'વશ લેવલ 2'નું દમદાર ટ્રેલર રિલીઝ:ફિલ્મમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર થઈ વશીકરણની વિધિ, આખા શહેરમાં મચાવ્યું તોફન

ગુજરાતી ફિલ્મ 'વશ લેવલ 2'ના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. આ ટ્રેલર પહેલી ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોતા જ રૂંવાડાં ઊભા થઈ જાય તેમ છે. આ વખતે સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીઓ પર વશીકરણ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર અમદાવાદમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેએસ એન્ટરટેઇનમેન્ટ તરફથી કૃણાલ સોની (પ્રોડ્યુસર) અને કલ્પેશ સોની (પ્રોડ્યુસર) , અનંતા બિઝનેસ કોર્પ. તરફથી નિલય ચોટાઈ (પ્રોડ્યુસર), પટેલ પ્રોસેસિંગના ધ્રુવ પટેલ (પ્રોડ્યુસર) તથા ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક અને એક્ટ્રેસ જાનકી બોડીવાલા અને મોનલ ગજ્જર તથા એક્ટર હિતેનકુમાર અને હિતુ કનોડિયા હાજર રહ્યાં હતાં. ટ્રેલર લોન્ચ પ્રસંગે સરપ્રાઇઝ આપતા કહ્યું કે 'વશ લેવલ 2' હિંદીમાં પણ રિલીઝ થશે. ફિલ્મની વાર્તા બાર વર્ષ પછી શરૂ થાય છે, જ્યારે અથર્વ (હિતુ કનોડિયા) તેની પુત્રી આર્યા (જાનકી બોડીવાલા)ને એક વશીકરણથી બચાવે છે, પરંતુ તેને ખબર પડે છે કે તે વશીકરણ તેને ક્યારેય છોડતું નથી અને ફરી અજીબોગરીબ ઘટનાઓ શરૂ થાય છે, તેમ તેમ તેને ફરી એકવાર આર્યાને બચાવવા લડવું પડે છે. ટ્રેલરમાં હોરર, ઈમોશન્સ અને સસ્પેન્સનું મિશ્રણ છે. ટ્રેલરની શરૂઆત સ્કૂલની કેન્ટિનમાં વિદ્યાર્થિની નાસ્તો કરતા હોય છે અને અચાનક ઢળી પડે છે. ત્યારબાદ દસ વિદ્યાર્થીઓ સ્કૂલના ધાબે જઈને નીચે પડે છે. આ તમામ છોકરીઓ બસ એક જ વાત કરતી હતી કે અંકલે આમ કરવાનું કહ્યું છે. ફિલ્મમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓ પર વશીકરણની વિધિ કરવામાં આવી છે અને તેઓ તે પ્રમાણે જ વર્તન કરે છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ તેને પણ ગૂંચવાઈ જાય છે કે આખરે આ શું થઈ રહ્યું છે. વિદ્યાર્થિનીઓએ શહેરમાં ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મના ટ્રેલરમાં છેલ્લે થોડી સેકન્ડ માટે જાનકી બોડીવાલા જોવા મળે છે. કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મ 'વશ લેવલ 2' 27 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં જાનકી બોડીવાલા, હિતેનકુમાર, મોનલ ગજ્જર તથા હિતુ કનોડિયા છે. આ ફિલ્મ 'વશ'ની સીક્વલ છે. આટલું જ નહીં, આ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ 'શૈતાન' પણ બની હતી. અજય દેવગન-આર માધવન તથા જાનકી બોડીવાલા લીડ રોલમાં હતાં.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ માટે જાનકી IIFAમાં બેસ્ટ સપોર્ટિંગ રોલનો અવૉર્ડ શાહરુખ ખાનના હાથે આપવામાં આવ્યો હતો.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow