અજબ-ગજબઃ રાજસ્થાનથી બસ દ્વારા જવાશે ‘ન્યૂ અમેરિકા’:જોઈ લો... સ્વિમિંગ પૂલ અને હેલિપેડ ધરાવતી લક્ઝુરિયસ કાર, કદરૂપા બનાવવાની પરંપરા હવે સુંદરતાની ઓળખ બની
ઘોડાઓને ખતરનાક સાપનું ઝેર આપવામાં આવી રહ્યું છે. શું તમે જાણો છો શા માટે, જેથી માનવ જીવ બચાવી શકાય? ત્યાં જ એક એવી કાર, જેમાં સ્વિમિંગ પૂલ અને હેલિપેડ પણ છે. 1. ઝેરી સાપ માનવ જીવન કેવી રીતે બચાવશે? 2. આ કેવા પ્રકારની કાર છે, જેમાં સ્વિમિંગ પૂલ અને હેલિપેડ પણ છે? 3. દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં બીજા દેશની રચના કેવી રીતે થઈ? 4. આફ્રિકામાં છોકરીઓ પુખ્ત થતાં જ તેમના દાંત કેમ તૂટી જાય છે? 5. રાજસ્થાનના એક ગામમાં બસ-કંડક્ટર અમેરિકાની ટિકિટ કેમ આપે છે? જો સાપ કોઈ પ્રાણી કે માણસને કરડે તો શું થશે? આ તો સાવ સરળ વાત છે, જો સમયસર સારવાર ન મળે તો પ્રાણી મરી જશે, પણ ઘોડાઓને જાણીજોઈને સાપના ઝેરથી ભરેલા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. આ એટલા માટે છે, જેથી માનવ જીવન બચાવી શકાય. વાસ્તવમાં આ એન્ટિવેનોમ બનાવવાની પ્રક્રિયાનો એક ભાગ છે, એટલે કે સાપના ઝેરને નિષ્ક્રિય કરવા માટેની દવા. એન્ટિવેનોમ બનાવવાની પ્રક્રિયા ખૂબ જટિલ છે. આ માટે પહેલા સાપનું ઝેર એક ખાસ કપમાં સંગ્રહિત કરવામાં આવે છે. રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ પછી આ ઝેર ઘોડાઓમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. આમ કરવાથી ઘોડાની રોગપ્રતિકારક શક્તિ ઝેર સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. આ પછી ઘોડામાંથી લોહી કાઢવામાં આવે છે અને એમાંથી એન્ટિબોડીઝ અલગ કરવામાં આવે છે. આનો ઉપયોગ સાપના ઝેર માટે એન્ટિવેનોમ બનાવવા માટે થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઘોડો પણ મરી શકે છે ભલે સાપના ઝેરને પ્રક્રિયા કરીને ઘોડાને ઓછી માત્રામાં આપવામાં આવે, પણ આટલું ઝેર પણ પ્રાણીના આંતરિક અવયવોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આનાથી ઘોડાનું મૃત્યુ પણ થઈ શકે છે. આજકાલ એક કાર ખૂબ જ વાઇરલ છે, એનું નામ છે ધ અમેરિકન ડ્રીમ. આ દુનિયાની સૌથી લાંબી કાર છે. એની લંબાઈ 100 ફૂટ એટલે કે લગભગ 30 મીટર છે. એમાં એક સમયે 75 લોકો બેસી શકે છે. એટલું જ નહીં, આ કારમાં હેલિપેડ, સ્વિમિંગ પૂલ અને મિની ગોલ્ફ કોર્સ પણ છે. આ કાર બે હજાર કિલોગ્રામથી વધુ વજન ઉપાડી શકે છે. અમેરિકન કાર ડિઝાઇનર જય ઓહરબર્ગે એને 1986માં બનાવી હતી. એ સમયે પણ એ વિશ્વની સૌથી લાંબી કાર હતી. આ કારમાં 26 પૈડાં અને બે V8 એન્જિન છે. આ એન્જિન સામાન્ય રીતે SUV અને ટ્રક જેવાં ભારે વાહનોમાં લગાવવામાં આવે છે. વર્ષ 2000 પછી એ ક્યાંક ગાયબ થઈ ગઈ. ઘણાં વર્ષો પછી મિશેલ મેનિંગ નામની વ્યક્તિને ન્યૂ જર્સીના એક વેરહાઉસમાં એ ખૂબ જ ખરાબ સ્થિતિમાં મળી. તેણે આ કાર ફરીથી રિપેર કરી. આ ઉપરાંત એની લંબાઈ દોઢ ઇંચ વધારવામાં આવી હતી. આ સાથે આ કારે 100 ફૂટ 1.5 ઇંચની લંબાઈ સાથે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો. દક્ષિણ અમેરિકાનો એક નાનો દેશ આજકાલ સમાચારમાં છે. એ ટૂંક સમયમાં પોતાની ફૂટબોલ ટીમ બનાવવા જઈ રહ્યો છે, પરંતુ ચર્ચાનું કારણ આ નહીં, પણ આ દેશની રચનાની વાર્તા છે. આ દેશનું નામ 'ગ્લેશિયર રિપબ્લિક' છે. ગ્રીનપીસ નામની એક પર્યાવરણીય સંસ્થાએ 5 માર્ચ, 2014ના રોજ એક જાગૃતિ અભિયાન દરમિયાન એની સ્થાપના કરી હતી. આ અભિયાન બાંધકામ અને હિમનદીઓને(ગ્લેશિયર) થતાં નુકસાન સામે ચલાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં ચિલી અને આર્જેન્ટીનામાં હિમનદીઓના રક્ષણ અંગે કોઈ કાયદો નથી. આ ઉપરાંત બંને વચ્ચે 14 હજાર કિલોમીટરના હિમનદી વિસ્તાર પર વિવાદ છે. આ કારણે સંગઠને આ વિસ્તારને ચિલીની અંદર એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યો. આ દેશનો પોતાનો ધ્વજ અને પાસપોર્ટ પણ છે. લગભગ 1.65 લાખ લોકોએ ઓનલાઈન તેની નાગરિકતા લીધી છે. દક્ષિણ અમેરિકાના 82% હિમનદીઓ ચિલીમાં છે, પરંતુ તેમના રક્ષણ માટે કોઈ કાયદો નથી. ગ્રીનપીસ કહે છે કે ચિલી હિમનદીઓના રક્ષણ માટે કાયદો બનાવતાંની સાથે જ અમે આ વિસ્તાર તેને સોંપી દઈશું. આજે દુનિયા ચંદ્ર અને તારાઓ સુધી પહોંચી રહી છે, નવી શોધો થઈ રહી છે, પરંતુ આફ્રિકામાં એક આદિજાતિ તેની વિચિત્ર પરંપરાને કારણે સમાચારમાં છે. સામાન્ય રીતે છોકરીઓ સુંદર દેખાવા માટે વિવિધ રીતે પોતાને શણગારે છે, પરંતુ 'સૂરી આદિજાતિ'માં છોકરીઓના નીચલા હોઠ અને દાંત વચ્ચે માટી અથવા લાકડાની ડિસ્ક નાખવામાં આવે છે. આ ડિસ્કનું કદ 6 મહિનામાં વધે છે. આ લિપ ડિસ્ક જેટલી મોટી હશે, છોકરીને કન્યાધન અને સામાજિક દરજ્જો એટલો જ સારો મળશે. વાસ્તવમાં આ પરંપરા સૂરી જનજાતિ દ્વારા તેમના સમાજની મહિલાઓને ગુલામ વેપારથી બચાવવા માટે શરૂ કરવામાં આવી હતી. જો છોકરીઓ સુંદર નહીં દેખાય તો તેમને ગુલામ બનાવવાનું જોખમ પણ ઓછું રહેશે, જોકે હવે આ પરંપરા સુંદરતાનું પ્રતીક બની ગઈ છે. શું તમે ક્યારેય બસ દ્વારા અમેરિકા જવાનું વિચાર્યું છે? ના, પણ રાજસ્થાનથી આવતી બસ તમને સીધા અમેરિકા લઈ જઈ શકે છે, એ પણ પાસપોર્ટ અને વિઝા વિના. શું તમને આઘાત લાગ્યો છે? એવી જ રીતે રાજસ્થાનના ફલોદી જિલ્લાની બહારના કેટલાક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યારે બસ-કંડક્ટર જોરથી બૂમ પાડે છે... 'ન્યૂ અમેરિકા'ના લોકો નીચે ઊતરે છે. વાસ્તવમાં ફલોદી જિલ્લાના એક ગામનું નામ સરકારી રેકોર્ડમાં 'લોર્ડિયા' હોઈ શકે છે, પરંતુ એ ન્યૂ અમેરિકાના નામથી ઓળખાય છે. એવું કહેવાય છે કે આ નામ 1951માં હોળી દરમિયાન આયોજિત કવિ સંમેલનને કારણે પ્રખ્યાત થયું હતું. એક કવિએ ચીનની વધતી શક્તિનો ઉલ્લેખ કરીને તેના પર એક કવિતા વાંચી અને ગામને 'લાલ ચીન' કહ્યું. જ્યારે બીજા કવિએ અમેરિકા પર એક કવિતા વાંચીને પ્રગતિ અને સમૃદ્ધિનું ઉદાહરણ આપ્યું અને ગામને 'નવું અમેરિકા' કહ્યું. લોકોને કવિતા ખૂબ ગમી અને ધીમે ધીમે ગામ ન્યૂ અમેરિકા તરીકે પ્રખ્યાત થયું. તો આ રહ્યા આજના રસપ્રદ સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અલગ સમાચાર સાથે...

What's Your Reaction?






