વલસાડના કપરાડામાં 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ:હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાએ એમ્બ્યુલન્સમાં બાળકીને જન્મ આપ્યો, EMT રવિન્દ્ર વણકરે કરાવી પ્રસૂતિ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 108 એમ્બ્યુલન્સની ટીમે એક હાઈ રિસ્ક ગર્ભવતી મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી છે. કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાંતાબેન વિષ્ણુભાઈને પ્રસૂતિની પીડા શરૂ થતાં ડૉ. હિનલબેને 108ને જાણ કરી હતી. ચાવશાળા 108ના EMT રવિન્દ્ર વણકર અને પાયલોટ હીરાભાઈ મૌવલ તુરંત જ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેઓ દર્દીને વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં કાંતાબેનને તીવ્ર પ્રસવ પીડા શરૂ થઈ હતી. EMT રવિન્દ્ર વણકરે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. માતાનું વજન ઓછું હોવાથી પ્રસૂતિમાં મુશ્કેલી આવી હતી. તેમ છતાં EMTએ કુશળતાપૂર્વક બાળકીને જન્મ આપવામાં સફળતા મેળવી હતી. પ્રસૂતિ બાદ 108ની હેડ ઓફિસના ડૉ. પરમાર સાથે વાત કરી તેમના માર્ગદર્શન મુજબ ઓક્સિટોસિન સહિતના જરૂરી ઇન્જેક્શન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ માતા અને નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલ વલસાડ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના 108 એમ્બ્યુલન્સ સેવાની તત્પરતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow