Editor's View: ટ્રમ્પની ધમકી-મોદીનો મેસેજ:અમેરિકાના રાષ્ટ્રપતિ છેલ્લી પાટલીએ બેસી ગયા, ટ્રેડ ડીલમાં ગાજર લટકાવી દીધું, સમજો 50% ટેરિફથી ભારતને શું અસર થશે

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો હતો કે, પાકિસ્તાન સાથે જો વાત થશે તો માત્ર PoK પર થશે. ટેરર અને ટ્રેડ એકસાથે ન થઈ શકે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જ દાવ અજમાવ્યો છે. ટ્રમ્પે ભારત પર ધડાધડ ટેરિફ લગાવ્યા પછી કહી દીધું છે કે જ્યાં સુધી ટેરિફનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય. ટૂંકમાં, ટ્રમ્પ હવે છેલ્લી પાટલીએ બેસી ગયા છે. નમસ્કાર, ભારતમાં તો ચર્ચા છે જ કે ટ્રમ્પનું મગજ ફરી ગયું છે. ગમે ત્યારે ગમે તે બોલે છે ને ગમે તે એક્શન લે છે. પણ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે, ભારત ટેરિફનો માર સહન કરી લેશે પણ પોતાના ખેડૂતો અને પશુપાલકોના હિત સાથે સમજૂતી નહિ કરે. ટ્રમ્પે કહ્યું, ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય ભારતીય આયાત પર ટેરિફ ડબલ કરીને 50% કરવાના તેમના નિર્ણય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ટેરિફ અંગેનો વિવાદ ઉકેલાશે નહિ ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય. ઓવલ ઓફિસમાં ન્યૂઝ એજન્સી ANIએ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે,ભારત પર 50% ટેરિફની જાહેરાત પછી શું તમે ટ્રેડ ડિલની વાતચીત આગળ વધશે, તેવી આશા રાખો છો? જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ના. જ્યાં સુધી અમે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી કોઈ વાતચીત નહિ. પિગોટે કહ્યું, ભારત સાથે વાતચીત ચાલુ રાખીશું !! અમેરિકા કાયમ ડબલ ઢોલકી રહ્યું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ટ્રમ્પ સરકારના અધિકારીઓ વચ્ચે જ વિચારભેદ છે ને સંકલન નથી, તે આ વાતનો પુરાવો છે કે, ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય તેની થોડી કલાકો પછી જ અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા ટોમી પિગોટે કહેલું કે અમે ટ્રેડ ડિલ માટે ભારત સાથે વાતચીત ચાલુ રાખીશું. પ્રેસ બ્રીફિંગ દરમિયાન પત્રકારોને જવાબ આપતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે એવું કહ્યું કે, ભારતના સંદર્ભમાં હું એ કહી શકું છું કે રાષ્ટ્રપતિ વેપાર અસંતુલન અંગે ચિંતિત છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદી અંગે પણ તે ખૂબ જ સ્પષ્ટ છે. એ ડાયરેક્ટ એક્શન લે છે. પણ ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે. જેની સાથે અમે સંપૂર્ણ અને સ્પષ્ટ વાતચીત કરી રહ્યા છીએ અને આ વાતચીત ચાલુ રહેશે. મોદીએ ટ્રમ્પને જવાબ આપી દીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં યોજાયેલા એમ.એસ.સ્વામિનાથન સંમેલનમાં ટેરિફ મામલે ટ્રમ્પને જવાબ આપી દીધો હતો. નરેન્દ્ર મોદીએ યુએસ ટેરિફનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે આપણા ખેડૂતોનું હિત અમારી પહેલી પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું જાણું છું કે વ્યક્તિગત રીતે મારે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું. અમેરિકા પોતાની શરતો સાથે ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશ ઇચ્છે છે. અનેક રાઉન્ડની બેઠકો પછી ભારતે અમેરિકાને ના પાડી દીધી કે અમેરિકાની ખેત પેદાશો અને ડેરી પ્રોડક્ટ અમે ભારતમાં વેચીશું નહિ. આનાથી અમેરિકા નારાજ છે. પણ મોદીએ એક લાઈનમાં કહી દીધું કે, અમેરિકાને જે કરવું હોય તે કરે. ભારતમાં અમેરિકાની ખેત પેદાશો અને ડેરી પ્રોડક્ટને એન્ટ્રી નહિ જ મળે. હવે એ જાણો કે ભારત પર ટેરિફ લાગવાથી શું અસર થશે? અમેરિકાએ 7 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગૂ કરી દીધો છે. બાકીનો 25% ટેરિફ 27 ઓગસ્ટથી લાગૂ કરી દેશે. એટલે ભારતનો જે માલ-સામાન અમેરિકા વેચાય છે તેના પર અમેરિકી સરકાર 50% ટેક્સ વસૂલ કરશે અને તેના કારણે ભારતની વસ્તુઓ મોંઘી બનશે. ભારતની કંપનીઓને પણ મોટું નુકસાન થશે. 1. એન્જિયનીયરિંગ ગુડ્સ: સૌથી વધારે નિકાસ પહેલાંની સ્થિતિ : ભારતે 2024 માં 19.16 બિલિયન ડોલર (લગભગ રૂ. 1.68 લાખ કરોડ)ના મૂલ્યના એન્જિનિયરિંગ માલની નિકાસ કરી હતી. આમાં સ્ટીલ ઉત્પાદનો, મશીનરી, ઓટોમોટિવ પાર્ટ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટ સામેલ છે. વર્તમાન ટેરિફ: 5% +10% = 15%, જેમાં ઘણા એન્જિનિયરિંગ ઉત્પાદનોને કલમ 232 હેઠળ મુક્તિ આપવામાં આવી છે. એપ્રિલ 2025માં 10% ટેરિફની જાહેરાત પહેલાં આ કેટેગરી પર ટેરિફ લગભગ 5% હતો. ઉદાહરણ: યુએસમાં 100 ડોલરનો ભાગ 115 ડોલરમાં વેચાય છે. વધારે ટેરિફ પછી હવે શું થશે? નવો ટેરિફ: 5% + 25%= 30% નવો ખર્ચ: 100 ડોલરની પ્રોડક્ટ હવે 130માં પડશે. અસર: ભાવ વધારાને કારણે નિકાસમાં 10-15% ઘટાડો થવાની સંભાવના. અસરગ્રસ્ત કંપનીઓ: ભારત ફોર્જ, ટાટા સ્ટીલ અને એલ એન્ડ ટી સહિત અન્ય. પડકાર: લાખો નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. નાના અને મધ્યમ ઉદ્યોગો, જે એન્જિનિયરિંગ ગુડ્સ નિકાસમાં 40% ફાળો આપે છે તેમને સૌથી વધુ અસર થશે. ભારત શું કરી શકે છે? યુરોપ (જર્મની, યુકે) અને આસિયાન દેશો (સિંગાપોર, મલેશિયા)માં એન્જિનિયરિંગ માલની માંગ વધી રહી છે. ભારત આ બજારોમાં પોતાની ભાગીદારી વધારી શકે છે. એન્જિનિયરિંગ માલ માટે PLI સ્કીમનો વિસ્તાર કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે.જેથી કંપનીઓ યુએસ બજારમાં સ્પર્ધાત્મક રહે. 2. ઇલેક્ટ્રોનિક્સ: સ્માર્ટફોનને વધારે અસર થશે પહેલાની પરિસ્થિતિ: ભારતે 2024માં અમેરિકાને 14 બિલિયન ડોલર (લગભગ રૂ. 1.23 લાખ કરોડ)ના ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કર્યા હતા. સ્માર્ટફોન, ખાસ કરીને આઇફોનનો આમાં મોટો હિસ્સો હતો. ભારત અમેરિકામાં આઇફોનનો સૌથી મોટો સપ્લાયર છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં પહેલી વાર ટેરિફની જાહેરાત કરી તે પહેલાં ઇલેક્ટ્રોનિક્સ પર સરેરાશ 0.41% ટેરિફ હતો. ઉદાહરણ: યુએસમાં 100 ડોલરનો સ્માર્ટફોન 100.41 ડોલરમાં વેચાતો હતો. વધારે ટેરિફ પછી હવે શું થશે? નવો ટેરિફ: 25% નવો ખર્ચ: 100 ડોલરના સ્માર્ટફોનની કિંમત લગભગ 125 ડોલર હશે. અસર: કિંમતમાં 25% વધારો, જેના કારણે માંગમાં 20-25% ઘટાડો થઈ શકે છે. કંપનીઓ પ્રભાવિત: એપલ અને ડિક્સન ટેક્નોલોજીસ જેવી કંપનીઓ. પડકાર: વિયેતનામ અને મેક્સિકો જેવા દેશો તરફથી સખત સ્પર્ધા. ભારત શું કરી શકે છે? સ્માર્ટફોન અને સેમિકન્ડક્ટર્સને ટેરિફમાંથી મુક્ત રાખવા માટે વાટાઘાટો કરી શકે. સ્થાનિક બજારને મજબૂત બનાવવા અને નવી બ્રાન્ડ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત

Aug 9, 2025 - 07:30
 0
Editor's View: ટ્રમ્પની ધમકી-મોદીનો મેસેજ:અમેરિકાના રાષ્ટ્રપતિ છેલ્લી પાટલીએ બેસી ગયા, ટ્રેડ ડીલમાં ગાજર લટકાવી દીધું, સમજો 50% ટેરિફથી ભારતને શું અસર થશે
ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો હતો કે, પાકિસ્તાન સાથે જો વાત થશે તો માત્ર PoK પર થશે. ટેરર અને ટ્રેડ એકસાથે ન થઈ શકે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જ દાવ અજમાવ્યો છે. ટ્રમ્પે ભારત પર ધડાધડ ટેરિફ લગાવ્યા પછી કહી દીધું છે કે જ્યાં સુધી ટેરિફનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય. ટૂંકમાં, ટ્રમ્પ હવે છેલ્લી પાટલીએ બેસી ગયા છે. નમસ્કાર, ભારતમાં તો ચર્ચા છે જ કે ટ્રમ્પનું મગજ ફરી ગયું છે. ગમે ત્યારે ગમે તે બોલે છે ને ગમે તે એક્શન લે છે. પણ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે, ભારત ટેરિફનો માર સહન કરી લેશે પણ પોતાના ખેડૂતો અને પશુપાલકોના હિત સાથે સમજૂતી નહિ કરે. ટ્રમ્પે કહ્યું, ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય ભારતીય આયાત પર ટેરિફ ડબલ કરીને 50% કરવાના તેમના નિર્ણય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ટેરિફ અંગેનો વિવાદ ઉકેલાશે નહિ ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય. ઓવલ ઓફિસમાં ન્યૂઝ એજન્સી ANIએ ડોનાલ્ડ ટ્રમ્પને સવાલ કર્યો હતો કે,ભારત પર 50% ટેરિફની જાહેરાત પછી શું તમે ટ્રેડ ડિલની વાતચીત આગળ વધશે, તેવી આશા રાખો છો? જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ના. જ્યાં સુધી અમે તેનો ઉકેલ ન લાવીએ ત્યાં સુધી કોઈ વાતચીત નહિ. પિગોટે કહ્યું, ભારત સાથે વાતચીત ચાલુ રાખીશું !! અમેરિકા કાયમ ડબલ ઢોલકી રહ્યું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ટ્રમ્પ સરકારના અધિકારીઓ વચ્ચે જ વિચારભેદ છે ને સંકલન નથી, તે આ વાતનો પુરાવો છે કે, ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે કોઈ વાતચીત નહિ થાય તેની થોડી કલાકો પછી જ અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા ટોમી પિગોટે કહેલું કે અમે ટ્રેડ ડિલ માટે ભારત સાથે વાતચીત ચાલુ રાખીશું. પ્રેસ બ્રીફિંગ દરમિયાન પત્રકારોને જવાબ આપતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના મુખ્ય નાયબ પ્રવક્તા ટોમી પિગોટે એવું કહ્યું કે, ભારતના સંદર્ભમાં હું એ કહી શકું છું કે રાષ્ટ્રપતિ વેપાર અસંતુલન અંગે ચિંતિત છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદી અંગે પણ તે ખૂબ જ સ્પષ્ટ છે. એ ડાયરેક્ટ એક્શન લે છે. પણ ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે. જેની સાથે અમે સંપૂર્ણ અને સ્પષ્ટ વાતચીત કરી રહ્યા છીએ અને આ વાતચીત ચાલુ રહેશે. મોદીએ ટ્રમ્પને જવાબ આપી દીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં યોજાયેલા એમ.એસ.સ્વામિનાથન સંમેલનમાં ટેરિફ મામલે ટ્રમ્પને જવાબ આપી દીધો હતો. નરેન્દ્ર મોદીએ યુએસ ટેરિફનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું કે આપણા ખેડૂતોનું હિત અમારી પહેલી પ્રાથમિકતા છે. ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. હું જાણું છું કે વ્યક્તિગત રીતે મારે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તેના માટે તૈયાર છું. અમેરિકા પોતાની શરતો સાથે ભારતના કૃષિ અને ડેરી ક્ષેત્રમાં પ્રવેશ ઇચ્છે છે. અનેક રાઉન્ડની બેઠકો પછી ભારતે અમેરિકાને ના પાડી દીધી કે અમેરિકાની ખેત પેદાશો અને ડેરી પ્રોડક્ટ અમે ભારતમાં વેચીશું નહિ. આનાથી અમેરિકા નારાજ છે. પણ મોદીએ એક લાઈનમાં કહી દીધું કે, અમેરિકાને જે કરવું હોય તે કરે. ભારતમાં અમેરિકાની ખેત પેદાશો અને ડેરી પ્રોડક્ટને એન્ટ્રી નહિ જ મળે. હવે એ જાણો કે ભારત પર ટેરિફ લાગવાથી શું અસર થશે? અમેરિકાએ 7 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગૂ કરી દીધો છે. બાકીનો 25% ટેરિફ 27 ઓગસ્ટથી લાગૂ કરી દેશે. એટલે ભારતનો જે માલ-સામાન અમેરિકા વેચાય છે તેના પર અમેરિકી સરકાર 50% ટેક્સ વસૂલ કરશે અને તેના કારણે ભારતની વસ્તુઓ મોંઘી બનશે. ભારતની કંપનીઓને પણ મોટું નુકસાન થશે. 1. એન્જિયનીયરિંગ ગુડ્સ: સૌથી વધારે નિકાસ પહેલાંની સ્થિતિ : ભારતે 2024 માં 19.16 બિલિયન ડોલર (લગભગ રૂ. 1.68 લાખ કરોડ)ના મૂલ્યના એન્જિનિયરિંગ માલની નિકાસ કરી હતી. આમાં સ્ટીલ ઉત્પાદનો, મશીનરી, ઓટોમોટિવ પાર્ટ, ઇલેક્ટ્રિકલ મશીનરી અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટ સામેલ છે. વર્તમાન ટેરિફ: 5% +10% = 15%, જેમાં ઘણા એન્જિનિયરિંગ ઉત્પાદનોને કલમ 232 હેઠળ મુક્તિ આપવામાં આવી છે. એપ્રિલ 2025માં 10% ટેરિફની જાહેરાત પહેલાં આ કેટેગરી પર ટેરિફ લગભગ 5% હતો. ઉદાહરણ: યુએસમાં 100 ડોલરનો ભાગ 115 ડોલરમાં વેચાય છે. વધારે ટેરિફ પછી હવે શું થશે? નવો ટેરિફ: 5% + 25%= 30% નવો ખર્ચ: 100 ડોલરની પ્રોડક્ટ હવે 130માં પડશે. અસર: ભાવ વધારાને કારણે નિકાસમાં 10-15% ઘટાડો થવાની સંભાવના. અસરગ્રસ્ત કંપનીઓ: ભારત ફોર્જ, ટાટા સ્ટીલ અને એલ એન્ડ ટી સહિત અન્ય. પડકાર: લાખો નોકરીઓ જોખમમાં મુકાઈ શકે છે. નાના અને મધ્યમ ઉદ્યોગો, જે એન્જિનિયરિંગ ગુડ્સ નિકાસમાં 40% ફાળો આપે છે તેમને સૌથી વધુ અસર થશે. ભારત શું કરી શકે છે? યુરોપ (જર્મની, યુકે) અને આસિયાન દેશો (સિંગાપોર, મલેશિયા)માં એન્જિનિયરિંગ માલની માંગ વધી રહી છે. ભારત આ બજારોમાં પોતાની ભાગીદારી વધારી શકે છે. એન્જિનિયરિંગ માલ માટે PLI સ્કીમનો વિસ્તાર કરીને ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે.જેથી કંપનીઓ યુએસ બજારમાં સ્પર્ધાત્મક રહે. 2. ઇલેક્ટ્રોનિક્સ: સ્માર્ટફોનને વધારે અસર થશે પહેલાની પરિસ્થિતિ: ભારતે 2024માં અમેરિકાને 14 બિલિયન ડોલર (લગભગ રૂ. 1.23 લાખ કરોડ)ના ઇલેક્ટ્રોનિક્સ નિકાસ કર્યા હતા. સ્માર્ટફોન, ખાસ કરીને આઇફોનનો આમાં મોટો હિસ્સો હતો. ભારત અમેરિકામાં આઇફોનનો સૌથી મોટો સપ્લાયર છે. ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલમાં પહેલી વાર ટેરિફની જાહેરાત કરી તે પહેલાં ઇલેક્ટ્રોનિક્સ પર સરેરાશ 0.41% ટેરિફ હતો. ઉદાહરણ: યુએસમાં 100 ડોલરનો સ્માર્ટફોન 100.41 ડોલરમાં વેચાતો હતો. વધારે ટેરિફ પછી હવે શું થશે? નવો ટેરિફ: 25% નવો ખર્ચ: 100 ડોલરના સ્માર્ટફોનની કિંમત લગભગ 125 ડોલર હશે. અસર: કિંમતમાં 25% વધારો, જેના કારણે માંગમાં 20-25% ઘટાડો થઈ શકે છે. કંપનીઓ પ્રભાવિત: એપલ અને ડિક્સન ટેક્નોલોજીસ જેવી કંપનીઓ. પડકાર: વિયેતનામ અને મેક્સિકો જેવા દેશો તરફથી સખત સ્પર્ધા. ભારત શું કરી શકે છે? સ્માર્ટફોન અને સેમિકન્ડક્ટર્સને ટેરિફમાંથી મુક્ત રાખવા માટે વાટાઘાટો કરી શકે. સ્થાનિક બજારને મજબૂત બનાવવા અને નવી બ્રાન્ડ્સ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. 3. જેમ્સ એન્ડ જ્વેલરી : ટેરિફ પહેલાં ડબલ એક્સપોર્ટ પહેલાની પરિસ્થિતિ: ભારતે 2024માં અમેરિકામાં 9.94 બિલિયન ડોલર (લગભગ રૂ. 87 હજાર કરોડ) ના જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ કરી હતી. આ યુએસ હીરાની આયાતનો 44.5% હિસ્સો છે. વર્તમાન ટેરિફ: જ્વેલરી (6% + 10%= 16%), હીરા (0% + 10%=10%). એપ્રિલ 2025માં 10% ટેરિફની જાહેરાત પહેલાં જ્વેલરી પર 6% અને હીરા પર 0% ટેરિફ હતો. ઉદાહરણ: અમેરિકામાં 100 ડોલરની જ્વેલરી હવે 116 ડોલરમાં વેચાય છે. વધારે ટેરિફ પછી હવે શું થશે? નવો ટેરિફ: જ્વેલરી (6% + 25%=31%), હીરા (0% + 25% = 25%). નવો ખર્ચ: 100 ડોલરની કિંમતની જ્વેલરી હવે 131 ડોલરમાં વેચાશે. અસર: ભાવ વધવાથી નિકાસમાં 15-20% ઘટાડો. અસરગ્રસ્ત કંપનીઓ: રાજેશ એક્સપોર્ટ્સ, ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ. પડકાર: યુએસ ખરીદદારો સસ્તા વિકલ્પો તરફ વળશે, જેનાથી લાખો કારીગરોની નોકરીઓ જોખમમાં મુકાશે. ભારત શું કરી શકે છે? ભારત-યુએસ દ્વિપક્ષીય વેપાર કરાર ઝડપથી પૂરો કરી શકે છે. યુરોપિયન બજારોમાં હીરાની નિકાસમાં વધારો કરી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલની વાતચીત ક્યાં સુધી પહોંચી છે? ભારત અને અમેરિકા લાંબા સમયથી ટ્રેડ ડિલ પર કામ કરી રહ્યા છે. અમેરિકાની ટીમ 25 ઓગસ્ટે ભારત આવશે અને છઠ્ઠા રાઉન્ડની વાતચીત કરશે. જોકે ટ્રમ્પે હાથ ઊંચા કરી દીધા પછી આ ટીમ ભારત આવશે કે કેમ, તે પણ એક સવાલ છે. ભારતીય અધિકારીઓ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં કોઈ મોટા કરાર પર પહોંચવાની આશા રાખી રહ્યા છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર હજુ સુધી સંમતિ સધાઈ નથી, જેમ કે કૃષિ અને ડેરી ક્ષેત્ર. ભારત અમેરિકા માટે કૃષિ અને ડેરી સેક્ટર ખોલશે નહિ એ પણ નક્કી છે. ટેરિફને કારણે શિપમેન્ટમાં ઘટાડો થવાની શક્યતા એન્જિનિયરિંગ એક્સપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન પંકજ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે - જો અમેરિકા તેની યોજના સાથે આગળ વધે છે અને સ્ટીલ, એલ્યુમિનિયમ અને તેમના ડેરિવેટિવ્ઝ પર 50% ટેરિફ લાગે છે તો આ મુખ્ય ચીજવસ્તુઓની નિકાસ મોંઘી થઈ જશે.આનાથી શિપમેન્ટમાં ઘટાડો થવાની શક્યતા છે. વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે તે જોવા માટે આપણે લગભગ ત્રણ મહિના રાહ જોવી પડશે. તે પછી આપણે વ્યૂહરચના બનાવી શકીએ છીએ. છેલ્લા કેટલાક મહિનામાં ઊંચા ટેરિફના ડરને કારણે ઓર્ડર પહેલાથી જ વધુ લેવામાં આવ્યા હતા. 25% ટેરિફ લાગૂ થયા પછી કોને વધારે અસર થશે? સેક્ટર : એન્જિનીયરિંગ ગુડ્સ માર્ચ-2025માં : 5% 25% ટેરિફ લાગૂ થયા પછી : 30% સેક્ટર : ઈલેટ્રોનિક્સ માર્ચ-2025માં : 0.41% 25% ટેરિફ લાગૂ થયા પછી : અત્યારે છૂટ છે સેક્ટર : ફાર્મા માર્ચ-2025માં : 0% 25% ટેરિફ લાગૂ થયા પછી : અત્યારે છૂટ છે સેક્ટર : જેમ્સ એન્ડ જ્વેલરી માર્ચ-2025માં : 6% 25% ટેરિફ લાગૂ થયા પછી : 31% સેક્ટર : ટેક્સટાઈલ માર્ચ-2025માં : 10% 25% ટેરિફ લાગૂ થયા પછી : 35% ટેરિફ લાગૂ થયા પછી ક્યા દેશને શું અસર થશે? 1. પાકિસ્તાન : ટ્રમ્પે પાકિસ્તાન પર 19% ટેરિફ લાદ્યો છે. દક્ષિણ એશિયાના કોઈપણ દેશ પર આ સૌથી ઓછો યુએસ ટેરિફ છે. ટ્રમ્પે પાકિસ્તાન સાથે ઓઈલ કરાર પણ કર્યો છે. આ કરાર હેઠળ અમેરિકા પાકિસ્તાનને ઓઈલ સંશોધન, પ્રોસેસિંગ અને સ્ટોરેજમાં મદદ કરશે. પાકિસ્તાનનું સૌથી મોટું નિકાસ સેક્ટર તેનો કાપડ ઉદ્યોગ (80%) છે. અમેરિકા તેનો સૌથી મોટો ખરીદદાર છે. ઓછા ટેરિફથી અમેરિકન માર્કેટમાં વધારે કાપડ મોકલી શકે છે. 2. બાંગ્લાદેશ : અમેરિકાએ બાંગ્લાદેશ પર 20% ટેરિફ લાદ્યો છે. એપ્રિલમાં અગાઉ બાંગ્લાદેશ પર 37% ટેરિફ લાદવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ 4 મહિનામાં અમેરિકા પાસેથી ટેરિફ 17% ઘટાડવામાં સફળ રહ્યું. બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી મોટો કાપડ નિકાસકાર છે. ભારત પર વધુ ટેરિફ તેની કાપડ નિકાસમાં વધારો કરી શકે છે. 2024માં તેની નિકાસ 8 બિલિયન ડોલર (રૂ. 70 હજાર કરોડ) હતી, જે 2026 સુધીમાં 10 બિલિયન ડોલર (રૂ. 88 હજાર કરોડ) સુધી પહોંચી શકે છે. 3. વિયેતનામ : અમેરિકાએ વિયેતનામ પર 20% ટેરિફ લાદ્યો છે, પરંતુ તે ભારત (50% ટેરિફ) અને ચીન (30%) કરતા ઓછો છે. આનાથી વિયેતનામી માલ માટે યુએસ બજારોમાં ઈઝી એન્ટ્રી થઈ શકશે. સેમિકન્ડક્ટર સેકટરમાં પહેલાં જ મોટી કંપનીઓની 'ચાઇના-પ્લસ-વન' પોલિસી (ચીન ઉપરાંત એક વધુ ભાગીદાર)નો વિયેતનામ પહેલેથી જ લાભ મેળવી રહ્યું છે. એપલ અને સેમસંગ જેવી કંપનીઓ તેમની સપ્લાય ચેઇન ચીનથી વિયેતનામમાં ટ્રાન્સફર કરી રહી છે. અન્ય દેશોની તુલનામાં ઓછા ટેરિફથી વિયેતનામ અમેરિકામાં નિકાસ વધારી શકે છે. 4. મેક્સિકો : અમેરિકાએ મેક્સિકો પર 25% ટેરિફ લાદ્યો છે. જોકે મેક્સિકો USMCA (યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા કરાર) હેઠળ વેપાર કરે છે. જેના હેઠળ તે કેટલીક છૂટનો લાભ લઈ શકે છે. અમેરિકાએ USMCAના નિયમોનું પાલન કરતી વસ્તુઓ પર મેક્સિકોને ટેરિફ મુક્તિ આપી છે. અમેરિકા સાથે વેપાર કરવામાં મેક્સિકો પહેલા નંબરે છે. મેક્સિકો કાર, ટ્રક અને એન્જિન, ટ્રાન્સમિશન જેવા ઓટોમોબાઈલ પાર્ટની નિકાસ યુએસમાં કરે છે. મેક્સિકોના કુલ ઓટોમોબાઈલ પાર્ટની નિકાસમાંથી લગભગ 90% યુએસમાં જાય છે. 5. બ્રાઝીલ : ભારતની જેમ અમેરિકાએ પણ બ્રાઝિલ પર 50% ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે આ પાછળનું કારણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પરના કેસને ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ પણ આની વિરુદ્ધ વિશ્વ વેપાર સંગઠન (WTO)ને ફરિયાદ કરી છે. અમેરિકાને સ્ટીલ વેચવામાં બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. બ્રાઝિલે 2024માં અમેરિકાને 10 અબજ ડોલર (87 હજાર કરોડ રૂપિયા)ના સ્ટીલ અને એલ્યુમિનિયમની નિકાસ કરી હતી. ટેરિફ લાદવાથી તેને સૌથી વધુ નુકસાન થશે. 6. ચીન : અમેરિકાએ મે મહિનામાં ચીન પર 145% ટેરિફ લાદ્યો હતો. આ પછી ચીને અમેરિકા પર 125% સામો ટેરિફ લાદ્યો હતો. વાતચીત પછી બંનેએ એકબીજા પર ટેરિફ ઘટાડ્યા. હાલમાં, અમેરિકાએ ચીન પર 30% ટેરિફ લાદ્યો છે અને ચીને અમેરિકા પર 10% ટેરિફ લાદ્યો છે.અમેરિકાએ અલગથી ચીનને વેપાર સોદા માટે 12 ઓગસ્ટની ડેડલાઈન આપી છે. ચીન પર અમેરિકાના ઊંચા ટેરિફની સીધી અસર તેની નિકાસ અને ઉદ્યોગ પર પડશે. ચીન અમેરિકામાં 500 અબજ ડોલર (રૂ. 43 લાખ કરોડ) થી વધુ કિંમતના માલની નિકાસ કરે છે. એપલ જેવી બ્રાન્ડ્સ ચીનમાં મોટા પાયે ઉત્પાદન કરે છે.તેમને મોંઘવારીનો સામનો કરવો પડશે. કરો વાત! મુનીર ફરી અમેરિકા ઉપડશે… પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર આ અઠવાડિયે અમેરિકા જશે. દોઢ મહિના પહેલાં 18 જૂને ટ્રમ્પ સાથે લંચ લીધા પછી મુનીર હવામાં હતા. ટ્રમ્પ પણ ભારતને નિશાન બનાવવા મુનીરનો ઉપયોગ કરે છે. આ વખતે મુનીર સેન્ટકોમ (સેન્ટ્રલ કમાન્ડ) ના નવા વડાના નિમણૂક સમારોહમાં હાજરી આપશે. બે મહિનામાં આ તેમની અમેરિકાની બીજી મુલાકાત હશે. મુનીરે ટ્રમ્પ સાથે બંધ બારણે મિટિંગ કર્યા પછી અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો. તેના માટે પાકિસ્તાને એરસ્પેસ ખોલી આપી હતી. મુનીરે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવાનો શ્રેય ટ્રમ્પને આપ્યો હતો. તેમણે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે પણ નોમિનેટ કર્યા છે. છેલ્લે, અમેરિકા સામે નહોર ભરાવવા માટે ભારતને બીજા દેશોના સપોર્ટની જરૂર પડશે. એ સપોર્ટ મળવાનું શરૂ થઈ ગયું છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિએ એવું કહ્યું હતું કે, હું મોદી અને જિનપિંગ સાથે ફોનમાં વાત કરીશ પણ ટ્રમ્પ સાથે નહિ કરું. તો બ્રાઝીલના રાષ્ટ્રપતિએ મોદી સાથે ફોનમાં વાત કરી લીધી છે. બીજું, અમેરિકા-ભારત વચ્ચે ડિપ્લોમેટિક તણાવ વધ્યો છે ત્યારે ઈઝરાયલના રાષ્ટ્રપતિ બેન્જામીન નેતન્યાહૂએ અમેરિકાને સંભળાવી દીધું છે. નેતન્યાહૂએ કહ્યું કે, અમેરિકા ભારતને ભલે ગમે તે માને પણ એશિયામાં ભારતની અલગ ઓળખ છે. ભારત એક ખાસ દેશ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow