ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં ઉછાળો જોવા મળતા રોકાણકારોમાં ખુશી:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટે મહત્વની સપાટી ગણી શકાય

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો નવો દોર શરૂ થવાના એંધાણે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ફંડો દ્વારા નીચા મથાળે નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકા હવે પોતાની મનમાની સાથે ટેરિફનું શસ્ત્ર ઉગામી રહ્યું હોઈ અને પડોશી દેશો સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થાય એવા પગલાં લેવા માંડયું હોઈ ફરી જીઓપોલિટીકલ ટેન્શન પણ ઊભું થવાના જોખમે અને ટેરિફને લઈ દેશના વિવિધ ઉદ્યોગોમાં નિકાસ વ્યવહારો ઠપ્પ થવા લાગ્યાનું અને કોર્પોરેટ પરિણામો પણ એકંદર સાધારણથી નબળા આવી રહ્યા હોઈ નવા કમિટમેન્ટથી રોકાણકારો પણ સાવચેત થવા લાગ્યા હતા, જો કે ભારત પર 25% અમેરિકી ટેરિફનો અમલ સાત દિવસ સુધી મોકૂફ રાખવામાં આવી હોવાના અહેવાલોએ આજે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો એફઆઈઆઈની સતત વેચવાલી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દેશ પર 25% ટેરિફની જાહેરાત બાદ સપ્તાહમાં અસ્થિરતા બાદ સોમવારે ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને એશિયન ચલણોમાં વધારાને પરિણામે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે મજબૂત થયો હતો, જયારે સપ્ટેમ્બર માસમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદન વધારવા માટે સંમતિ મળતાં ક્રુડઓઇલના ભાવ ઘટીને રહ્યા હતા. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.11% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.76% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4307 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1847 અને વધનારની સંખ્યા 2286 રહી હતી, 174 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 9 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ 4.31%, બીઈએલ 3.55%, અદાણી પોર્ટ્સ 3.24%, ટેક મહિન્દ્ર 2.53%, ટીસીએસ લિ. 2.39%, ભારતી એરટેલ 1.59%, એચસીએલ ટેકનોલોજી 1.47%, ટ્રેન્ટ લિ. 1.29% અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 1.26% વધ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ 1.10%, એચડીએફસી બેન્ક 0.99%, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.60% અને હિંદુસ્તાન યુનિલિવર 0.25% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.30 લાખ કરોડ વધીને 448.82 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 26 કંપનીઓ વધી અને 4 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા.... મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર 25% ટેરિફ લાગુ કરવાના નિર્ણય અને રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી ધીમી પડવાની શકયતા જ્યારે બીજી બાજુ દેશમાં ચોમાસાની સારી સ્થિતિને ધ્યાનમાં રાખી સોમવારથી અહીં શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની બેઠકમાં રેપો રેટના નિર્ણય સંદર્ભમાં મિશ્ર મત વ્યકત થઈ રહ્યા છે. એક વર્ગ રેપો રેટ જળવાઈ રહેવાની ધારણાં રાખે છે જ્યારે બીજા કેટલાક તેમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવશે તેમ માની રહ્યો છે. માર્ચ 2026 સુધીમાં ફુગાવો ફરી વધી 4.50% પર આવી જવાની શકયતાને ધ્યાનમાં રાખતા એમપીસી હાલમાં રેપો રેટ જાળવી રાખશે તેવી સંભાવના વધુ છે. નાણાં વર્ષ 2027માં ફુગાવો 4%ની નજીક જળવાઈ રહેવાની જ્યાંસુધી ખાતરી ન થાય ત્યાંસુધી રેપો રેટમાં કોઈ ઘટાડો ન થાય તે જ યોગ્ય ગણાશે જો કે વર્તમાન કેલેન્ડર વર્ષના પાછલા છ મહિનામાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્કના 4%ના ટાર્ગેટથી નીચે રહેવાના અંદાજને ધ્યાનમાં રાખતા રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો આવવાની ઈક્રાના સુત્રોએ ધારણાં મૂકી હતી. એમપીસીની મીટિંગ જે અગાઉ ૫થી 7 ઓગસ્ટ મળનારી હતી તે હવે 4થી 6 ઓગસ્ટના યોજાઈ રહી છે. હાલમાં દેશભરમાં ચોમાસાની સ્થિતિ સાનુકૂળ જોવાઈ રહી છે અને ખરીફ પાકની વાવણી પણ પ્રગતિના પંથે છે ત્યારે ખાધ્ય પદાર્થોનો ફુગાવો નીચો રહેવાની અપેક્ષા છે. જો કે ખરીફ પાકના અંદાજ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે.

Aug 5, 2025 - 16:47
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow