' ના ટાઇટલ ટ્રેક સાથે શેર કર્યો છે. યુઝર્સે કેપ્શનમાં બચ્ચન વાંચ્યું પ્રિયંકાની સ્ટોરીનું કેપ્શન જોઈને ચાહકો એક ક્ષણ માટે મૂંઝાઈ ગયા. તેમણે કેપ્શનમાં લખેલું લખાણ બચ્ચન તરીકે વાંચ્યું. તેવામાં ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે, 'તેને જાણી જોઈને આ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી તે બચ્ચન જેવું દેખાય.' એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 'મેં તેને બચ્ચન તરીકે કેમ વાંચ્યું?' જ્યારે બીજાએ લખ્યું, 'તે વાંચતાની સાથે જ મને લાગ્યું કે તે બચ્ચન લખેલું છે.' પ્રિયંકાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ લાંબા સમયથી બોલિવૂડથી દૂર છે. તે છેલ્લે 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્કાય ઇઝ પિંક' માં જોવા મળી હતી. આ ગેપ દરમિયાન, તે હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં વધુ જોવા મળી છે. તાજેતરમાં, તેની હોલિવૂડ ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'નું ટ્રેલર રિલીઝ થયું છે. આમાં, તે જોરદાર એક્શન કરતી જોવા મળશે. બીજી તરફ, જો તેના બોલિવૂડ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ, તો તે ડિરેક્ટર એસએસ રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ સાથે જોવા મળશે.

What's Your Reaction?






