ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાર્યવાહી:ટ્રેક્ટરનું વ્હિલ ચડી જતા યુવકને ગંભીર ઇજા
જૂનાગઢના ગલિયાવાડા ગામે ટ્રેક્ટરનું વ્હિલ ચઢી જતા યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢ તાલુકાના ગલીયાવાડા ગામે રહેતા 22 વર્ષીય હિરેનભાઇ પ્રવિણભાઇ માલમના દાદાનું નિધન થયુ હતુ. જેથી ટ્રેક્ટરની ટ્રોલીની જરૂર પડતા યુવક, વિશાલભાઇ મોણપરા તથા ટ્રેકટર ડ્રાઇવર મયુરભાઇ દોકલ ટ્રેક્ટર લઈ ગલીયાવાડા વાડીના જાપા પાસે ટ્રોલી લેવા ગયા હતા ત્યારે ટ્રેક્ટર ડ્રાઇવર મયુર દોકલે ટ્રેકટરની ટ્રોલી જોડવા સારૂ પુરઝડપે ટ્રેકટર રિવર્સમાં લેતા ટ્રેકટર પાછળ ઉભેલ હિરેનને હડફેટે લેતા ડાબા પગના અંગુઠામાં ટ્રેકટરનુ વ્હિલ ચડી ગયું હતું. ગંભીર પ્રકારની ઈજા થતાં યુવાનને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતને લઈને તાલુકા પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

What's Your Reaction?






