7 માસના દીકરાને ટ્રોલ કરનારને દેવોલીનાએ પાઠ ભણાવ્યો:એક્ટ્રેસે ફરિયાદ કરતા સાયબર સેલે ટ્રોલ્સને ચેતવણી આપી; રંગ અંગે અભદ્ર કમેન્ટ્સ કરતા હતા

'સાથ નિભાના સાથિયા'ની ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્યએ થોડા સમય પહેલા તેના 7 મહિનાના દીકરાની પહેલી ઝલક દેખાડી હતી. બાદમાં તે અવારનવાર તેની સાથેના ક્યુટ મોમેન્ટ્સ શેર કરતી રહે છે. જોકે, સોશિયલ મીડિયા પર ટ્રોલ્સ તેના દીકરાના રંગને લઈને સતત અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. ટ્રોલિંગથી કંટાળીને એક્ટ્રેસે તાજેતરમાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. જે પણ આઈડીથી તેના દીકરા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતી હતી, તેમના આઈડી પણ એક્ટ્રેસે સાયબર સેલ સાથે શેર કર્યા હતા. ફરિયાદને ધ્યાને લઈ સાયબર સેલે તાત્કાલિક તેની મદદ કરી છે અને બધા ટ્રોલ્સને ચેતવણી મોકલી છે. દેવોલીનાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં સાયબર સેલ સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, 'ચાલો હીલ થઈએ અને 7 મહિનાના બાળકને રંગ અને આંતરધર્મિય લગ્નના આધારે ટ્રોલ કરતા લોકોને તેમની જ ભાષામાં જવાબ આપીએ.' વધુમાં, દેવોલીનાએ જણાવ્યું કે, ફરિયાદ પછી ઘણા લોકોએ તેની પોસ્ટમાંથી હેટ્રેડ કમેન્ટ્સ દૂર કરી દીધી છે. એક્ટ્રેસે લખ્યું કે, 'ઘણા લોકોએ તેમની કમેન્ટ્સ કાઢી નાખી છે. બાકીના બધા, બેસો અને રાહ જુઓ, દોડો નહીં, તમે કેટલું દોડશો, ક્યાં સુધી દોડશો, તમારા કર્મને યાદ રાખો.' ફરિયાદ પછી તરત જ દેવોલીનાને સાયબર સેલ તરફથી એક મેસેજ મળ્યો, જેમાં લખ્યું હતું કે, 'જે લોકોએ તેની પોસ્ટ પર કમેન્ટ કરી છે, તેમને ચેતવણી આપવામાં આવી છે, જો તેઓ તેમની સામે કાનૂની કાર્યવાહી કરવા માંગતા હોય, તો તેઓ સાયબર સેલની વેબસાઇટ પર જઈને રિપોર્ટ કરાવી શકે છે.' થોડા સમય પછી એક્ટ્રેસે સાયબર સેલનો આભાર માન્યો અને તે મેસેજના સ્ક્રીનશોટ પણ શેર કર્યા, જેમાં ઘણા ટ્રોલ્સે તેની માફી માંગી છે. લોકપ્રિય ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં ગોપી વહુની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલી દેવોલીના ભટ્ટાચાર્યે 2022માં જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે આંતરધર્મિય લગ્ન કર્યાં છે. લગ્નના 2 વર્ષ પછી એક્ટ્રેસે 18 ડિસેમ્બર 2024ના રોજ એક દીકરાને જન્મ આપ્યો. દેવોલીના ભટ્ટાચારજી 'બિગ બોસ 15'નો પણ ભાગ રહી ચૂકી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow