ફખર ઝમાન હેમસ્ટ્રિંગ ઈજાના કારણે વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાંથી બહાર:પાકિસ્તાન પરત ફરશે, રિહેબ લાહોરમાં થશે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટર ફખર ઝમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તે ત્રીજી T20માં પણ રમ્યો ન હતો. લોડરહિલમાં રમાયેલી બીજી T20 મેચ દરમિયાન ડાબા હેમસ્ટ્રિંગમાં ઈજા થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના સ્થાને, ખુશદિલ શાહને ત્રીજી T20 મેચ માટે પ્લેઇંગ-11માં સામેલ કર્યો હતો. કેવી રીતે ઈજા થઈ? ફખર ઝમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. ત્યારબાદ ટીમના મેડિકલ સ્ટાફે તેની તપાસ કરી અને તેના ડાબા હેમસ્ટ્રિંગમાં થોડો ખેંચાણ હોવાની પુષ્ટિ કરી. રિહેબ લાહોરમાં થશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કહ્યું કે ફખર 4 ઓગસ્ટે પાકિસ્તાન પરત ફરશે. આ પછી, તેની રિહેબ પ્રક્રિયા લાહોરમાં નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ખાતે PCB મેડિકલ ટીમની દેખરેખ હેઠળ થશે. PCBએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે વન-ડે શ્રેણી માટે ફખરની જગ્યાએ અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે કે નહીં. શ્રેણીમાં ફખર ઝમાનનું પરફોર્મન્સ 35 વર્ષીય ફખારે પહેલી બે T20 મેચમાં સારી શરૂઆત કરી હતી પરંતુ તેને મોટા સ્કોરમાં ફેરવી શક્યો ન હતો. તેણે પહેલી મેચમાં 28 રન અને બીજી મેચમાં 20 રન બનાવ્યા હતા.

Aug 5, 2025 - 16:47
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow