'બે ડોબરમેનને ગાય જેવા જજની પાછળ છોડી દીધા છે':'જોલી LLB 3'ના પ્રોમોમાં સૌરભ શુક્લાનો રમુજી અંદાજ; 12 ઓગસ્ટે ટીઝર રિલીઝ થશે

કોમેડી અને કોર્ટરૂમ દલીલોના ડબલ ડોઝ માટે તૈયાર થઈ જાવ. આ અમે નથી કહી રહ્યા, પણ 'જોલી LLB'ના જસ્ટિસ સુંદરલાલ ત્રિપાઠી કહી રહ્યા છે. વાસ્તવમાં, 'જોલી LLB 3'ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટીઝરનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં પીઢ એક્ટર સૌરભ શુક્લા ફિલ્મના ઘમાલ અંગે લોકોને ચેતવી રહ્યા છે. ટીઝર 12 ઓગસ્ટે રિલીઝ થશે. પ્રોમોમાં 'જસ્ટિસ સુંદરલાલ ત્રિપાઠી' એટલે કે સૌરભ શુક્લા 'જોલી'ને યાદ કરીને ચીડાઈ રહ્યા છે. પહેલા તેઓ 'જોલી LLB'ના હીરો અર્શદ વારસીના ગુણો વિશે વ્યંગ કરે છે અને કહે છે કે, નામ એનું ત્યાગી હતું, પણ તેના લીધે ત્યાગ મેં કર્યો છે. મેં મારું સુખ ત્યાગ્યુ, શાંતિ ત્યાગી, ઊંઘ ત્યાગી એટલે સુધી કે હું મારા શ્વાસ પણ ત્યાગવાનો હતો, બાયપાસ સર્જરી કરાવવી પડી હતી મારે. મરવાની અણીએ હતો.' 'ત્યારે મારી જિંદગીમાં આવ્યો જગદીશ્વર મિશ્રા ('જોલી LLB 2'નો અક્ષય કુમાર), જોલી 2. એ વ્યક્તિ કિડની વેચી આવે એટલો ખતરનાક છે. મિશ્રી મીઠી હોય છે, પણ તમને ડાયાબિટીસ આપી જાય છે, આ તો મારી પત્નીને હાર્ટએટેક આપી ગયો હતો.' 'પણ આ વખતે નસીબ મારી સાથે ખૂબ ખરાબ રમત રમી રહી છે. હું કહી દઉં છું કે, હું તેને સહન નહીં કરું. કારણ કે આ બંને જોલી આ વખતે મારા જીવનમાં પાછા ફરી રહ્યા છે, જોલી જોલી યસ પાપા કરવા. ભાઈ સાહેબ આ ક્યાંની માણસાઈ છે કે, બંને ડોબર મેનને એક ગાય જેવા જજની પાછળ છોડી દેવામાં આવે? હું માનું છું કે મારું કામ છે કોર્ટમાં સંતુલન જાળવવાનું પણ મારા માનસિક સંતુલનનું શું?' હવે જ્યારે બંને જોલી એક જ છત નીચે આવવાના છે, ત્યારે દર્શકો પેટ પકડીને હસવા માટે ખૂબ ઉત્સાહિત છે. નોંધનીય છે કે, 'જોલી LLB' ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેની સિક્વલમાં અક્ષય કુમારે જોલીનું પાત્ર ભજવ્યું હતું. 'જોલી LLB 2' 2017માં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોમાં સૌરભ શુક્લાએ જજની ભૂમિકા ભજવી છે.

Aug 8, 2025 - 07:06
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow