ગુજરાતી ફિલ્મ 'તંત્રમ'નું ટીઝર અને પોસ્ટર રિલીઝ:એક હોરર-કોમેડી ફિલ્મની રોલકોસ્ટર રાઈડ, જેમાં તમને મળશે એક સામાજિક સંદેશ
તાજેતરમાં HSC પ્રોડક્શન બેનર હેઠળ બનેલ એક નવી અને આઘુનિક હોરર કોમેડી ફિલ્મ 'તંત્રમ'નું ટીઝર અને પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેના નિર્માતા અને દિગ્દર્શક ચિન્મય મહેતા છે. આ ફિલ્મમાં સમાજમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યા બતાવવામાં આવી છે. આજે પણ ધણા ફેમિલી લોકો બાળક ન થવાથી દુ:ખી થતા હોય છે. ફેમિલી અથવા સમાજનું પ્રેશર એટલું વધી જાય છે કે જેની પાસે પૈસા છે તે ટેકનોલોજી તરફ વળીને બાળક પેદાના પ્રયાસ કરે છે અને જે મિડલ ક્લાસ અથવા ગરીબ ફેમિલી હોય છે જે આટલો ખર્ચો કરી શકતા નથી તેવા લોકો અંઘશ્રદ્ધા તરફ વળે છે. પછી, બાળકના જન્મ માટે ટોટકા અને તંત્ર-મંત્ર કરે છે. આ ફિલ્મ આવી જ કંઈ સ્ટોરી લઈને આવી રહી છે, જેમાં સસ્પેન્સ,હોરર અને કોમેડી જોવા મળશે. સાથે જ ખાસ સમાજિક મેસેજ પણ આપવામાં આવેલ છે. ટીઝર ખૂબ જ ભયંકર છે. હવે તે જોવાનું રહ્યું કે ફિલ્મ કેટલો કમાલ કરશે. ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો આકાશ ઝાલા, અમી ગરાછ, ચિન્મય મહેતા અને પરમેશ્વર સિરસિકર જોવા મળશે. એક્ટર આકાશ ઝાલાને અનેક હોરર અને કોમેડી ફિલ્મોમાં જોયા પછી આ ફિલ્મમાં તેમનો અલગ અંદાજ જોવા માટે ફેન્સ ઉત્સાહિત છે.

What's Your Reaction?






