લગ્ન, ટ્રેક્ટર, ધંધા માટે આર્થિક સહાય:ગુજરાત અને ભારત સરકારની યોજનાઓ આંગળીના ટેરવે, 3 સ્ટેપમાં સમજો અરજીથી લાભ મેળવવા સુધીની પ્રોસેસ

શું તમને ખબર છે કે તમારા દીકરીના લગ્ન, ખેતી માટે ટ્રેક્ટર, નવો ધંધો શરૂ કરવા કે ઘર બનાવવા માટે સરકાર તરફથી આર્થિક મદદ મળી શકે છે? ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આવી હજારો સરકારી યોજનાઓ છે, પણ મોટાભાગના લોકોને એ જ ખબર નથી હોતી કે તેમના માટે કઈ યોજના છે અને તેનો લાભ કેવી રીતે લેવો. આ ચક્કરમાં કાં તો તેઓ લાભ લેવાથી વંચિત રહી જાય છે અથવા વચેટિયાઓને પૈસા આપીને છેતરાય છે. પણ હવે આ બધી માથાકૂટનો અંત આવી ગયો છે. હવે તમે કોઈપણ સરકારી ઓફિસના ધક્કા ખાધા વગર કે કોઈને એક રૂપિયો આપ્યા વગર, ઘરે બેઠા તમારા મોબાઈલથી જ જાણી શકો છો કે કઈ યોજના તમારા માટે છે અને તેના માટે ઓનલાઈન અરજી પણ કરી શકો છો. ચાલો, ભાસ્કર એક્સપ્લેનરમાં આખી પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ સમજીએ. તમારા માટે કઈ સરકારી યોજના છે? આ રીતે જાણો કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ શોધવા માટે એક જ સરનામું છે - myScheme પોર્ટલ. આ લિસ્ટમાં તમને યોજનાનું નામ, કેટલો લાભ મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે, બધી જ માહિતી એક જ જગ્યાએ મળી જશે. ખાસ ગુજરાતના લોકો માટે - MariYojna પોર્ટલ ગુજરાત સરકારની યોજનાઓ માટે તો એક અલગ અને બહુ સરળ પોર્ટલ છે - mariyojna.gov.in. આ વેબસાઈટની ખાસિયત એ છે કે તે સંપૂર્ણ ગુજરાતી ભાષામાં છે. જેમને વાંચતા-લખતા ઓછું ફાવે, તેમના માટે ચિત્રો અને અવાજ (ઓડિયો) દ્વારા પણ યોજનાની માહિતી આપવામાં આવી છે. તમે સીધું જ ‘ખેડૂત યોજના’, ‘મહિલા સહાય’ કે ‘મકાન લોન’ એવું લખીને પણ યોજના શોધી શકો છો. ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં આટલું ખાસ ધ્યાન રાખો ઓનલાઈન અરજી કરતા પહેલાં થોડી તૈયારી કરી લેશો તો તમારું કામ ફટાફટ થઈ જશે. હવે કોઈને પૂછવાની કે ક્યાંય જવાની જરૂર નથી આ બધી સુવિધાઓનો એક જ મતલબ છે - હવે તમારે સરકારી યોજનાનું ફોર્મ ભરવા માટે કોઈના પર આધાર રાખવાની કે સરકારી ઓફિસોના ચક્કર કાપવાની જરૂર નથી. આ તમારો અધિકાર છે અને તે મેળવવાની પ્રક્રિયા હવે તમારી આંગળીના ટેરવે છે. જો તમને આ પ્રક્રિયામાં ક્યાંય પણ મુશ્કેલી પડે, તો ચિંતા ન કરો. દરેક ગામડામાં આવેલા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈને તમે નજીવા દરે ફોર્મ ભરાવી શકો છો. વધુ માહિતી માટે સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરીને વીડિયો જુઓ

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow