જામનગરનું ગૌરવ:ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ અમેરિકાના બોસ્ટનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી હાલ અમેરિકાના બોસ્ટન શહેરની મુલાકાતે છે. તેઓ ત્યાં યોજાયેલી નેશનલ કોન્ફરન્સ ઓફ લેજીસલેટરમાં ઉપસ્થિત રહી ભારત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.આ કોન્ફરન્સમાં દિવ્યેશભાઈને ગુજરાત વતી પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. તેમને વિશ્વભરના વિધાનસભ્યો સાથે લોકશાહી, સારા શાસન અને વૈશ્વિક સહયોગ પર ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. દિવ્યેશભાઈ અકબરીએ આ અવસરને પોતાના માટે ગર્વની બાબત ગણાવી છે. તેમણે જણાવ્યું કે વિશ્વભરના વિધાન સભ્યો સાથે વિચાર વિમર્શ કરવો અને વિધાનસભાની કાર્યક્ષમતા પર ચર્ચા કરવી તેમના માટે એક અનમોલ અનુભવ રહ્યો છે. અકબરીએ બોસ્ટનથી જાહેર કર્યું છે કે ગુજરાતના લોકોએ તેમને જે વિશ્વાસ આપ્યો છે, તેને વિશ્વ મંચે પ્રતિબિંબિત કરવાનો તેમનો સતત પ્રયત્ન રહેશે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow