બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ મેળવનાર કાજોલ પહેલી એક્ટ્રેસ બની:બાળપણમાં માતાએ વાસણના છુટ્ટા ઘા માર્યા, પિતા લગ્નના વિરોધમાં હતા; 2011માં પદ્મશ્રી મળ્યો

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ કાજોલ આજે 51 વર્ષની થઈ ગઈ છે. કાજોલનાં માતા તનુજા તેમના જમાનાના પ્રખ્યાત એક્ટ્રેસ હતાં, જ્યારે પિતા શોમુ મુખર્જી ડિરેક્ટર-પ્રોડ્યુસર હતા. કાજોલ શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતી ન હતી, પરંતુ તેની માતા ઈચ્છતી હતી કે તે પણ તેમની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે અને પોતાનું નામ બનાવે. કાજોલે તેની પ્રથમ ફિલ્મ 'બેખુદી' મજાક-મસ્તીમાં સાઈન કરી લીધી હતી. ફિલ્મ ફ્લોપ થવા છતાં કાજોલની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. કાજોલ તેની અભિનય કુશળતા તેમજ બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. કરિયરના શરૂઆતના દિવસોમાં તેનો શાહરુખ ખાન સાથે ઝઘડો થયો હતો, જોકે હવે બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે. આજે કાજોલના 50મા જન્મદિવસે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... બાળપણથી જ ખૂબ જ જીદ્દી હતી, એક વખત સ્કૂલમાંથી ભાગી ગઈ હતી કાજોલનો જન્મ બંગાળી પરિવારમાં થયો. તેની માતા તનુજા તેમના સમયના પ્રખ્યાત એક્ટ્રેસમાંનાં એક હતાં, જ્યારે તેના પિતા શોમૂ મુખર્જી ફિલ્મ નિર્દેશક હતા. પરિણામે કાજોલનું બાળપણ ફિલ્મી વાતાવરણમાં વીત્યું. કાજોલે પંચગનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. નાનપણથી જ તે ખૂબ જ તોફાની અને જીદ્દી હતી. જો તે કોઈ કામ કરવાનું નક્કી કરી લે, તો જ્યાં સુધી એ કામ પૂરું ન થાય, ત્યાં સુધી તે હાર માનતી નહતી. એકવાર તો તે સ્કૂલમાંથી ભાગી ગઈ હતી. લલ્લનટોપના જણાવ્યા અનુસાર, જ્યારે કાજોલ 11 વર્ષની હતી, ત્યારે તેના પરદાદી ખૂબ બીમાર થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં, જ્યારે પરિવારના સભ્યોએ તેને ઘરે આવવાની મંજુરી ન આપી, ત્યારે તે એક મિત્ર સાથે તેની બીમાર પરદાદીને મળવા સ્કૂલમાંથી ભાગી ગઈ હતી, પરંતુ બસ સ્ટેન્ડ પર જ પકડાઈ ગઈ. કાજોલે કરણ થાપર (પત્રકાર) સાથેની એક વાતચીતમાં તેના બાળપણ અને તેના માતા-પિતાના અલગ થવાની વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું, 'તેમણે મને પ્રેમ કર્યો પરંતુ તે પ્રેમે મને બગાડી નહીં. તે (માતા) થોડી કડક હતી, તેથી ક્યારેક મને બેડમિન્ટન રેકેટથી માર પડતો અને ક્યારેક તો તે વાસણો ઉપાડીને મારી તરફ ફેંકી દેતી. ઘણી વખત તેમણે મારા પર વસ્તુઓ ફેંકીને માર્યું છે.' માતા-પિતાના છૂટાછેડા પછી નાનીએ ઉછેર કર્યો જ્યારે કાજોલ માત્ર સાડા ચાર વર્ષની હતી, ત્યારે તેના માતા તનુજા અને પિતા શોમૂ મુખર્જીના છૂટાછેડા થઈ ગયાં હતાં. આ પછી બંને અલગ રહેવાં લાગ્યાં. કાજોલનો ઉછેર તેના નાની શોભના સમર્થે કર્યો. તે તેની માતા તનુજા સાથે મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતી હતી, જ્યારે તેના પિતા સાંતાક્રુઝમાં રહેતા હતા. કાજોલ ઘણીવાર તેના પિતાને મળવા લોકલ ટ્રેન દ્વારા સાંતાક્રુઝ જતી હતી. પોતાના માતા-પિતાના છૂટાછેડા વિશે વાત કરતા, કાજોલે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સના 'બહેનસ્પ્લેનિંગ'ના તાજેતરના એપિસોડમાં કહ્યું હતું: 'ભલે અમારા માતા-પિતા અલગ થઈ ગયા હતા, પણ તેમણે અમને ક્યારેય તેનો અહેસાસ થવા દીધો નથી.' 'બંનેએ મળીને મને અને મારી બહેન તનિષાને પ્રેમ અને જવાબદારીથી ઉછેર્યા. તેમણે તેમના બાળકો માટે જે શ્રેષ્ઠ હતું, તે કર્યું.' કાજોલ અને તેના પિતા વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું. બંને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યાં હતાં. કાજોલના પિતા શોમૂ મુખર્જીનું વર્ષ 2008માં નિધન થયું હતું. કરણ જોહરની મજાક ઉડાવી, કરણ પાર્ટી છોડીને ભાગ્યો હતો બોર્ડિંગ સ્કૂલમાંથી પરત આવ્યા બાદ કાજોલ ઘણીવાર તેની માતા તનુજા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં જતી હતી. આવી જ એક પાર્ટીમાં પ્રોડ્યૂસર યશ જોહર તેમના 16 વર્ષના દીકરા કરણને લઈને આવ્યા હતા. તનુજાએ કરણને તેની દીકરી કાજોલ સાથે ડાન્સ કરવા માટે કહ્યું. કરણ કાજોલને ડાન્સ ફ્લોર પર લઈ ગયો અને ડાન્સ કરવા લાગ્યો. પરંતુ કાજોલ તેને જોઈને જોર જોરથી હસવા લાગી. કરણે વિચાર્યું કે, કાજોલ તેનો ડાન્સ જોઈને હસે છે, તેથી તેણે ધીમે ધીમે ડાન્સ કરવાનું શરૂ કર્યું, પરંતુ કાજોલ હસવાનું બંધ જ કરતી નહોતી. કરણ રડવા લાગ્યો અને તેની માતા પાસે ગયો અને કહ્યું કે, તનુજા આન્ટીની દીકરી ખૂબ જ વિચિત્ર છે. વાસ્તવમાં, કાજોલ કરણનો 3 પીસ સૂટ જોઈને હસતી હતી, જ્યારે તે પોતે કેથોલિક ગાઉનમાં આવી હતી. તે હિરોઈન બનવા માંગતી ન હતી, માતાએ તેને ફોટોશૂટ કરાવવા દબાણ કર્યું ફિલ્મી બીટ અનુસાર, કાજોલની માતા તનુજા ઈચ્છતાં હતાં કે તેમની દીકરી બોલિવૂડની ટોચની એક્ટ્રેસ બને. પરંતુ કાજોલને ફિલ્મોમાં કોઈ રસ નહોતો. તેણી માનતી હતી કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ છે અને તે કંઈક એવું કરવા માંગતી હતી, જેમાં ઓછી મહેનતની જરૂર પડે. પરંતુ કાજોલની ઈચ્છા વિરુદ્ધ જઈને તેની માતાએ તેને લોન્ચ કરવા માટે એક ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. કાજોલ હિરોઈન તો બની, પણ આ ફિલ્મ બંધ થઈ ગઈ. આ પછી એક દિવસ કાજોલ તેની એક મિત્ર સાથે ફોટોશૂટ માટે ગઈ હતી. ફોટોશૂટ તેના મિત્રનું હતું, પરંતુ મેકઅપ આર્ટિસ્ટે તેનો મેકઅપ પણ કરી દીધો. કાજોલ ના પાડવા લાગી, પછી તેની માતા ત્યાં પહોંચી અને જીદ કરવા લાગતા કાજોલે મેકઅપની સાથે ફોટોશૂટ પણ કરાવવું પડ્યું. તેનું ફોટોશૂટ ગૌતમ રાજધ્યક્ષે કર્યું હતું, જે તે સમયે ફિલ્મ 'બેખુદી'ની પટકથા (સ્ક્રીનપ્લે) પર કામ કરી રહ્યા હતા. તેને કાજોલનો ચહેરો એટલો ગમ્યો કે, તેણે તેની તસવીરો ફિલ્મ 'બેખુદી'ના ડિરેક્ટર રાહુલ રવૈલ પાસે લઈ ગયો. તેને પણ કાજોલ ગમી ગઈ અને તે તેના માટે સીધો તનુજાના ઘરે પહોંચી ગયો હતો. મજાક-મસ્તીમાં ફિલ્મ માટે હા પાડી, ડેબ્યૂ ફિલ્મ જ ફ્લોપ થઈ જેવી કાજોલને ફિલ્મની ઓફરની ખબર પડી, તો તે ગુસ્સે થઈ ગઈ અને તેણે ના પાડી દીધી. પરંતુ બાદમાં સ્કૂલના વેકેશનના કંટાળાને દૂર કરવા સંમત થઈ ગઈ. કાજોલે 'ધ અનુપમ ખેર શો'માં જણાવ્યું હતું કે, ફિલ્મના સેટ પર તેનો પહેલો દિવસ સરળ ન હતો. તે દિવસે મુહૂર્ત શૉટ થવાનો હતો, જેમાં 90ના દાયકાની ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. કાજોલ સ્ટેજ પર ચડી કે તરત જ તેને પેટમાં વિચિત્ર લાગવા લાગ્યું. મુહૂર્તના શૉટ દરમિયાન તે પ્રથમ ટેકમાં જ પડી ગઈ. તેને શરમ આવી, પરંતુ ડિરેક્ટરે હસતા હસતા કહ્યું કે પ્રથમ દિવસે પડવું શુભ હોય છે. પ્રથમ ફિલ્મમાં હીરોને લાફા માર્યા, પિતાએ

Aug 5, 2025 - 16:48
 0
બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ મેળવનાર કાજોલ પહેલી એક્ટ્રેસ બની:બાળપણમાં માતાએ વાસણના છુટ્ટા ઘા માર્યા, પિતા લગ્નના વિરોધમાં હતા; 2011માં પદ્મશ્રી મળ્યો
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ કાજોલ આજે 51 વર્ષની થઈ ગઈ છે. કાજોલનાં માતા તનુજા તેમના જમાનાના પ્રખ્યાત એક્ટ્રેસ હતાં, જ્યારે પિતા શોમુ મુખર્જી ડિરેક્ટર-પ્રોડ્યુસર હતા. કાજોલ શરૂઆતમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગતી ન હતી, પરંતુ તેની માતા ઈચ્છતી હતી કે તે પણ તેમની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવે અને પોતાનું નામ બનાવે. કાજોલે તેની પ્રથમ ફિલ્મ 'બેખુદી' મજાક-મસ્તીમાં સાઈન કરી લીધી હતી. ફિલ્મ ફ્લોપ થવા છતાં કાજોલની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. કાજોલ તેની અભિનય કુશળતા તેમજ બોલ્ડ અને સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. કરિયરના શરૂઆતના દિવસોમાં તેનો શાહરુખ ખાન સાથે ઝઘડો થયો હતો, જોકે હવે બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે. આજે કાજોલના 50મા જન્મદિવસે જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... બાળપણથી જ ખૂબ જ જીદ્દી હતી, એક વખત સ્કૂલમાંથી ભાગી ગઈ હતી કાજોલનો જન્મ બંગાળી પરિવારમાં થયો. તેની માતા તનુજા તેમના સમયના પ્રખ્યાત એક્ટ્રેસમાંનાં એક હતાં, જ્યારે તેના પિતા શોમૂ મુખર્જી ફિલ્મ નિર્દેશક હતા. પરિણામે કાજોલનું બાળપણ ફિલ્મી વાતાવરણમાં વીત્યું. કાજોલે પંચગનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ બોર્ડિંગ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. નાનપણથી જ તે ખૂબ જ તોફાની અને જીદ્દી હતી. જો તે કોઈ કામ કરવાનું નક્કી કરી લે, તો જ્યાં સુધી એ કામ પૂરું ન થાય, ત્યાં સુધી તે હાર માનતી નહતી. એકવાર તો તે સ્કૂલમાંથી ભાગી ગઈ હતી. લલ્લનટોપના જણાવ્યા અનુસાર, જ્યારે કાજોલ 11 વર્ષની હતી, ત્યારે તેના પરદાદી ખૂબ બીમાર થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં, જ્યારે પરિવારના સભ્યોએ તેને ઘરે આવવાની મંજુરી ન આપી, ત્યારે તે એક મિત્ર સાથે તેની બીમાર પરદાદીને મળવા સ્કૂલમાંથી ભાગી ગઈ હતી, પરંતુ બસ સ્ટેન્ડ પર જ પકડાઈ ગઈ. કાજોલે કરણ થાપર (પત્રકાર) સાથેની એક વાતચીતમાં તેના બાળપણ અને તેના માતા-પિતાના અલગ થવાની વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું, 'તેમણે મને પ્રેમ કર્યો પરંતુ તે પ્રેમે મને બગાડી નહીં. તે (માતા) થોડી કડક હતી, તેથી ક્યારેક મને બેડમિન્ટન રેકેટથી માર પડતો અને ક્યારેક તો તે વાસણો ઉપાડીને મારી તરફ ફેંકી દેતી. ઘણી વખત તેમણે મારા પર વસ્તુઓ ફેંકીને માર્યું છે.' માતા-પિતાના છૂટાછેડા પછી નાનીએ ઉછેર કર્યો જ્યારે કાજોલ માત્ર સાડા ચાર વર્ષની હતી, ત્યારે તેના માતા તનુજા અને પિતા શોમૂ મુખર્જીના છૂટાછેડા થઈ ગયાં હતાં. આ પછી બંને અલગ રહેવાં લાગ્યાં. કાજોલનો ઉછેર તેના નાની શોભના સમર્થે કર્યો. તે તેની માતા તનુજા સાથે મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં રહેતી હતી, જ્યારે તેના પિતા સાંતાક્રુઝમાં રહેતા હતા. કાજોલ ઘણીવાર તેના પિતાને મળવા લોકલ ટ્રેન દ્વારા સાંતાક્રુઝ જતી હતી. પોતાના માતા-પિતાના છૂટાછેડા વિશે વાત કરતા, કાજોલે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સના 'બહેનસ્પ્લેનિંગ'ના તાજેતરના એપિસોડમાં કહ્યું હતું: 'ભલે અમારા માતા-પિતા અલગ થઈ ગયા હતા, પણ તેમણે અમને ક્યારેય તેનો અહેસાસ થવા દીધો નથી.' 'બંનેએ મળીને મને અને મારી બહેન તનિષાને પ્રેમ અને જવાબદારીથી ઉછેર્યા. તેમણે તેમના બાળકો માટે જે શ્રેષ્ઠ હતું, તે કર્યું.' કાજોલ અને તેના પિતા વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ હતું. બંને ઘણી ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યાં હતાં. કાજોલના પિતા શોમૂ મુખર્જીનું વર્ષ 2008માં નિધન થયું હતું. કરણ જોહરની મજાક ઉડાવી, કરણ પાર્ટી છોડીને ભાગ્યો હતો બોર્ડિંગ સ્કૂલમાંથી પરત આવ્યા બાદ કાજોલ ઘણીવાર તેની માતા તનુજા સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓમાં જતી હતી. આવી જ એક પાર્ટીમાં પ્રોડ્યૂસર યશ જોહર તેમના 16 વર્ષના દીકરા કરણને લઈને આવ્યા હતા. તનુજાએ કરણને તેની દીકરી કાજોલ સાથે ડાન્સ કરવા માટે કહ્યું. કરણ કાજોલને ડાન્સ ફ્લોર પર લઈ ગયો અને ડાન્સ કરવા લાગ્યો. પરંતુ કાજોલ તેને જોઈને જોર જોરથી હસવા લાગી. કરણે વિચાર્યું કે, કાજોલ તેનો ડાન્સ જોઈને હસે છે, તેથી તેણે ધીમે ધીમે ડાન્સ કરવાનું શરૂ કર્યું, પરંતુ કાજોલ હસવાનું બંધ જ કરતી નહોતી. કરણ રડવા લાગ્યો અને તેની માતા પાસે ગયો અને કહ્યું કે, તનુજા આન્ટીની દીકરી ખૂબ જ વિચિત્ર છે. વાસ્તવમાં, કાજોલ કરણનો 3 પીસ સૂટ જોઈને હસતી હતી, જ્યારે તે પોતે કેથોલિક ગાઉનમાં આવી હતી. તે હિરોઈન બનવા માંગતી ન હતી, માતાએ તેને ફોટોશૂટ કરાવવા દબાણ કર્યું ફિલ્મી બીટ અનુસાર, કાજોલની માતા તનુજા ઈચ્છતાં હતાં કે તેમની દીકરી બોલિવૂડની ટોચની એક્ટ્રેસ બને. પરંતુ કાજોલને ફિલ્મોમાં કોઈ રસ નહોતો. તેણી માનતી હતી કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ છે અને તે કંઈક એવું કરવા માંગતી હતી, જેમાં ઓછી મહેનતની જરૂર પડે. પરંતુ કાજોલની ઈચ્છા વિરુદ્ધ જઈને તેની માતાએ તેને લોન્ચ કરવા માટે એક ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. કાજોલ હિરોઈન તો બની, પણ આ ફિલ્મ બંધ થઈ ગઈ. આ પછી એક દિવસ કાજોલ તેની એક મિત્ર સાથે ફોટોશૂટ માટે ગઈ હતી. ફોટોશૂટ તેના મિત્રનું હતું, પરંતુ મેકઅપ આર્ટિસ્ટે તેનો મેકઅપ પણ કરી દીધો. કાજોલ ના પાડવા લાગી, પછી તેની માતા ત્યાં પહોંચી અને જીદ કરવા લાગતા કાજોલે મેકઅપની સાથે ફોટોશૂટ પણ કરાવવું પડ્યું. તેનું ફોટોશૂટ ગૌતમ રાજધ્યક્ષે કર્યું હતું, જે તે સમયે ફિલ્મ 'બેખુદી'ની પટકથા (સ્ક્રીનપ્લે) પર કામ કરી રહ્યા હતા. તેને કાજોલનો ચહેરો એટલો ગમ્યો કે, તેણે તેની તસવીરો ફિલ્મ 'બેખુદી'ના ડિરેક્ટર રાહુલ રવૈલ પાસે લઈ ગયો. તેને પણ કાજોલ ગમી ગઈ અને તે તેના માટે સીધો તનુજાના ઘરે પહોંચી ગયો હતો. મજાક-મસ્તીમાં ફિલ્મ માટે હા પાડી, ડેબ્યૂ ફિલ્મ જ ફ્લોપ થઈ જેવી કાજોલને ફિલ્મની ઓફરની ખબર પડી, તો તે ગુસ્સે થઈ ગઈ અને તેણે ના પાડી દીધી. પરંતુ બાદમાં સ્કૂલના વેકેશનના કંટાળાને દૂર કરવા સંમત થઈ ગઈ. કાજોલે 'ધ અનુપમ ખેર શો'માં જણાવ્યું હતું કે, ફિલ્મના સેટ પર તેનો પહેલો દિવસ સરળ ન હતો. તે દિવસે મુહૂર્ત શૉટ થવાનો હતો, જેમાં 90ના દાયકાની ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. કાજોલ સ્ટેજ પર ચડી કે તરત જ તેને પેટમાં વિચિત્ર લાગવા લાગ્યું. મુહૂર્તના શૉટ દરમિયાન તે પ્રથમ ટેકમાં જ પડી ગઈ. તેને શરમ આવી, પરંતુ ડિરેક્ટરે હસતા હસતા કહ્યું કે પ્રથમ દિવસે પડવું શુભ હોય છે. પ્રથમ ફિલ્મમાં હીરોને લાફા માર્યા, પિતાએ કહ્યું હતું- ચહેરા પર ડાઘ લાગશે, તો ક્યારેય નહીં ધોવાય ફિલ્મ 'બેખુદી'માં પહેલા નવોદિત (ન્યૂકમર) એક્ટર સૈફ અલી ખાનને કાસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ સેટ ઉપર તેના નખરા જોતા, તેને ફિલ્મમાંથી કાઢી મુકવામાં આવ્યો અને તેની જગ્યાએ કમલ સદાનાને કાસ્ટ કરવામાં આવ્યો. એક સીન માટે કાજોલને કમલને લાફા ઝીંકવાના હતા. સીન એવો હતો કે, કમલે કાજોલના ભાઈની હત્યા કરી છે અને આ વાતની જાણ થતાં જ તે ક્રોધમાં તેને લાફો મારે છે. જેવું ડિરેક્ટર રાહુલ રવૈલે એક્શન કહ્યું કે, તરત જ તેણે કમલને સાચે જોરદાર લાફો ઝીંકી દીધો. થપ્પડના લીધે સેટ ગૂંજી ઉઠ્યો, પરંતુ ડિરેક્ટરને તેનાથી સંતુષ્ટી ન મળી. કાજોલને ધીમેથી લાફો મારવાનું કહેવામાં આવ્યું કારણ કે, જો તે જોરથી લાફો મારે તો, હીરોને લાગી શકતું હતું, પરંતુ તે તેના ગુસ્સાને કાબૂમાં રાખી શકી નહીં અને કમલને એક પછી એક 10 વાર લાફા ઝીંકી દીધા. આ સિવાય ફિલ્મનું શૂટિંગ શરૂ થતાં જ કાજોલના પિતા શોમૂ મુખર્જી તેમની પાસે આવ્યા અને કહ્યું- 'જો ચહેરા પર એકવાર ગ્રીસ (ડાઘ) લાગી જાય, તો તે ક્યારેય ધોઈ શકાતું નથી.' કાજોલ તેના પિતાએ શું કહ્યું, તે સમજી શકી નહીં અને વિચારવા લાગી કે આ બકવાસ છે, કારણ કે તે જ્યારે ઇચ્છે, ત્યારે તેનો ચહેરો ધોઈ શકે છે. 'બાઝીગર'થી ઓળખ મળી, શાહરુખે તેને એક્ટિંગ શીખવાની સલાહ આપી કાજોલની ડેબ્યુ ફિલ્મ 'બેખુદી' બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. પરંતુ લોકોને તેની એક્ટિંગ પસંદ આવી. આ કારણે તેને 'બાઝીગર' ફિલ્મ મળી. આ ફિલ્મમાં તેની સાથે પહેલીવાર શાહરુખ ખાન જોવા મળ્યો હતો. આ ફિલ્મ જબરદસ્ત હિટ સાબિત થઈ, જેના કારણે તેને ઈન્ડસ્ટ્રીમાં પણ ઓળખ મળી. 'બાઝીગર' ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી, પરંતુ કાજોલની આગામી કેટલીક ફિલ્મો જેવી કે, 'ઉધાર કી જિંદગી', 'ગુંડારાજ' ફ્લોપ રહી હતી. 1994માં આવેલી ફિલ્મ 'યે દિલ્લગી' તેના કરિયર માટે સફળ સાબિત થઈ. પછીના વર્ષે કાજોલે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કરણ અર્જુન'માં કામ કર્યું. બંને ફિલ્મો સુપરહિટ રહી અને પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. કાજોલની ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' રિલીઝના 28 વર્ષ પછી પણ મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં ચાલી રહી છે. જો કે, 'બાઝીગર'ની શરૂઆતમાં શાહરુખને કાજોલની એક્ટિંગ બહુ ગમતી ન હતી, તેથી તેણે કાજોલને કહ્યું પણ હતું કે, તેણે એક્ટિંગ શીખવી જોઈએ. આ સાંભળીને કાજોલ ખૂબ ગુસ્સે થઈ ગઈ, કારણ કે તેણીને લાગતું હતું કે તે એક શાનદાર એક્ટર છે. અજય દેવગણને પહેલીવાર જોઈ કાજોલે કહ્યું, 'આ કેવો હીરો છે?' કાજોલ અને અજય દેવગણની પહેલી મુલાકાત ફિલ્મ 'હલચલ'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. કાજોલે જ્યારે અજયને પહેલીવાર જોયો, ત્યારે તેણે નોંધ્યું કે અજય મોટાભાગે એક ખૂણામાં શાંતિથી બેસી રહે છે અને વધારે વાત નથી કરતો. ખરેખર, કાજોલે સેટ પર પૂછ્યું હતું કે, મારો હીરો કોણ છે? કોઈએ જવાબ આપ્યો, તે જે એક ખૂણામાં બેઠો છે. જ્યારે તેને ખબર પડી કે તે તેનો હીરો છે, ત્યારે કાજોલે તેની પાસે ઊભેલી વ્યક્તિને મજાકમાં કહ્યું, 'શું તમને કોઈ હીરો મળ્યો નથી?' બાદમાં કાજોલે તેના મિત્રોને અજય વિશે ઘણી ફરિયાદ કરી હતી. તે સમયે કાજોલ પહેલેથી જ રિલેશનશિપમાં હતી અને અજયનું નામ કરિશ્મા કપૂર સાથે જોડાયું હતું. ધીરે ધીરે કાજોલ અને અજય મિત્રો બની ગયાં. શૂટિંગ દરમિયાન બ્રેકમાં બંને અવારનવાર એકબીજાને રિલેશનશિપ સંબંધિત સલાહ આપતાં હતાં. આ ફિલ્મ પછી બંનેએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી, જેમ કે'ઈશ્ક', 'પ્યાર તો હોના હી થા', 'દિલ ક્યા કરે', 'રાજુ ચાચા' અને 'યુ મી ઔર હમ'. કાજોલના પિતા અજય દેવગણ સાથેના લગ્નની વિરુદ્ધ હતા DNAની રિપોર્ટ અનુસાર, જ્યારે કાજોલના પિતાને લગ્નની ખબર પડી, ત્યારે તેઓ આ સંબંધની વિરુદ્ધ હતા. તે ઈચ્છતા ન હતો કે કાજોલ તેની ઉભરતી કારકિર્દી છોડીને માત્ર 25 વર્ષની ઉંમરે લગ્ન કરી લે. કારણ કે લગ્ન પછી લગભગ તમામ એક્ટ્રેસની કરિયર બરબાદ થઈ રહી હતી. જ્યારે તેના પિતા રાજી ન થયા, તો કાજોલ ગુસ્સે થઈ ગઈ અને 4 દિવસ સુધી તેમની સાથે વાત ન કરી. આખરે કાજોલની જીદ સામે પિતાને ઝુકવું પડ્યું. કાજોલ અને અજય બંને લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તેથી, મીડિયાને દૂર રાખવા માટે, તેમણે લગ્ન માટે ખોટું સરનામું આપ્યું હતું. મીડિયા બીજે ક્યાંક તેમની રાહ જોતું રહ્યું અને તેમણે અજય દેવગણના ઘરે જ લગ્ન કરી લીધાં. શૂટિંગ દરમિયાન કાજોલનું મિસકેરેજ થયું અને તે આઘાતમાં સરી પડી 'કભી ખુશી કભી ગમ'ના શૂટિંગ દરમિયાન કાજોલ પ્રેગ્નેન્ટ હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ કાજોલની કસુવાવડ (મિસકેરેજ) થઈ ગઈ હતી. તેણી ઘણા દિવસો સુધી હૉસ્પિટલમાં દાખલ હતી. આ ફિલ્મ બાદ કાજોલે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. પ્રથમ કસુવાવડમાંથી સ્વસ્થ થયા પછી, કાજોલે હિંમત ભેગી કરી અને ફરીથી ફેમિલી પ્લાનિંગ શરૂ કર્યું, પરંતુ બીજી વખત પણ તેણીનું મિસકેરેજ થઈ ગયું. કાજોલ ઘણા દિવસોથી બે કસુવાવડના આઘાતમાં સરી પડી. થોડા સમય પછી, 20 એપ્રિલ 2003ના રોજ કાજોલે પુત્રી ન્યાસાને જન્મ આપ્યો. 2009માં તેના દીકરા યુગનો જન્મ થયો હતો. તેણે 'હ્યુમન્સ ઓફ બોમ્બે'ને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી. 'કુછ કુછ હોતા હૈ'ના સેટ પર અકસ્માત થયો ને તેની યાદશક્તિ ગુમાવી કાજોલે બેસ્ટ ફ્રેન્ડ કરણ જોહરની ડિરેક્ટોરિય ડેબ્યૂ ફિલ્મમાં ટોમબોય અંજલિની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના ગીત 'લડકા હૈ દિવાના'ના શૂટિંગ દરમિયાન કાજોલ સાથે મોટો અકસ્માત થયો હતો. વાસ્તવમાં, એક સીન માટે તેણે સાઇકલ ચલાવતી વખતે શાહરૂખને ચીડવવાનો હતો. કાજોલ શોટ આપી રહી હતી, ત્યારે તે ચાલતી સાયકલ પરથી નીચે પડી અને બેભાન થઈ ગઈ. કાજોલ જ્યારે ઉઠી ત્યારે તે તેની યાદશક્તિ ગુમાવી ચૂકી હતી. તે ન તો પોતાને ઓળખી રહી હતી, કે ન તો શાહરૂખ, કરણ અને બીજા લોકોને. કરણ જોહરે તરત જ અજય દેવગણને આ વિશે જાણ કરી અને તેને કાજોલ સાથે વાત કરાવી. જ્યારે કાજોલે અજયનો અવાજ સાંભળ્યો, ત્યારે તેની યાદશક્તિ ધીમે ધીમે પાછી આવવા લાગી. માતા બન્યા બાદ કમબેક કર્યું માતા બન્યાનાં 3 વર્ષ બાદ કાજોલે આમિર ખાન સાથે ફિલ્મ 'ફના'માં કમબેક કર્યું હતું. 'ફના' પહેલાં કાજોલને કરણ જોહરની ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' માટે ઓફર મળી હતી, પરંતુ તેને 'ફના'ની સ્ક્રિપ્ટ વધુ પસંદ આવી હતી. કમબેક પછી, કાજોલની ફિલ્મો 'યુ મી ઔર હમ', 'વી આર ફેમિલી' ફ્લોપ થઈ, જ્યારે 2010માં આવેલી ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન' હિટ સાબિત થઈ. 2011માં પદ્મ શ્રી થી સન્માનિત કરાઈ કાજોલને વર્ષ 2011માં પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવી. આ સિવાય તેને અલગ-અલગ એવોર્ડ શોમાં 14 વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. 'ગુપ્ત' ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવવા માટે તેને શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow