એર ઇન્ડિયાની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટમાં વંદા મળી આવ્યા:કેબિન ક્રૂએ મુસાફરોની સીટ બદલી; એરલાઇન્સ કહ્યું- ક્યારેક કીડા વિમાનમાં ઘૂસી જાય છે
એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ થઈને કોલકાતા જતી ફ્લાઈટમાં વંદા મળી આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે મુસાફરોએ તેમની સીટ પાસે વંદા હોવાની ફરિયાદ કરી હતી. આ પછી, કેબિન ક્રૂએ બંનેની સીટ બદલી નાખી. વંદા જોઈને બંને મુસાફરો પરેશાન થયા હતા. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને એક જ કેબિનમાં અન્ય સીટો પર ખસેડ્યા હતા, જ્યાં તેઓ મુંબઈ પહોંચ્યા ત્યાં સુધી આરામથી બેઠા હતા. કોલકાતામાં રિફ્યુઅલિંગ દરમિયાન, ગ્રાઉન્ડ ક્રૂએ ફ્લાઇટને સાફ કરી. ત્યારબાદ ફ્લાઇટ મુંબઈ જવા રવાના થઈ. એર ઇન્ડિયાએ કહ્યું, 'અમારી તરફથી સતત ફ્યુમિગેશન (કેમિકલ સ્પ્રે) છતાં, ક્યારેક ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન કીડા વિમાનમાં ઘુસી જાય છે. અમે આ ઘટનાના કારણની તપાસ કરીશું અને આવી ઘટના ફરીથી ન બને તે માટે પ્રયાસ કરીશું.' એરલાઇન્સે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને મુસાફરોની માફી પણ માંગી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા તપાસના દાયરામાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન પહેલાથી જ વિલંબ, સર્વિસ સબંધીત ફરિયાદો અને જાળવણી સમસ્યાઓ જેવા વારંવારના ઓપરેશન સબંધીત પડકારો માટે ટીકાનો સામનો કરી રહી છે. 12 જૂનના રોજ અમદાવાદમાં ડ્રીમલાઇનર દુર્ઘટના બાદ એર ઇન્ડિયા પર કડક નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં 242 લોકો સવાર હતા. વિમાન જ્યાં ક્રેશ થયું હતું તે મેડિકલ હોસ્ટેલમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનની સલામતી પર દેખરેખ રાખતી સંસ્થા, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ઓડિટમાં પણ એરલાઇનના કામકાજમાં અનેક સલામતી ઉલ્લંઘનો જોવા મળ્યા હતા. 23 જુલાઈના રોજ, DGCA એ એર ઇન્ડિયાને ચાર કારણદર્શક નોટિસ મોકલી હતી. આ નોટિસ કેબિન ક્રૂના આરામ અને ડ્યુટીના નિયમો, ટ્રેનિંગ નિયમો અને ઓપરેશનલ પ્રક્રિયાઓના ઉલ્લંઘન માટે હતી. રવિવારે એર ઇન્ડિયાની બે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી એક દિવસ પહેલા, રવિવારે, એર ઇન્ડિયાએ ટેકનિકલ કારણોસર તેની બે ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. પહેલી ફ્લાઇટ AI 500 ભુવનેશ્વરથી દિલ્હી આવવાની હતી. જોકે, ભુવનેશ્વર એરપોર્ટ પર ફ્લાઇટ રવાના થાય તે પહેલાં કેબિનનું તાપમાન વધુ જોવા મળ્યું હતું. આ પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. flightradar24.com મુજબ, એરબસ A321 બપોરે 12:35 વાગ્યે ઉડાન ભરવાનું હતું અને બપોરે 2:55 વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું. રવિવારે અગાઉ, એર ઇન્ડિયાની સિંગાપોર-ચેન્નઈ ફ્લાઇટ પણ રિપેરિંગ કામ માટે રદ કરવામાં આવી હતી. એરલાઇને જણાવ્યું હતું કે AI 349 સિંગાપોરથી રવાના થવાનું હતું, પરંતુ તે પહેલાં રિપેરિંગ કરવું જરૂરી હતું, જેમાં વધારાનો સમય લાગશે. આ કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ગયા વર્ષે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ભોજનમાં બ્લેડ મળી આવી હતી સ્વચ્છતા સંબંધિત વારંવારના બનાવો માટે પણ એરલાઇનની ટીકા કરવામાં આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, દિલ્હી-ન્યૂયોર્ક ફ્લાઇટમાં એક મુસાફરે આરોપ લગાવ્યો હતો કે તેના ઓમેલેટમાં કોકરોચ મળી આવ્યો હતો, જેના કારણે તેનું બાળક બીમાર પડી ગયું હતું. અગાઉ, બેંગલુરુ-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટમાં ભોજનમાં બ્લેડ મળી આવી હતી. ફ્લાઇટ્સ સંબંધિત આ સમાચાર પણ વાંચો... આર્મી ઓફિસરે સ્પાઇસજેટના કર્મીઓને માર્યા, VIDEO:એક્સ્ટ્રા લગેજ મુદ્દે બબાલ, એકની કરોડરજ્જુ તૂટી; બીજાનું જડબું, બેભાન કર્મીને લાત મારતો રહ્યો જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર, એકસ્ટ્રા લગેજ મામલે સેનાના એક અધિકારીએ સ્પાઇસજેટના ચાર કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. મારામારીમાં એક કર્મચારીની કરોડરજ્જુ ભાંગી ગયું. બીજાનું જડબું તૂટી ગયું. ત્રીજા કર્મચારીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. ચોથો કર્મચારી બેભાન થઈ ગયો, તેમ છતાં આરોપી તેને લાતો મારતો રહ્યો હતો. આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. આ મામલો હવે પ્રકાશમાં આવ્યો છે. એરલાઈને પણ એક નિવેદન જારી કરીને આરોપી સૈન્ય અધિકારીને નો-ફ્લાઈંગ લિસ્ટમાં મૂક્યો છે. સેનાએ પણ આ બાબતની નોંધ લીધી છે અને કહ્યું છે કે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવશે. સંપુર્ણ સમાચાર વાંચો... 2. પેનિક એટેક આવતાં સાથી મુસાફરે લાફો માર્યો, VIDEO:મુંબઈ-કોલકાતા ફ્લાઇટની ઘટના, પીડિત આસામ પહોંચતાં જ ગાયબ; પરિવારે કહ્યું- તેનો ફોન બંધ ઇન્ડિગોની મુંબઈ-કોલકાતા ફ્લાઇટ 6E-2387માં એક વ્યક્તિને પેનિક એટેક આવતા સાથી મુસાફરે તેને થપ્પડ મારી હતી. હાલ તે વ્યક્તિ ગુમ છે. મુંબઈની એક હોટલમાં કામ કરતો હુસૈન અહેમદ મજુમદાર (32) કોલકાતા આવી રહ્યો હતો. તેનો પરિવાર આસામના સિલચરમાં રહે છે. પરિવારના જણાવ્યા મુજબ, હુસૈન 31 જુલાઈએ સિલચર પહોંચવાનો હતો, પરંતુ તે આવ્યો નહીં. જ્યારે અમે ફોન કર્યો ત્યારે તેનો નંબર પણ બંધ હતો. બીજા દિવસે અમે સિલચર એરપોર્ટ પહોંચ્યા, પરંતુ હુસૈન વિશે કોઈ માહિતી નહોતી. હુસૈનનો નંબર સતત બંધ આવી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો...

What's Your Reaction?






