મુસ્લિમ સારા હવે શીખ રાજકારણીના પુત્રના પ્રેમમાં પડી!:પંજાબ BJP ઉપપ્રમુખના દીકરા અર્જુન પ્રતાપ બાજવા સાથે કેદારનાથ બાદ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું

સારા અલી ખાન હાલમાં તેની ફિલ્મ 'મેટ્રો ઇન દિનોં' ઉપરાંત તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં છે. તાજેતરમાં સારા અલી ખાન દિલ્હી ખાતે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ અને ભાજપ નેતાના દીકરા અર્જુન પ્રતાપ બાજવા સાથે ગુરુદ્વારા પહોંચી હતી. ગુરુદ્વારામાં માથું ટેકવ્યાં બાદ બહાર નીકળતા સમયે પાપારાઝીઓએ તેમને કેમેરામાં કેપ્ચર કરી લીધાં હતાં. હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સારા અને અર્જુન ગુરુદ્વારામાંથી બહાર આવી રહ્યા છે. સારાએ સાદો સફેદ કલરનો સૂટ પહેર્યો છે, જ્યારે અર્જુન કેઝ્યુઅલ આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સમાં બંનેના ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું છે. યુઝર્સ બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'બંનેની જોડી કેટલી સુંદર છે.' બીજા યુઝરે લખ્યું, 'સુપરહિટ જોડી'. જ્યારે કેટલાક યુઝર્સે બંનેની પ્રાઇવસીનું સન્માન જાળવવા કહ્યું છે. યુઝરે લખ્યું, 'તેને એકલી છોડી દો, એ ભગવાન પાસે ગઈ છે, જેની સાથે પણ ગઈ હોય, છોડો તેને.' નોંધનીય છે કે, ગત વર્ષે સારા અલી ખાન અને અર્જુન પ્રતાપ બાજવા કેદારનાથ ખાતે દર્શન કરવા પહોંચ્યાં હતાં. બંનેનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારથી બંને વચ્ચે અફેરની ચર્ચા ચાલી રહી છે. અર્જુન પ્રતાપ બાજવા કોણ છે? અર્જુન પ્રતાપ બાજવાના પિતા ફતેજ જંગ સિંહ બાજવા પંજાબ ભાજપના ઉપપ્રમુખ છે, જેઓ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અર્જુન એક સુપર મોડલ, એક્ટર અને મ્યૂઝિશિયન છે. તેણે 'સિંઘ ઇઝ બ્લિન્ગ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. ઉપરાંત તેણે 2013માં ફિલ્મ 'સ્લિંગ'માં કોરિયોગ્રાફર-ડિરેક્ટર પ્રભુ દેવાને પણ આસિસ્ટ કર્યા હતા. ઉપરાંત તે ઓસ્કર નોમિનેટેડ ડિરેક્ટર ગિરીશ મલિકની ફિલ્મ 'બેન્ડ ઓફ મહારાજા'માં પણ જોવા મળ્યો છે. મોડલિંગની દુનિયામાં તે મોટું નામ છે. તેણે રોહિત બલ અને વરુણ બલ જેવા જાણીતા ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કર્યું છે. ફિટનેસ પ્રત્યે રૂઝાન હોવાથી તે જિમનાસ્ટ અને મિક્સ્ડ માર્શલઆર્ટ ફાઇટર પણ છે. આ એક્ટર્સને ડેટ કરી ચૂકી છે સારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યા પહેલા સારા અલી ખાન 'સ્કાય ફોર્સ' ફેમ વીર પહાડિયા સાથે રિલેશનશિપમાં હતી. નોંધનીય છે કે, હાલમાં વીરનું નામ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ તારા સુતરિયા સાથે જોડાઈ રહ્યું છે. ત્યારબાદ પોતાના ડેબ્યૂ ફિલ્મ 'કેદારનાથ'ના એક્ટર દિવંગત સુશાંત સિંહ રાજપૂત સાથે પણ સારા અલી ખાનનું નામ જોડાયું હતું. એક્ટર ઉપરાંત સારાનું નામ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શુભમન ગીલ સાથે પણ ચર્ચામાં રહ્યું હતું. બાદમાં સારા 'લવ આજ કલ'ના કો-સ્ટાર કાર્તિક આર્યનને ડેટ કરતી હોવાની ચર્ચા પણ થઈ હતી. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં સારાએ કબૂલ્યું હતું કે, તેને કાર્તિક આર્યન પર ક્રશ છે. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ પડી હતી. જોકે, બાદમાં બંનેએ પોતાના રસ્તાઓ અલગ કરી લીધાં હતાં. છેલ્લે 'મેટ્રો ઇન દિનોં'માં જોવા મળી હતી સારા સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ, તો તે છેલ્લે અનુરાગ બાસુની ફિલ્મ 'મેટ્રો ઇન દિનોં'માં આદિત્ય રોય કપૂરના ઓપોઝીટ જોવા મળી હતી. ફિલ્મમાં નીના ગુપ્તા, અનુપમ ખેર, કોંકોના સેન શર્મા, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને ફાતિમા સના શેખ પણ જોવા મળ્યા હતા. હવે સારા દિપક મિશ્રાના ડિરેક્શનમાં બની રહેલી ફીચર ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળવાની છે, હજુ સુધી આ ફિલ્મનું નામ જાહેર કરાયું નથી.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow